લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
સામાન્ય રીતે આપણી આસપાસ એવી ઘટનાઓ બનતી હોય છે, જેના વિશે જાણીને તમે માણવા લાગો છો કે ભગવાન બીજે ક્યાંય નહીં પંરતુ તમારા આજુબાજુ રહેલા લોકોમાં જ છે. હા, આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે અવશ્ય કહેવા લાગશો કે માનવતા હજુ જીવંત છે.
તાજેતરમાં એક ભાઈ રસ્તા પરથી ચાલતા ચાલતા જતા હતા. ત્યારે તેઓને રડવાનો અવાજ સાંભળ્યો પંરતુ તેઓએ આજુબાજુ નજર કરી તો તેઓને કોઈ દેખાયું નહીં. ત્યારબાદ તેઓએ આ અવાજ ધ્યાનપૂર્વક સાંભળ્યો તો ખબર પડી કે આ રડવાનો અવાજ જમીન માંથી આવી રહ્યો છે.
હકીકતમાં અહીં થોડાક દિવસ પહેલા ખાડો કરવામાં આવ્યો હતો પછી કામ પૂરું થતાં તે પૂરવામાં આવ્યો હતો. હકીકતમાં ઘણા સમયથી અહીં રડવાનો અવાજ સાંભળવા મળતો હતો પંરતુ કોઈપણ તેના પર ધ્યાન આપતું નહોતું. જોકે આ ભાઈએ અવાજ સાંભળતા જ હથોડી વડે બ્લોક દૂર કરવાનું કામ હાથ ધર્યું હતું.
જ્યારે આ ભાઈ એક પછી એક બ્લોક બહાર કાઢવા લાગ્યા ત્યારે તેમને એક મોટો પથ્થર દેખાયો. હવે તેઓ એ જ્યારે આ પથ્થર હટાવ્યો ત્યારે તેમને કૂતરી નું મોઢું દેખાયું.
જ્યારે કૂતરી ને ધીમે ધીમે બહાર કાઢવામાં આવી ત્યારે તે રડતી દેખાતી હતી. આ સાથે તેના મોઢા પર પીડા અને ભૂખ અવશ્ય દેખાઈ રહી હતી. જ્યારે વધારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ કૂતરી ગર્ભવતી છે અને તે ખાડો પૂરતી વખતે ભૂલથી અંદર દટાઈ ગઇ હતી.