લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્ર શબ્દ સાંભળતાની સાથે જ આપણો જે પ્રિય મિત્ર હોય તેનો ચહેરો આપણી નજર સામે આવી જાય છે અને તે સાથે જ આપણા ચહેરા પર સ્મિત પણ. મિત્રનો સંબંધ એક એવો અનોખો સંબંધ છે જે આ દુનિયાના બધા જ સંબંધોથી પર છે. સુખ હોય કે દુખ ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો ભલે આખી દુનિયા સાથ છોડી દે પણ તે તો હંમેશા પડછાયાની માફક સાથે જ રહે છે. અરે એક સમયે પડછાયો પણ અંધારામાં સાથ છોડી દે છે પરંતુ જો મિત્ર હાથ પકડી લે તો તે આખી જીંદગીભર નથી છોડતો. પણ આજના યુગમાં તેવા મિત્રો મળવા અશક્ય છે. આજનો યુગ તો દેખાવાનો યુગ થઈ ગયો છે તેથી તો કૃષ્ણ અને સુદામા જેવી દોસ્તી જોવા મળતી નથી.
પરંતુ આજના સમયમાં મિત્રતાના નામે લોકો બળાત્કાર કરે છે અને મિત્રતાને એક કલંક લગાડ્યો છે.આજે અમે તમને આ લેખમાં એક મિત્રતા વિશે જણાવીશું કે એક યુવકે યુવતીને મિત્રતાની ઓફર આપતા તે યુવતી મિત્રતા કરવાનું ના કહ્યું જેથી આ યુવક ઉશ્કેરાય ને યુવતી સાથે એવું કૃત્ય કરે છે તમને મિત્રતા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે.આ ઘટના રાજકોટની છે તેમાં આ યુવક એક સોફ્ટવેર કંપનીમાં હેડ તરીકે કામ કરે છે આ યુવક ની ઓફિસમાં એક યુવતી છેલ્લા 6 મહિનાથી કામ કરતી હતી.
આ યુવતી આ કંપનીમાં 6 મહિના પછી આ કંપનીના હેડ તેને મિત્રતા કરવાની ઓફર આપી હતી પરંતુ આ યુવતી તેની આ મિત્રતાની ઓફર સ્વીકારી ન હતી તેથી તેના હેડ ઓફિસરે આ યુવતીને વારંવાર પોતાના ઓફીસ બોલાવીને તેની મિત્રતા સ્વીકારવા માટે કહેતો હતો પરંતુ આ યુવતી એ આવું ન કર્યું જેથી ઉશ્કેરાઈને તેના હેડ ઓફિસરે તેના ઓફિસમાં બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો.
આવું તે વારંવાર કરવા લાગ્યો અને તેને આ યુવતીને ધમકી આપી કે જો તું કોઈને કહીશ તો હું તને નોકરીમાંથી છૂટી કરી દઈશ અને જાનથી મારી નાખીશ પોતાના જીવના લીધે આ યુવતી કાઈ બોલી નહીં અને તેનો હેડ ઓફિસર તેના પર દુષ્કર્મ આચરતો હતો.આયુવતી એ આ કારણોથી ત્રાસી ગઈ હતી અને તેને થોડી હિંમત ભેગી કરીને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
પોલીસના સૂત્રો મુજબ આ યુવતી જે ઓફિસમાં કામ કરતી તેનો હેડ ઓફિસર તેના પર છેલ્લા ત્રણેક મહિનાથી બળજબરી કરી બદનામ કરી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવતા મહિલાપોલીસે તપાસ હાથ ધરી છે પહેલા આ શખ્સે મિત્રતાની ઓફર કરી હતી પરંતુ યુવતીએ ના પાડી દેતા એક વખત ઓફિસમાં કોઈ ન હોય ત્યારે યુવતીને હવસનો શિકાર બનાવી હતી.બદનામ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણી તેના પરિવાર સાથે રહે છે અને આ ઓફિસમાં છેલ્લા 6 મહિનાથી નોકરી કરે છે તેણી નોકરી ઉપર રહી ત્યાર બાદ તેના હેડ ઓફિસર દ્વારા તેણી સાથે મિત્રતાની ઓફર કરી હતી.
પરંતુ યુવતીએ તે ઓફર ઠુકરાવી દીધી હતી બાદમાં ત્રણેક મહિના પહેલા કોઈ ઓફિસમાં હાજર ન હતું ત્યારે તેના હેડ ઓફિસરે તેની એકલતાનો લાભ લઈને ઓફિસમાં બોલાવી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું હવસ સંતોષી લીધા બાદતેણી જો કોઈને કહેશે તો બદનામ કરી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો પરંતુ આ યુવતી તેના હેડ ઓફિસરથી ત્રાસીને તેના વિરુદ્ધ ફરિયાદ કરી હતી જે બાદ પોલીસે તેના હેડ ઓફિસરની ધરપકડ કરીને જેલમાં પુરી દીધો હતો.