લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ઘણીવાર વધારે પડતો તીખો અને મસાલાવાળું ખાવાને કારણે હરસ મસા થવાની તકલીફ ઉત્પન્ન થતી હોય છે. લોહીવાળા મસા ને મટાડવા માટે ઘણી વખત આપણે ઘણા બધા નુસખા અપનાવતા હોઈએ છીએ. ઘણા લોકોને લોહી વાળા મસા થતા હોય છે જયારે ઘણાને લોહી વગરના સુકા મસા થતા હોય છે. વર્ષોથી આ તકલીફ થતી હોય તો તેને ભગંદર કહેવાય છે. તેની દવા લેવાથી તેના કારણે મસા મટી તો થાય છે પરંતુ થોડા દિવસ થતાં જ તે ફરીથી થાય છે. આજે અમે તમને એક એવો ઉપાય બતાવવાના છીએ કે તમારે ક્યારેય મસા નું ઓપરેશન નથી કરાવવું પડે.
સુરણ એ મસાને મટાડે છે. તે સૌથી જુનો અને જાણીતો ઉપાય છે. સુરણમાં એન્ટીઓક્સીડંટ, વિટામિન સી, પોટેશિયમ, કેલ્શિયમ વગેરે જેવા તત્વો આવેલા હોય છે. તે મસા ને મટાડવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
સૌપ્રથમ સૂરણને સારી રીતે સાફ કરો. તેના ટુકડા કરીને બાફી લેવું ત્યારબાદ તેને તેલમાં સાંતળી ઉપર દહીં નાખી ખાવાથી લોહીયાળ મસામાં બે દિવસમાં જ રાહત થઈ જાય છે.
સૂરણને સૂકવી તેનું ચૂર્ણ બનાવી તેમાં ચિત્રક અને મરી નાખી તેને સારી રીતે મિક્સ કરવું. ત્યારબાદ બધા ચૂર્ણનું બમણા ગોળ નાખવો અને નાની નાની ગોળી બનાવવી આ ગોળી ખાવાથી વર્ષો જૂના હરસમાં ફાયદો થાય છે. ગાયનું માખણ અને તલને ખાવાથી લોહિયાળ મસા મટી જાય છે.
જે વ્યક્તિને મસા થયા હોય તે લોકોએ લીંબુ અને ટોપરું વધારે ખાવું જોઈએ. આ ઉપરાંત બે ત્રણ કલાકે કાચી વરિયાળી ખુબ જ ચાવી ચાવીને ખાવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે. મળમાર્ગ માં ગુદામાં ચીરા પડ્યા હોય અને હરસ થયા હોય તે લોકોએ 1 ચમચો દિવેલ દુધમાં રોજ સાંજે પીવું તેનાથી ખુબજ ફાયદો થાય છે.