લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આપને સૌ જાણીએ છીએ કે હનુમાનજીને સંકટમોચન કહેવાયા છે. સંકટમોચન એટલે દરેકના દુઃખને દૂર કરનાર. જે વ્યક્તિ પર દુઃખ આવી પડે છે તે હનુમાનજીનું નામ લેવા માત્રથી જ દરેક સંકટ દૂર કરી દે છે, અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે હનુમાનજીને મંગળવારે અને શનિવારે વિશેષ પૂજા કરવામાં આવે છે.
જ્યારે પણ આપણે હનુમાનજીની પૂજા કરતા હોઈએ છીએ ત્યારે આપણે પૂજામાં સિંદુર અવશ્ય વાપરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે સિંદુર રાખવા પાછળનું મુખ્ય કારણ શું છે? તો ચાલો, આજે આપણે તેના પાછળની રહસ્યમય કથા વિશે જાણીએ.
જ્યારે સીતા માતાને રાવણની કેદમાંથી મુક્ત કરીને હનુમાનજી, રામ અને લક્ષ્મણ અયોધ્યા પાછા ફર્યા હતા ત્યારે એક દિવસ સીતામાતા તેના રૂમમાં બેઠા હતા અને તે તેની માંગમાં સિંદૂર લગાવી રહ્યા હતા. ત્યારે અચાનક હનુમાનજી આવ્યા અને તેણે સીતામાતાને પૂછ્યું કે તમે શા માટે સિંદૂર લગાવો છો.
હનુમાનજીનો પ્રશ્ન સાંભળીને સીતામાતાએ હસીને કહ્યું કે પતિનુ સ્વામી નું આયુષ્ય વધે છે અને પતિના જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી. એટલે હું મારી માંગમાં સિંદુર લગાવું છુ. ત્યારે હનુમાનજીને થયું કે જો હું મારા આખા શરીર પર સિંદુર લગાવી દવ તો ભગવાન રામ અમર થઈ જાય. એવું વિચારીને ભગવાન હનુમાનજીએ આખા શરીર પર સિંદુર લગાવી દીધું.
જ્યારે હનુમાનજી આખા શરીર પર સિંદુર લગાવીને રાજ્યમાં આવતા જોઈને દરેક લોકો હસવા લાગ્યા. ભગવાન રામે હનુમાનજી ને પૂછ્યું કે, તમે શા માટે શરીર પર આટલું સુંદર લગાવી દીધું છે ત્યારે હનુમાનજી બોલ્યા કે, સીતામાતાએ મને કહ્યું કે સિંદુર લગાવવાથી પતિનું આયુષ્ય વધે છે એટલે મેં સિંદુર આખા શરીર પર લગાવી દીધું એટલે તમે અમર થઈ જાવ.
હનુમાનજીની આ વાત સાંભળીને ભગવાન રામ ખુબજ ખુશ થઈ ગયા અને હનુમાનજીને સ્વીકારી લીધા. હનુમાનજીને કહ્યું કે જે લોકો સિંદુર લગાવશે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેના ઉપર કાયમ માટે આશીર્વાદ બન્યા રહે છે.
ત્યારથી જ હનુમાનજીને સિંદૂર અને ઘીનો દીવો અર્પણ કરવાનું શરૂ થયું છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. અને હનુમાનજી પોતાના ભક્તોની પીડા દૂર કરે છે.