લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
તમે બધા જ જાણતા હશો કે આજના સમયમાં લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે અને જેનાં કારણે લોકોના શરીરને વધારે નુકશાન પહોંચે છે. આદુના ઔષધીય ગુણોથી તો તમે સૌ પરીચિત જ હશો પણ તમને જણાવી દઈએ કે આદુનો ઉપયોગ આયુર્વેદમાં જ નહીં પણ રસોડામાં બનતી વાનગીઓમાં પણ કરવામાં આવે છે.
આ વાનગીઓમાં જો આદુનો ઉપયોગ કરવામાં આવે તો તે શરીરના માટે ઘણું ફાયદાકારક છે તેમ કહેવામાં આવે છે અને આ આદુ જેટલું ગુણકારી છે બીજું કંઇ ન હોઈ શકે અને તેનું પાણી પણ હોય છે અને તેમાં જિંજરોલ ફાઈબર કેલ્શિયમ,પોટેશિયમ અને એંટી ઓક્સિડેન્ટ તત્વ હોય છે તેવું કહેવાય છે અને જે શરીરને અનેક રીતે લાભ કરે છે અને આદુથી ઘણા ફાયદા થાય છે.
રોજ આદુનું પાણી પીવાથી પાચનક્રિયા સુધરે છે. પેટમાં બળતરા થતી હોય તો તેની સમસ્યા દૂર થાય છે.આદુને મોટાભાગે મસાલાના રૂપમાં ઉપીયોગમાં લેવામાં આવતું હોય છે.જો કે આદુ એક ઔષધિ પણ છે.તેનું પાણી નિયમિત તૌર પર પીવાથી ઘણી એવી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે આદુનું પાણી પીવાથી ઈંસુલિનનું સ્તર ઘટે છે અને ડાયાબીટિસના દર્દીઓનું શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આદુનું પાણી પીવાથી ફૂડ ક્રેવિંગ ઘટે છે. સાથે જ શરીરમાં ફેટ બર્ન કરવાની પ્રક્રિયાને તે વધારે છે. ચિકિત્સકોનું કહેવું છે કે ઉધરસ, ગળાની ખરાશ અને કફ જમા થઇ જવા પર આદું ખુબ જ ફાયદો કરાવે છે.તેમાં કેલેરીનું પ્રમાણ ઝીરો હોય છે. તેથી લોકો વજન ઝડપથી ઘટાડી શકે છે.
એક રિસર્ચ અનુસાર માસિકના દિવસોમાં રોજ આદુનું પાણી હુંફાળુ હોય ત્યારે પીવું જોઈએ. ભોજન લીધાના 20 મિનિટ પછી એક કપ આદુનું પાણી પીઓ, આ બોડીમાં એસિડ ની માત્રા કંટ્રોલ કરે છે. તેનાથી હાર્ટ બર્નની સમસ્યા દૂર થઇ જાય છે અને તેનાથી દુખાવો બ્લોટિંગની સમસ્યા દૂર થાય છે. કસરત દરમિયાન મસલ્સ ડેમેજ થતા હોય છે.આદુનું પાણી પીવાથી બોડીનું મેટાબોલિઝમ્સ સુધરે છે.એવામાં ફેટ તેજીમાં બર્ન થાય છે અને વજન ઘટાળવામાં હેલ્પ મળે છે.
આ ડેમેજને દૂર કરવા માટે પણ આદુનું પાણી પીવું જોઈએ.આદુનું પાણી પીવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. તેનાથી મસલ્સ રિલેક્સ થાય છે અને મસલ્સ પેઈન દૂર થાય છે.રોજ તેને પીવાથી મસલ્સ ઝડપથી રીપેર થાય છે. ઉલટી, ઉબકાની સમસ્યા હોય ત્યારે આદુનું પાણી પીવાથી તુરંત રાહત અનુભવશો. આદુનું પાણી પીવાથી બોડીની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. મોર્નિંગ સિકનેસ પણ તમે દૂર કરી શકો છો.