હવે ઘરે જ આ સરળ રીતથી જાણો મધ અસલી છે કે ખાંડની ચાસણી? અહિયાં ક્લિક કરીને જાણો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મધ ખાવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. કારણ કે મધમાં અનેક પ્રકારના વિટામિન, ખનીજ અને શર્કરા રહેલી હોય છે.  ઘણા બધા રોગમાં દવા તરીકે મધનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ ઘણીવાર દવામાં ઉપયોગ કરતી વખતે આપણને પ્રશ્ન થાય કે શું આ મધ અસલી હશે કે નકલી? ઘણી વખત લોકો ને મધ ખરીદતી વખતે પ્રશ્નો ઉદ્ભવે છે કે શું આ મધ અસલી છે કે ભેળસેળવાળું છે? તો ચાલો આજે અમે તમને મધ કેવી રીતે અસલી છે કે નકલી તે જાણવાની કેટલીક ઘરેલુ આસન રીત વિશે જણાવીએ.

મધ ક્યારેય કુતરા ખાતા નથી, જો મધ ભેળસેળવાળું હોય તો તેમાં ખાંડ કે ગોળ ઉમેરવામાં આવ્યો હોય છે, એટલા માટે મધને કુતરા ની સામે રાખી જુઓ. જો મધ કુતરા ખાશે તો સમજી જવું કે આ મધ ભેળસેળવાળું છે, આ ઉપરાંત તમે રોટલી પર મધ ચોપડીને કૂતરાંને ખવડાવો તો પણ તમને ખબર પડી જશે. શુદ્ધ મધ વાળી રોટલી કુતરા ક્યારેય નહિ ખાય. ભેળસેળ વાળું મધ કુતરા ખાઈ જશે.

મધ ની પરખ આયોડીન ની મદદથી પણ તમે કરી શકો છો. એક કટોરીમાં થોડું પાણી લઈ તેમાં આયોડિનના ચારથી પાંચ ટીપા નાખો. ત્યારબાદ તેમાં એક ચમચી મધ નાખી પાંચ મિનિટ સુધી એમ જ રહેવા દો. જો આ મીશ્રણનો કલર જાંબલી થઈ જાય તો મધમાં ભેળસેળ છે  કારણકે અસલી મધ ક્યારેય રંગ બદલાતો નથી.

ગરમ પાણીની મદદથી પણ તમે શુદ્ધ મધ ચકાસી શકો છો, એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મધ નાખો. જો ગરમ પાણીમાં પૂરેપૂરું મધ મિક્સ થઈ જાય તો સમજવું કે મધ ભેળસેળવાળું છે કારણકે અસલી મધ વાસણની નીચે તળિયે બેસી જાય છે અને મોટા તાર બનાવે છે.

મધનું એક ટીપુ અંગુઠા અને આંગળી વચ્ચે રાખો અને તેનાથી તારો બનાવવાનો પ્રયાસ કરો. જો મોટા તાર બને અને અંગુઠા પર મધ જમા રે તો સમજી જવું કે મધ શુદ્ધ છે જ્યારે ભેળસેળવાળું મધના તાર નહીં બને અને અંગૂઠા પર ફેલાઈ જશે.

મધને ફ્રીજમાં મૂકવાથી શુદ્ધ મધ ક્યારેય જામતું નથી. એક કાચના બાઉલમાં મધને લઈને તેને ફ્રિઝમાં રાખો જો તે જામી જાય તો સમજવું કે મધ ભેળસેળવાળું છે.બ્રેડ ની મદદથી પણ તમે મધ અસલી છે કે નકલી છે એ જાણી શકો છો તે માટે સૌ પ્રથમ એક બ્રેડ લો તેના પર મધ લગાવો જો શુદ્ધ હશે તો મધ કડક થઈ જશે અને ભેળસેળવાળું હશે તો બ્રેડ ભીની અને પોચી થઈ જાય છે.

સફેદ કપડા ની મદદથી પણ મધ અસલી છે કે નકલી તે પારખી શકાય છે તે માટે સફેદ કપડું લઈને તેમા એક મધનું નાખી તે કપડાંને શુદ્ધ પાણીથી ધોઇ લેવું, જો કપડા પર ડાઘ રહેશે તો તે ભેળસેળવાળું હશે અને કપડા પર ડાઘ નહીં રહે તો તે મધ શુદ્ધ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here