જમ્યા બાદ તરત આ સ્ત્રી ને આવી જતો હતો ગળા માં સોજો,તપાસ બાદ ડોકટરે જણાવ્યું એવું કારણ જાણી ને ચોકી જશો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો ,  ઘણીવાર દાક્તરો પાસે એવા વિચિત્ર કેસ  આવ્યા હતા કે જેને જોઇને તે પણ ઊંડી વિચારસરણીમા ડૂબી જાય છે. હાલ , ઈરાકમા એક આવી જ કઈક વિચિત્ર ઘટના બની છે. અહી , દવાખાનામા દાખલ થયેલી એક ૬૬ વર્ષની સ્ત્રીની સમસ્યા દાક્તરો માટે ખુબ જ ગંભીર બની હતી. આ સ્ત્રી જ્યારે પણ ભોજન નું સેવન કરે છે ત્યારે તેના ગાલમાં સોજા પડી જાય છે. જયારે તેમણે પોતાની આ સમસ્યા અંગે તપાસ કરાવી ત્યારે જે રીપોર્ટ આવ્યા તે જોઇને સૌ કોઈ વિચારમા પડી ગયા હતા.

મીડિયાના અહેવાલ મુજબ, આ સ્ત્રીની પેરોટીડ ગ્રંથી એટલે કે લાળ ગ્રંથીમા પથ્થરો હતા. તેની લાળ ગ્રંથીમા આવા ૧-૨ નહિ પરંતુ, ૫૩ પથ્થરો હતા. આ પથ્થરોના કારણે જ આ સ્ત્રી જે કંઈપણ ભોજન કરતી તેના ગાલ દડા ની જેમ સોજી જતા હતા.

આ વાતની હાલ હવે તેને રીપોર્ટ કરાવ્યા બાદ જાણ થઇ. હાલ , આ સ્ત્રીની લાળ ગ્રંથી માંથી આ પથ્થરો કાઢવા એ ઈરાકના દાક્તરો માટે અત્યંત કઠીન કાર્ય હતુ.તેમણે આ સ્ત્રીને જણાવ્યું કે, તેમના મોઢા પર કોઈ જ પ્રકારનુ નિશાન રાખ્યા વિના પથ્થર કાઢવા અશક્ય છે. સ્ત્રી પોતાના મોઢા પર કોઈપણ જાતનું નિશાન ઈચ્છતી નહોતી.

તે ઈરાકથી ભારત આવી. આ સ્ત્રીની દિલ્હીના ગંગારામ  હોસ્પીટલમા સર્જરી કરવામા આવી હતી.  જણાવે છે , આ પહેલો એવો કિસ્સો હશે જયારે કોઈ વ્યક્તિની લાળ ગ્રંથીમાંથી આટલા પથ્થર મળી આવ્યા હોય  તેને દુર કરવામાં આવ્યા હોય.

તમને જણાવી દઈએ કે , લાળગ્રંથીઓ એ આપણા મોઢાનું એક અભિન્ન અંગ છે. આ ગ્રંથીઓ માંથી જે લાળ બને છે તે આપણા ભોજનને પચાવવા માટે સહાયરૂપ બની રહે છે. આ લાળમા ૯૮ ટકા પ્રમાણ પાણીનું હોય છે. લાળ ગ્રંથીઓ ૨૪ કલાકમા અંદાજે ૧ થી ૧.૫ લીટર લાળ સ્ત્રાવ કરે છે. આ સિવાય મોઢાને ભેજવાળું અને સાફ રાખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here