જાણો બજરંગદાસ બાપના ધામ બગદાણા વિશેની એવી માહિતી જે આજ સુધી તમે નહીં જાણી હોય.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

બગદાણા આજે આ નામ કોણ નથી જાણતું આજે અમે તમને બજરંગદાસ ધામ બગદાણા વિશેની માહિતી આપીશું. ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે. તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય.

લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.તેમના ચમત્કાર પણ ઘણા છે.ઘણી ચમત્કાર ની વાર્તાઓ પણ છે જે તમે જાણી હશે. આ એક એવી જગ્યા છે જ્યાં આવી ને તમે તમારું બધું ટેનશન ભૂલી જશો.અહીં નો માહોલ એવો છે કે તમે બસ અહીં ઘડી બે ઘડી બેસીરિવાની ઈચ્છા થશે.મિત્રો વાત કરીએ વિગતે તો થોડી નજર કરીએ બાપા ના જન્મ થી લઈને થોડીક માહિતી.

ભાવનગરના અઘેવાડા ગામમાં હીરદાસ અને શિવકુંવરબાના ઘરે 1906માં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો.રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું નાનપણનું નામ ભક્તિરામ હતું. તેમણે 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસે દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા.મિત્રો અહીં નું સત પણ ઘણું છે.અહીં ભલભલા લોકોને ભક્તિ નો રંગ લાગીજ જાય છે.

મિત્રો હવે આપણે વાત કરીએ એ વિષય પર જેના થકી બજરંગદાસ નામ પડ્યું.ભક્તિરામ જ્યારે દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામબાપુએ તેમને કહ્યું કે તમે તો ગુરુ અવતાર છો મારે તમને આપવાનું હોય તમારે નહીં.ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમે મને કંઇક આપવા માગતા હોવ તો એવું કંઇક આપો કે મારા મુખે રામનું રટણ ચાલુ જ રહે.

ત્યારે સીતારામબાપુએ તેમને નવું નામ આપ્યું ‘બજરંગી’ અને કહ્યું કે આખું જગત તમને બજરંગદાસના નામથી ઓળખશે.ત્યારથીજી બધા તેમને બજરંગ દાસ ના નામથી ઓળખે છે.બગદાણા માં ભલભલા લોકો ને બાપાસીતારામ નો સત લાગ્યો છે. અહીં ના માનતા લોકો પણ એકવાર આવ્યા બાદ તેને માનવા લાગે છે. ગુરુજ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ બગદાણા આવ્યા.અંદાજે આ વર્ષ 1941નું હતું.બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ બજરંગદાસ બાપાને ગમી ગયા ને ત્યાર પછી અહીં તેઓ કાયમ માટે રહી ગયા.એવું કહેવાય છે કે તેઓએ 1951માં આશ્રમની સ્થાપના કરી હતી.આજે તે આશ્રમ ખુબજ વિશાળ થઈ ગયું છે. આજે આખા જગતભર થી લોકો અહીં આ દિવ્ય ભૂમિ પર પાવન થવા માટે આવે છે.

બાપુ એ જ્યારે આશ્રમ શરૂ કર્યું ત્યારે તેમને સાથે સાથે 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું ત્યારબાદ ત્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનું પ્રવેશદ્વાર વિશાળ છે.બન્ને બાજુ કાંચ છે જ્યારે શિવ અને પાર્વતીની પ્રતિમા મૂકવામાં આવી છે.આ મંદિર ખુબજ સુંદર છે. આજે આખા જગતમાં બાપુને લોકો બાપાસીતારામ ના નામે ઓળખે છે.તો મિત્રો આ હતી બજરંદગદાસ ધામ બગદાણા ની થોડી ક રહસ્યમય વાતો.

Previous articleમસાજ પાર્લરમાં જઈ મોજમજા કરતા લોકોના પગ નીચેથી જમીન સરકી જાય એવો કિસ્સો,જો તમે પણ જતા હોય તો ચેતજો નહીં તો..
Next articleએક મહિલાએ સમાગમ ની ભૂખ મટાડવા એક નહીં પણ અધધધ 15 પુરુષો સાથે કરાવ્યું સમાગમ,પણ 16 માં પુરુષે કર્યું કઈ એવું કે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here