લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આ અભિનેત્રી હીરોઇન બનતા પહેલા આવી દેખાતી હતી , 10 વર્ષ જુના ફોટા જોઈને ચાહકો પણ થઈ ગયા હેરાન.ટેલિવિઝન અભિનેત્રી કાંચી સિંહને સ્ટાર પ્લસ પર આવતી સીરીયલ “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” પછી પહેચાન મળી. “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” માં, કાંચીસિંહે ગાયત્રી એટલે કે ગાયુનો રોલ કર્યો હતો.હાલ મા જ અભિનેત્રી કાંચી સિંહે તેની 10 વર્ષની જુની ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેને જોઇને તેમના બધાં ચાહકો હેરાન થઈ રહી ગયા. ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ માં કાંચી સિંહનો લુક એકદમ સિપલ હતો, પણ તે ઘણીવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. થોડા દિવસો પહેલા કાંચીસિંહે તેના નજીકના દોસ્ત સાથે એક ફોટો પોસ્ટ કરી હતી. જેમાં તેણે બ્લુ કલરની સાડી પહેરી છે.
આ ફોટો પોસ્ટ કરતા કાંચીએ કેપ્શનમાં લખ્યું કે,”આ ફોટો 10 વર્ષ પહેલાની 2009 ની છે” આ ફોટો ટીચર્સ ડે ની છે.આ સાથે કાંચીએ તેના દોસ્તને તેના જન્મદિવસના અભિનંદન પણ આપ્યા હતા. કાંચી સિંહની ઉંમર 23 વર્ષ છે.કાંચીએ અત્યાર સુધી ઘણી બધી સિરીયલોમાં કામ કર્યું છે. બાળ કલાકાર તરીકે તેણે સીરીયલ”કુટમ્બ” થી શરૂઆત કરી હતી.2014 માં,કાંચીએ સિરિયલ “ઓર પ્યાર હો ગયા” માં મુખ્ય ભુમિકા ભજવી હતી. ‘ઓર પ્યાર હો ગયા’ સિરિયલમાં કાચીએ અવની રાજપુરોહિતનો રોલ કર્યો હતો.આ સિવાય કાંચી ‘સસુરલ સિમર કા’ ‘પ્યાર તુને ક્યા કિયા’ અને ‘ભક્તોની ભક્તિમાં છે શક્તિ’ માં દેખાઈ ચુકી છે.
સમાચારો મુજબ કાંચી તેના કો સ્ટાર રોહન મેહરા સાથે રિલેશનશિપમાં છે.તે ઘણીવાર રોહન સાથે સોશિયલ મીડિયા ફોટો શેર કરે છે.એટલુ જ નહીં રોહન અને કાંચીએ પણ સોશિયલ મીડિયા પર તેમની ફોટા શેર કરીને અનેક વખત પોતાનો પ્રેમનો ઇજહાર પણ કર્યો છે.
થોડા સમય માટે, બંને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સિરીયલમાં પણ સાથે જોવા મળતા હતા.પણ પછી બંનેએ આ સિરિયલ છોડી દીધી હતી.બાળ કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરનાર કાંચીસિંહે 2001 માં સીરિયલ “કુટુંબ” માં બાળ કલાકારની ભુમિકા ભજવી હતી. આ પછી, 16 વર્ષની ઉંમરે, કાંચીએ ટીવી સીરિયલમાં પુત્રવધુની ભુમિકા નિભાવી હતી.
બહુ ઓછા લોકો જાણતા હશે કે કાંચીએ તેના ઓનસ્ક્રીન ભાઈની ભુમિકા નિભાવનારા અભિનેતાને તેનું દિલ આપ્યું છે.સીરિયલ “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” માં રોહન મેહરાએ કાંચીનો ભાઈનો રોલ કર્યો હતો. રોહન મેહરા આ સીરિયલમાં નકશ બન્યો હતો. જે ગયુ અને નાયરા બંનેના ભાઈની રોલ કરતા હતા. રિપોર્ટ અનુસાર કાંચી આ સિરિયલ દરમિયાન જ રોહન સાથે પ્રેમમાં પડી હતી.
થોડા સમય માટે તે બંને એક સાથે સિરિયલમાં દેખાયા હતા, પણ પછી બંનેએ સિરિયલમાંથી બહાર નીકળી ગયા હતા. જો કે, કાંચીએ અત્યાર સુધી લોકોને તેની અભિનય કરતા તેની સુંદરતાથી વધારે ઇમ્પ્રેસ કર્યા છે.