લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આપણે આજે અનેક આવા બનતા કિસ્સા જોઈએ છે તો આપણે ને પણ આ જાણીને શરમ આવવી જોઈએ. અને આવા કિસ્સા તો અવાર નવાર આપણા સમાજમાં બનતા જ રહે છે.આમ આવા રેપ કેસ છેડતી કેસ,નાની માસુમ બાળકીઓ પર રેપ,હોય કે પછી આમ ભાભી દિયરના સબંધ અથવા તો મિત્રની પત્ની સાથેના સબંધ.આમ આપણા સમાજમાં આવા તો ઘણા બધા કિસ્સાઓ આપણી સામે આવતાજ હોય છે.
જેને આપણે નકારી કાઢીએ છીએ.અને પછી આ કિસ્સાઓમાં કઈક સમાધાન થઈ જાય છે.અને કંઈક કિસ્સાઓ માં કેસ દબાવી દેવામાં આવે છે.અને જો કોઈ કેસ ઉપર સુધી પોહચે તો તેને પછી કોર્ટમાં સાબિતી ઓને ખરીદી લેવામાં આવે છે.અને આમ આવી રીતે પછી ફરીથી સમાજમાં આવા કિસ્સાઓ બને છે.ગાંધીધામમાં કાકાના ઘેર રહી ધોરણ નવમાં ભણતી કિશોરવયની ભત્રીજીને ઘેન ચઢે તેવી દવા પીવડાવી શારીરિક સંબંધો બાંધનારાં આધેડ કાકા સામે ભત્રીજીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
17 વર્ષની કિશોરીમાંથી 20 વર્ષની પુખ્ત બનેલી યુવતીએ 3 વર્ષ બાદ હિંમતભેર આગળ આવી હવસખોર કાકા અને તેને સહકાર આપનારી કાકી સામે ફરિયાદ નોંધાવી છે.ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કિશોરીની ફરિયાદના આધારે કાકા-કાકી સામે પોક્સો અને ઈંઙઈની વિવિધ કલમો તળે ગુનો નોંધી બેઉની ધરપકડ કરી લીધી છે. ગાંધીધામમાં રહેતી ભોગ બનનારી યુવતી 2017માં ધોરણ 9માં ભણતી હતી.તેની ઉંમર ત્યારે 17 વર્ષની હતી.
સેક્ટર 7માં આવેલી સથવારા કોલોની નજીક પૂનમ સોસાયટીમાં રહેતા કાકાના ઘરની નજીક જ શાળા આવેલી હોઈ કિશોરી કાકાના ઘેર રહી ભણતી હતી. દરમિયાન, ખાવા-પીવામાં ઘેન ચઢે તેવી દવા નાખી 50 વર્ષિય કાકાએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કર્યું હતું.આ બાબત ધ્યાને આવતાં કિશોરીએ કાકી અને અન્ય પરિવારજનોને જાણ કરી હતી. પરંતુ, કોઈ તેની વાત માનવા જ તૈયાર નહોતું થતું. પોતાના પાપનો પર્દાફાશ થયા બાદ હવસખોર કાકાએ ભત્રીજીને મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કરી દુષ્કર્મ ગુજારવાનું ચાલું રાખ્યું હતું.
આ દુષ્કર્મમાં આરોપીને તેની પત્ની પણ મદદ કરતી હતી તેમ પીડિતાએ જણાવ્યું છે.બી ડિવિઝન પીઆઈ એસ.એસ.દેસાઈએ જણાવ્યું કે, કિશોરીએ તેના માવતરને અનેકવાર આ અંગે રાવ કરેલી પણ તેઓ માનવા જ તૈયાર નહોતા થતાં.છેવટે યુવતીએ ભુજમાં સખી ક્લિનિકમાં પહોંચી આપવીતી કહી ત્યારે સૌને ગંભીરતા સમજાઈ. યુવતી તેની માતા સાથે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવી હતી.તેની ફરિયાદ નોંધી અમે આરોપી કાકા-કાકીની ધરપકડ કરી લીધી છે.
પોલીસે આરોપીઓ સામે પોક્સો એક્ટની કલમ 4 અને 5 તેમજ ઈંઙઈ 376 (1), 328, 504 અને 114 હેઠળ ફરિયાદ નોંધી છે.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો. અને હા,તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ,સ્વાસ્થ્યવર્ધક માહિતી,ફિલ્મી ખબરો,ધાર્મિક વાતો, સોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.