જાણો અઘોરી બાબા ના આ રોચક રહસ્યો વિશે,જાણો એમની એવી વાતો જે આજ સુધી તમે પણ નથી જાણતા.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અઘોર પંથ સાધનાની એક રહસ્યમયી શાખા છે,જેનું પાલન કરનારને અઘોરી કહે છે. અઘોરી સ્મશાનમાં રહી અને તંત્ર સાધના કરે છે.અઘોરપંથ નો સમુદાય એ શૈવ ધર્મ ની એક રહસ્યમયી ડાળ છે આ અઘોરપંથ ની એક વિશિષ્ટ ઓળખ વિશે તમને માહિતી આપું તો તેઓ કયારેય પણ કોઈપણ વસ્તુ કોઈ વ્યક્તિ પાસે માંગીને તેમનું ગુજરાન ચલાવતા નથી. આ લોકો ની અન્ય એક વિશિષ્ટતા એ પણ છે કે તેઓ લોકો ની વચ્ચે એટલે કે સંસારરૂપી માયાજાળ ની સમક્ષ ત્યારે જ જોવા મળે છે જ્યારે તેઓ સ્મશાન તરફ જઈ રહ્યાં હોય અથવા તો સ્મશાનમાંથી બહાર આવી રહ્યાં હોય.

અઘોરી સાધુઓને શિવનું રૂપ માનવામાં આવે છે.કારણ કે શિવજીના પાંચમાં રૂપમાંથી એક અઘોર રૂપ પણ છે.અઘોરી સમુદાય ને સંસાર મા ખૂબજ ભયજનક તથા વિનાશકારી રૂપે ઓળખવામા આવે છે.અઘોર નો જો સાચો અર્થ તો અ -ઘોર એટલે કે જે ઘોર નથી તે. ભયાનક નથી તેવું થાય છે.તેમ છતાં લોકો તેમના થી ડરે છે.એવું કહેવાય છે કે સરળ સ્વભાવ નું બનવું કોઈપણ વ્યક્તિ માટે સહેલું હોતું નથી.આ અઘોરીઓ સરળ સ્વભાવ પ્રાપ્ત કરવા માટે અનેક કઠોર માર્ગ માંથી પસાર થતાં હોય છે.

તેઓની જીવનશૈલી અને સાધનાના કારણે સામાન્ય વ્યક્તિના મનમાં તેમના માટે ભયની લાગણી જોવા મળે છે. તેથી જ સમાજમાં અઘોરી જોવા મળતાં નથી,તેઓ સમાજથી દૂર જ રહી અને જીવન જીવે છે.સરળ સ્વભાવ કેળવવા માટે તે અતિ કઠોર સાધના તથા તપ કરતાં હોય છે. આ કઠોર સાધના ની પૂર્ણાહૂતિ થયા ની સાથે જ અઘોરીઓ સદાય ને માટે હિમાલયમા જ લીન થયેલા જોવા મળતાં હોય છે અને તેમાં જ રચ્યાં-પચ્યાં રહેતાં હોય છે. તેમના કઠોર ધ્યાન અને સાધના ના ફળ સ્વરૂપે પ્રભુ તેમને દૈવીય શક્તિઓ પ્રદાન કરે છે.અઘોર વિદ્યા એ અત્યંત કઠોર હોય છે.એ સરળતાથી અને તુરંત કોઈપણ વ્યક્તિ ને પ્રાપ્ત થતી નથી.આ અઘોર વિદ્યાને પ્રાપ્ત કરવા માટે દુનિયાની મોહમાયા છોડવી પડે છે અને કઠોર તપસ્યા કરવી પડે છે.

અધોરીઓ મોટેભાગે રાત્રિ સાધના કે દિવસ-રાતની સાધના કરતાં હોય છે.આ તપસ્યા લીન થતાં પૂર્વે તેમણે તમામ મોહમાયા નો ત્યાગ કરવો પડતો હોય છે અને તે અત્યંત આવશ્યક પણ છે.અઘોરી નો એક અન્ય અર્થ એ પણ થાય છે કે જેમનાં હ્રદયમા શુભ અશુભ,સુવાસ દુર્ગંધ, પ્રેમ નફરત  ઈર્ષ્યા મોહ આ તમામ લાગણીઓથી મુક્ત થવું પડે છે.જેમ કે તેમનું સર્વ અસ્તિત્વ જ નાશ પામી જાય છે અને તેમનો એક નવો જન્મ થાય છે.તમામ પ્રકારના વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે અઘોરી સાધુ સ્મશાનમાં રહે છે અને પછી તેઓ હિમાલય અથવા તો જંગલમાં અઘોરી તપસ્યા કરવા માટે જાય છે.

અઘોરી ખાવામાં માંસાહારી અને શાકાહારી હોય છે અઘોરીઓ ખાણીપીણી ની વસ્તુઓમા કોઈ જ પ્રકારની પરેજી પાળતા નથી. રોટલી મળે તો રોટલીનું પણ તે સેવન કરી લે છે અને ખીર મળે તો ખીરનું પણ સેવન કરી લેતાં હોય છે.આ ઉપરાંત બકરાના માંસનું પણ સેવન કરતાં તેઓ ખચકાટ નથી અનુભવતા.આ અઘોરી એક એવા વ્યક્તિ છે કે જેમને સંસાર અંગેનું કંઈ જ ભાન નથી રહેતું તથા ખરાબ કર્મો અને તંત્ર સાધના પણ તેમના દ્વારા કરવામાં આવતા હોય છે.આ સિવાય તેઓ એવું માને છે કે સ્મશાનમા પ્રભુ શિવ નો વાસ હોય છે અને તેમની ઉપાસના તેમને મોક્ષ ની પ્રાપ્તિ કરાવે છે.અઘોરદર્શનનો સિદ્ધાંત એ છે કે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા અને ઈશ્વરને મળવા માટે શુદ્ધતાના નિયમોથી પર જવું પડે છે.

અઘોરીઓ સ્મશાન મા ત્રણ વિવિધ પદ્ધતિ થી સાધના અને ઉપાસના કરતાં હોય છે.સ્મશાન સાધના શવ સાધના અને શિવ સાધના.

સ્મશાન સાધના.

આ સાધનામાં પરિવારના તમામ સભ્યો શામેલ થઈ શકે છે.આ સાધનામા મડદા ની જગ્યાએ મડદાપીઠ ની આરાધના કરવામા આવે છે તેના પર ગંગાજળ અર્પણ કરવામા આવે છે.આ સાધનામા પ્રસાદી સ્વરૂપે માંસ અને મદિરાની સમકક્ષમા માવાનો પ્રસાદ ધરવામા આવે છે.

શવ સાધના.

શવ સાધના એક ખાસ કાળમાં સળગતી ચિતામાં શબ પર બેસીને સાધના કરવામાં આવે છે.શવ સાધના વિશે એવી માન્યતા છે કે આ સાધના કર્યા બાદ શવ બોલવા માંડે છે અને એ તમારી તમામ મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરે છે.આપણે તેને મેલી વિદ્યા તરીકે પણ સંબોધીએ છીએ.શવ સાધનાની ચરમ સીમા પર મડદું બોલી ઉઠે છે અને તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે.

શિવ સાધના.

શિવ સાધનામા શવ પર પગ મૂકીને આરાધના કરવામા આવે છે. ત્યાર પછીની વિધિ શવ સાધના માફક જ હોય છે. આ સાધના પાછળ નું મૂળ તાત્પર્ય છે શિવજીની છાતી પર પાર્વતીજી નો એક પગ. આ સાધનામા મડદા ને પ્રસાદના રૂપમા માંસ અને મદિરા અર્પણ કરવામા આવે છે. અઘોરીઓ પાસે ભૂતપ્રેત થી રક્ષણ માટે એક વિશિષ્ટ પ્રકાર નો મંત્ર હોય છે.આ સાધના પૂર્વે અઘોરીઓ અગરબત્તી ધૂપ ને લગાવી દીપક પ્રજ્વલિત કરતાં હોય છે અને ત્યાર બાદ એ મંત્રનું મંત્રોચ્ચારણ કરતાં હોય છે.

આઘોરીઓનો પહેરવેશ.

તે પોતાના શરીર પર ફક્ત એક નાનું કપડું વીંટી નગ્ન શરીરે જ શહેરમાં ફરે છે.તેમના માટે નગ્નનો મતલબ છે સાંસારિક વસ્તુઓ સાથે લગાવ ન રાખવો.ત્યાર બાદ ચારેય દિશા મા લકીરો તાણવામા આવે છે.ત્યારબાદ ડાકલા તુતઈ વગાડવાનું પ્રારંભ થાય છે અને ત્યારબાદ અઘોરી સાધનામા લીન થાય છે. કફનના કાળા કપડામા લપેટેલી અઘોરી બાબાના ગળામા ધાતુની બનેલી નરમ્મુંડની માળા લટકતી હોય છે.નરમુંડ એટલે કે ખોપરીઓ ની પ્રતીકાત્મક માળાઓ.હાથ મા ચીપીયો કમંડળ તથા કાનમા કુંડળ અને આખા શરીરે રાખ ચોપડતા હોય છે આ અઘોરીઓ એમનું સંક્ષિપ્તમા વર્ણન છે અને આજ એમનું જીવન છે જે દુનિયાની સુખ સુવિધાઓ કંઈક અલગ જ હોય છે.ઘોરપંથીઓ ફક્ત ચાર સ્થળે જ સ્મશાન સાધાના કરતાં હોય છે.આ ચાર સ્થાનો નીચે મુજબ છે.તારાપીઠ નું સ્મશાન.કામાખ્ય પીઠ નું સ્મશાન.રજરપ્પા નું સ્મશાન.ચક્ર્તીર્થ.

તારાપીઠ નુ સ્મશાન.

તારાપીઠનું સ્મશાન જ્યાં અઘોરી બાવાઓ પોતાની સાધના પુરી કરે છે જે કોલકતાથી ૧૮૦ કિલોમીટર દુર અંતરે આવેલ છે.તારાપીઠ ધામની વિશેષતા એ છે કે અહી નું મહાસ્મશાન વીરભુમની તારાપીઠ અઘોરપંથી તાંત્રિકોનું તીર્થસ્થાન છે.અહીં તમને હજારોની સંખ્યામા અઘોર તાંત્રિકો મળી જશે.તંત્રસાધનાની આ ખૂબ જ પ્રખ્યાત જગ્યા છે.તારાપીઠ કે જ્યાં આરાધનાપીઠ પાસે આવેલાં સ્મશાનમા હવન કર્યા વિના બીજી જે પણ સાધનાઓ કરી હોય તે પૂર્ણ ગણવામાં આવતી નથી.

કામાખ્ય પીઠનુ સ્મશાન.

કામાખ્ય પીઠની જગ્યા ને તંત્ર સાધના માટે સૌથી મહત્વપૂર્ણ જગ્યા માનવામાં આવે છે. અહી સાધુ અને અઘોરીઓ આવતા રહે છે.અહી ખુબજ વધારે માત્રામાં કાળો જાદુ થાય છે જે આસામમા સ્થિત છે.કામાખ્ય દેવીનું મંદિર ગુવાહાટી રેલ્વે સ્ટેશનથી ૧૦ કિલોમીટરના અંતરે નીલાચલ પર સ્થિત છે.પુરાતનકાળથી સતયુગી તીર્થ કામાખ્ય વર્તમાનમા તંત્રસિદ્ધિનું સર્વોચ્ચ સ્થાન છે.કાલિકા પુરાણ અને દેવીપુરાણમા કામાખ્ય શક્તિપીઠ ને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે અને આ પણ એક તાંત્રિકો નો ગઢ છે.

રજરપ્પાનુ સ્મશાન.

રાજરપ્પામા છિત્રમસ્તા રાજધાની રાંચીથી 68 કિમી.દૂર દામોદર અને ભૈરવી નદીના સંગમ ઉપર રાજરપ્પા સ્થિત મંદિર દેવી છિન્નમસ્તિકાને સમર્પિત છે.રાજરપ્પાની છિત્રમસ્તાને ભારત ની પરમ શક્તિપીઠ માનવામા આવે છે.પરતું વિદ્વાનોની માહિતી અનુસાર છિત્રમસ્તા ૧૦ મહાન વિદ્ધાઓમાંની એક છે એમાંથી 5 તાંત્રિક અને 5 વૈષ્ણવી છે.તાંત્રિક મહાવિદ્ધાઓમા કામરૂપ કામાખ્યાની ષોડશી અને તારાપીઠની તારા પછી આ નું સ્થાન મહત્વ નું ગણાય છે.અમાસના દિવસે અહીં પૂજારીઓ પોતાની આંગળી કાપીને તેમાંથી નીકળતું લોહી ચઢાવે છે.

ચક્ર્તીર્થનુ સ્મશાન.

મધ્યપ્રદેશ ના ઉજ્જૈન મા ચક્રતીર્થ નામ નુ સ્મશાન આવેલું છે.તાંત્રીકોની દેવી કાલિકાના આ ચમત્કારી મંદિરની પ્રાચીનતાના વિષયમાં કોઈ નહિ જાણતું હોય, તેની સ્થાપના મહાભારતકાળમાં થઇ હતી, પરંતુ મૂર્તિઓ સતયુગ કાળથી છે.ગઢકાલિકાનું સ્થળ એ તાંત્રિકોનો ગઢ માનવામા આવે છે.આ ચક્તીર્થની રાખથી પરોઢે ૪ વાગ્યે મહાકાલેશ્વરની ભસ્મપુજા થાય છે અને ભલભલા ના રૂંવાડા ઊભાં કરી દે એવી આ પૂજા છે.જે મેં મારાં પુત્ર માટે કરેલી જ છે. ઉજ્જૈન મા કાલભૈરવ આને વિક્રાંત ભૈરવ તાંત્રિકોનો ગઢ ગણવામા આવે છે.આ કાલભૈરવના મંદિરમા પ્રસાદી સ્વરૂપે મદિરા આપવામા આવે છે.

શનિ રાહુ કેતુ તથા મંગલ ગ્રહ થી જે વ્યક્તિ પીડિત છે એને ભૈરવ ની સાધના જરૂર કરવી જોઈએ.ગઢકાલિકાનો વિશેષ ઉલ્લેખ તો કાલીદાસે કરેલો જ છે.કારણ કે ગઢકાલિકા એ મહાકવિ કાલીદાસ ની આરાધ્ય દેવી છે.બધીજ ૫૨ શક્તિપીઠો એ તાંત્રિકોની સિદ્ધભૂમિ તો છે જ પરંતુ એ સાથોસાથ કાલીકાના બધા જ સ્થાનો બગલામુખિ દેવીનાં બધાં જ સ્થાનો અને ૧૦ મહાવીદ્યા માતાના બધાં જ સ્થાનો ને તાંત્રિકોનો ગઢ માનવામા આવે છે કેટલાંક તો એમ પણ કહે છે કે ત્રયમ્બકેશ્વર પણ તાંત્રિકોનું તીર્થ સ્થાન ગણાય છે અને ત્યાં પણ કાલભૈરવની ગુફા છે.રાત્રીમાં લાગતા મેળા ઉપરાંત અલગ-અલગ સમય પર ઉત્સવો અને યજ્ઞો નું આયોજન થાય છે.

આ છે તંત્ર ની ૧૦ દેવીઓ છે કે જેમને મહાવિદ્યા ગણવામા આવે છેકાલી,તારા,ષોડશી ભુવનેશ્વરી,છિત્રમસ્તા,ત્રિપુર ભૈરવી,ઘુમાવતી,બગલા મુખી,માતંગી અને કમલા.ભૈરવ ને શિવજી ના ૧૦ રુદ્રાવાતારોમાના એક ગણવામા આવે છે.ભૈરવ ના ૮ વિવિધ સ્વરૂપો છે.અસિતાંગ ભૈરવ,ચંડ ભૈરવ,રુરુ ભૈરવ,ક્રોધ ભૈરવ,ઉન્મત્ત ભૈરવ,કપાલ ભૈરવ,ભીષણ ભૈરવ અને સંહાર ભૈરવ.આ ઉપરાંત ભૈરવ ના ૧૦ રુદ્રાવતાર નીચે મુજબ છે. હાકાલ, તાર,બાલભુવનેશષોડશશ્રીવિદ્યેશ,ભૈરવ,છિન્નમસ્તક,ધુમ્વાન,બગલામુખ,માતંગ અને કમલ.

Previous articleશુ તમે જાણો કે એક સ્ત્રી ના શરીર માં કયા અંગ માં કયું રહસ્ય છુપાયેલુ છે, તમારે જાણવું જોઈએ આ દરેક રહસ્યો વિશે…
Next articleજાણો દુનિયા માં કેટલા પ્રકાર ના પેનીસ જોવા મળે છે.તમને વિશ્વાસ નહિ થાય પણ દુનિયામાં 8 પ્રકાર ના જોવા મળે છે પેનીસ,જાણો તમે પણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here