લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આપણા ભારતમાં એક તહેવાર પતે અને તેની સાથે જ બીજો તહેવાર આવી જાય છે. હજી તો મહાશિવરાત્રી પતિ ત્યાં તો હોળી ધુળેટી આવી ચૂકી છે ત્યારે આજે અમે તમને અમુક એવા ખાસ ઉપાયો વિશે જણાવીશું કે જેને તમારે હોળી ના દિવસે કરવાના છે જેથી તમારી દરેક સમસ્યાનો અંત આવી જશે અને તમને સારા એવા લાભો પણ થશે તો આવો જાણીએ તેના વિશે.
મિત્રો મહેનત કરવા છતાં સચોટ પરિણમાં ના મળતું હોય તો તમારે આ ખાસ ઉપાય કરવો જોઈએ.જો તમે તમારી મહેનત પછી પણ પૈસા બચાવી શકતા નથી અથવાતો અન્ય સમસ્યાઓ આવે છે તો આ ઉપાય તમારાં માટે ખાસ છે.હોલીકા દહનના બીજા દિવસએ એટલે કે સવારે બાકીની રાખને લાલ રૂમાલમાં બાંધી રાખવી અને તેને તમારા લોકર અથવા પર્સમાં રાખવી જોઈએ.આમ કરવાથી તમને અને લાભ થશે સાથે સાથે તમે જે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છો તેનાથી પણ છુટકારો મળશે.
નોકરી ધંધો અથવા તો કોઈ વ્યવસાયીક સમસ્યાઓ આવી પડે ત્યારે આ ઉપાય કરવો જોઈએ.જો તમને ધંધા અને નોકરીમાં મુશ્કેલી આવી રહી છે તો પછી હોલિકા દહનમાં એક ફોલ્યા વગરનું નારિયેળ હોળી એ અને એક હનુમાનજી ના મંદિરમાં મૂકી દો.જો તમે ખરાબ નજર થી બચવા માંગતા હોય તો આ ઉપાય કરવો જોઈએ.જો પુરુષો હોલિકાની રાખ સાથે તિલક લગાવે છે અને સ્ત્રીઓ આ રાખને તેમના ગળા પર લગાવે છે તો તે તેમને ખરાબ નજરથી સુરક્ષિત રાખે છે.મિત્રો ખાસ કરીને તમે પૈસા ની તંગી અનુભવી રહ્યા છો તો તમારે આ ઉપાય કરવાનો રહેશે.કુટુંબના બધા સભ્યોએ હોલીકાની ત્રણ કે સાત વખત પરિક્રમા કરવી જોઈએ.ચક્કર લગાવતી વખતે,હોળીકામાં ચણા,વટાણા, ઘઉં,હોમો તો સારું.આમ કરવામાં સ્વાસ્થ્ય લાભની સાથે સાથે ધનલાભ પણ થાય છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હોળી એ રંગોનો તહેવાર છે અને જો તમે આ દિવસે તમારી રાશિ પ્રમાણે રંગો પસંદ કરો છો તો તે ગ્રહોને લીધે આવનારી સમસ્યાને પણ સમાપ્ત કરે છે.તો ચાલો જાણીએ કયો રંગ કઈ રાશિના લોકો માટે શુભ છે.મેષ રાશિના લોકો માટે લાલ અને ગુલાબી રંગનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.વૃષભ રાશિના લોકો સફેદ અને ક્રીમ રંગનો ઉપયોગ કરવા માટે સારા છે.મિથુન રાશિના લોકો માટે લીલો અને પીળો રંગ ખૂબ જ શુભ હોય છે.કર્ક રાશિના લોકો માટે સફેદ અને ક્રીમ રંગનો ઉપયોગ ખૂબ જ સારો છે.સિંહ રાશિ માટે પીળો અને કેસર રંગ ખૂબ જ સારો છે.કન્યા રાશિના લોકો માટે લીલો રંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે.તુલા રાશિના લોકો માટે સફેદ અને પીળો રંગ શુભ છે.વૃશ્ચિક રાશિના લોકો માટે લાલ અને ગુલાબી રંગ શ્રેષ્ઠ છે.લાલ અને પીળો રંગ ધનુ રાશિના લોકો માટે શ્રેષ્ઠ છે.મકર રાશિના લોકો માટે વાદળી અને લીલો રંગ સૌથી શુભ માનવામાં આવે છે.કુંભ રાશિના લોકો માટે વાદળી રંગ શુભ છે.મીન રાશિના લોકોએ પીળો અને લાલ રંગનો ઉપયોગ કરવો જોઈએ.
હોળીના દિવસે ખાસ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરવો.આ દિવસે સવારે સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો જો તમે લાલ રંગની ધોતી પહેરો છો અને હનુમાનજીને ફૂલો અને ગુલાબ માળા અર્પણ કરો છો તો તે ખૂબ જ શુભ ફળદાયી રહેશે. કપડામાં ગુલાબના ફૂલની પાંખડી બાંધો અને ઘરની તિજોરીમાં મૂકી દો આબાદ ક્યારેય તમારાં ઘરમાં પૈસાની તંગી નહીં આવે.આ શિવાય હનુમાન જીની ઉપાસનામાં ચમેલીના તેલનો ઉપયોગ કરો કારણ કે તે શુભ છે.પૂજા કરતી વખતે શ્રી રામ અને હનુમાનનું સ્મરણ કરો.