લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પોતાના શરીરનું ધ્યાન આપતા નથી.અને પૈસા કમાવામાં એટલા પાગલ બની જાય છે કે તેઓ રાત્રે સારી રીતે ઉંઘી પણ સકતા નથી.અને પાછળથી શરીર અને સ્વાસ્થ્ય ને લઈને અને પરેશાનીઓ ઉભી થાય છે.જેને માટે તેઓ અનેક બજારમાં મળતી દવાઓનો ઉપયોગ કરે છે.આમ તો આ દવાઓ કંઈપણ સારું રિઝલ્ટ આપતી નથી અને ઉપરથી શરીરને કોઈક વાર નુકસાન પણ થાય છે.મિત્રો તમારે આ માટે તમારા બીજી જીવનમાં થી થોડો ટાઈમ કાઢી અને ડોકટરો જણાવ્યા પ્રમાણે વ્યાયામ અને કંઈક ઘરેલુ ઉપચાર અવશ્ય કરવા જોઈએ.દરેક વ્યક્તિ એવું ઇચ્છતા હોય છે કે પોતાનો ચહેરો કાયમ માટે સુંદર દેખાય.અને આમ કરવા માટે લોકો રાત દિવસ મહેનત કરતા હોય છે. લોકો પોતાના ચહેરા ઉપર વિવિધ પ્રકારની કોસ્મેટિક ક્રિમ્સ તથા અન્ય કોસ્મેટિક પ્રોડક્ટ લગાવતા હોય છે.પરંતુ આજના આ પ્રદુષિત વાતાવરણ ની અંદર લોકોના ત્વચા અને અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે.
બજારની અંદર મળતા હાનીકારક કેમિકલ યુક્ત આ બધી વસ્તુઓને લગાવવાથી તરત ફાયદો મળે છે.પરંતુ લાંબા ગાળે તે તમારી ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.પરંતુ તમારા ચહેરાને સુંદર બનાવવા માટે કુદરતી નુસખાનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારો ચહેરો સુંદર તો રહે છે.સાથે સાથે લાંબા ગાળે તેના કારણે કોઈપણ પ્રકારની ખરાબ ઇફેક્ટ પણ થતી નથી.આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલૂ નુસખા વિશે કે જેના દ્વારા તમે પણ તમારા ચહેરાને કાયમી માટે રાખી શકો છો સુંદર.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમારા ચહેરાને કાયમી માટે પ્રદુષણ થી દૂર કરી શકો છો.અને તમારા ચહેરાને કાયમી માટે ગોરો અને સુંદર બનાવી શકો છો.ચહેરાને સુંદર બનાવવા માટે તમારે ચહેરા ઉપર એક ખાસ પ્રકારની પેસ્ટ લગાવવાની જરૂર પડે છે. જેના માટે તેની અંદર તમારે ત્રણ સામગ્રીની જરૂર પડશે.જેમાં મુખ્યત્વે હળદર, ચણાનો લોટ અને એલોવેરા જેલ નો સમાવેશ થાય છે.આ ત્રણેય વસ્તુને એક વાટકાની અંદર લઇ અને નીચે મુજબની પ્રક્રિયાથી તમારે એક પેસ્ટ તૈયાર કરવાની છે.
આ પેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ એક વાડકી ની અંદર એક ચમચી જેટલી હળદર એક ચમચી જેટલો ચણાનો લોટ અને ત્યારબાદ તેની અંદર તેટલી જ માત્રામાં એલોવેરા જેલ મેળવી તે બધી વસ્તુઓને એકબીજા સાથે બરાબર ભેળવી લો.હવે આ મિશ્રણને તમારા ચહેરા ઉપર બરાબર રીતે લગાવી લો.અને તેને તમારા ચહેરા ઉપર અંદાજે 30 થી 40 મિનિટ સુધી રહેવા દો.અને જ્યારે આ બધી જ પેસ્ટ તમારા ચહેરા ઉપર બરાબર સુકાઈ જાય ત્યારબાદ તેને સાફ પાણીથી ધોઇ લો.
જો અઠવાડિયામાં બે વખત આ રીતે તમારા ચહેરા ઉપર પેસ્ટ લગાવવામાં આવે તો તેના કારણે તમારા ચહેરા ઉપર રહેલી વધારાની ગંદકી દૂર થઈ જશે.અને સાથે સાથે ચહેરાનું વધારાનું પણ સુકાઈ જશે.તમારા ચહેરા ઉપર રહેલા વધારાના મૃત કોષો દૂર થઈ જશે અને તમારી ત્વચા ખૂબ સુંદર તથા ચમકીલો બની જશે.મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.
જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.