લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
તમે બધા જ ધામમાં ગયા હશો પણ આ એક એવું ધામ છે જ્યાં ખૂબ જ પ્રમાણમા લોકો આવે છે અને જાય છે અને આખી દુનિયામાં બાપા સીતારામ નામ ગૂંજતું કરનાર સંત બજરંગદાસબાપુની કર્મભૂમિ બગદાણા ખાતે હાલમાં પૂજ્ય બાપુની 43મી પૂણ્યતિથિ ઉજવાઈ ગઈ છે અને ગુરુજ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાત ભરમાં ભ્રમણ કરી રહ્યા હતા અને તેઓ આ 1941 માં દરમિયાન બગદાણામાં આવ્યા હતા અને હાલમાં બગદાણામાં આમ તો બારેમાસ ભક્તોનો અવિતર પ્રવાહ ચાલુ રહે છે.અને 1951 માં આ આશ્રમની સ્થાપના કરી હતી અને 1959 માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું પણ અહીંયા બે દિવસ વિશેષ ઉજવણી થાય છે અને આ બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ (પોષ વદ 4) અને ગુરુપુર્ણિમાનો ઉત્સવ અહીં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ સમય દરમિયાન બગદાણામાં ખૂબ જ પબ્લિક હોય છે.
ગુરુ પૂર્ણિમાના દિવસે બગદાણામાં ધામધુમથી ઉજવાય છે અને વાત કરવામાં આવે જો હાલની તો તારીખ 14મી જાન્યુઆરીએ ઉજવાયેલી પૂણ્યતિથિ નિમિત્તે દેશ વિદેશથી લાખો ભક્તો ઉમટી પડ્યા હતા અને આ લોકો દર્શન કરવા માટે આવેલા ભક્તો માટે પ્રસાદ અને ભોજનની સુંદર વ્યવસ્થા જોઈને સૌ કોંઈ અચંબિત થઈ ગયા હતા. 10 હજારથી વધુ સેવકોએ ખડેભગે રહેવા-જમવાની સગવડો સાચવી હતી અને આ મંદિરમાં આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ દિવસે મોટા મેળાઓનું આયોજન થાય છે અને લાખો ભક્તો આવે છે. તહેવારનાં દિવસોમાં ભારે ધસારો જોવા મળે છે. ઉપરાંત વિદ્યાર્થીના વેકેશન પ્રવાસો ચાલુ રહે છે. બગદાણા ધામમાં બાપુની પૂણ્યતિથિ નિમિત્તે ભક્તો માટે 1200 કિલો લાડવા. 1200 કિલો શાક. 5500 કિલો શાક. 5500 કિલો ગાંઠિયા. 3700 કિલો દાળ. 7400 કિલો ભાત અને 11000 કિલો રોટલી બનાવવામાં આવી હતી. ભક્તોને પરંપરાગત રીતે પંગતમાં બેસાડીને ભાવભેર જમાડવામાં આવ્યા હતા. લાખો ભક્તો એક સાથે પ્રસાદ લેવા આવ્યા છતાં ક્યાંય અગવડ દેખાતી નહોતી. હાલના ટ્રસ્ટી મનજીબાપા છે અને જે આશ્રમની જવાબદારી સંભાળે છે અને આ ટ્રસ્ટ તરફથી નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે તેવું કહેવામાં આવ્યુ છે અને અહીં વાત છે સૌરાષ્ટ્રના એક એવા સંતની જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણા ગામમાં આવ્યો છે અને જે ખૂબ જ મોટો છે અને આ ગુરૂઆશ્રમ ખાતે તારીખ 14મી જાન્યુઆરીએ વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતીથી ધાર્મિક કાર્યક્રમોનો આરંભ થયો હતો તેવું કહેવામાં આવ્યું છે અને આ દરમિયાન અહીંયા લોકો ખૂબ જ પ્રમાણમાં આવે છે અને બાદમાં ધ્વજારોહણ અને ગુરૂપુજન કરવામાં આવે છે અને કહેવાય છે કે દર વર્ષે યોજાતી આ નગરયાત્રા ગુરૂઆશ્રમથી સવારે 10.15 વાગ્યે નીકળે છે અને જે આખા બગદાણામાં ફરી હતી અને બાદમાં ભોજન અને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. માટે કહેવાય છે કે સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે.
કહેવામાં આવે છે કે જ્યારે બજરંગદાસ બાપાની પૂણ્યતિથિનો દિવસ આવે છે ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હોય છે અને આવા લાખો ભક્તોએ દર્શનનો લ્હાવો લઈ અને ધન્યતા અનુભવી હતી અને ઘણા ભક્તો સફળતા મેળવતા હતા અને બગદાણામાં 15 હજારથી વધુ સ્વંયસેવકોએ દર્શનાર્થે આવતા ભાવિકોની રહેવા. ભોજન. ચા અને નાસ્તાની સગવડો કરવામાં આવતી હોય છે અને આખો દિવસ ત્યાંજ રહેતા હોય છે અને સેવા કરતા રહે છે. પણ અહીંયા નોંધનીય વાત એ છે કે ચાર દાયકા પહેલાં અહીંયા સંત પૂજ્ય બજરંગદાસબાપા બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે તારીખ 9/1/1977ના રવિવારના વહેલી સવારે બ્રહ્મલીન થયા હતા એવું કહેવાય છે અને આ દિવસે વિક્રમ સંવત મુજબ પોષ માસની વદ ચોથની તિથી હતી તેવું માનવામાં આવે છે અને આ મુજબ દર વર્ષે બાપાની પૂણ્યતિથિ ઉજવવમાં આવતી હોય છે.
અહીં વાત છે સૌરાષ્ટ્રના એક એવા સંતની જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણા ગામમાં આવ્યો છે. જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે પૂજ્ય બજરંગદાસપાપાનું જીવન શ્રદ્ધાળુઓને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે. કહેવામાં આવે છે કે બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા હતા કે તેઓએ સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય કે જ્યાં બાપાની મઢુલી ન હોય અને આ લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે ઓળખે છે. ભાવનગરના અઘેવાડા ગામમાં હીરદાસ અને શિવકુંવરબાના ઘરે 1906માં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી કુટુંબ રહેતું હતું અને રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું નાનપણનું નામ ભક્તિરામ હતું. તેમણે 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસે દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા.
નાનપણથી જ ભક્તિરામનાં મનમાં માતા-પિતાનાં સંસ્કાર હતા. ખરેખર તેમના નામ પ્રમાણે ગુણ પણ હતા. ભક્તિરામ જ્યારે દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામબાપુએ તેમને કહ્યું કે તમે તો ગુરુ અવતાર છો મારે તમને આપવાનું હોય તમારે નહીં. એક સવારે ભક્તિરામ મોડે સુધી સુઈ રહ્યા તો પિતા હિરદાસ અને માતા શીવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો. ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમે મને કંઇક આપવા માગતા હોવ તો એવું કંઇક આપો કે મારા મુખે રામનું રટણ ચાલુ જ રહે. પણ ગુરુજ્ઞાન લીધા પછી પણ બજરંગદાસ બાપા ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા અને આ દરમિયાન તેઓ બગદાણા પાંછાં આવ્યા હતા અને પછી લગભગ અંદાજે આ વર્ષ 1941નું હતું અને અહીં બગદાણા ગામ. બગડ નદી. બગડેશ્વર મહાદેવ. બગદાલમ ઋષિ બજરંગદાસ બાપાને ગમી ગયા ને ત્યાર પછી અહીં તેઓ કાયમ માટે રહી ગયા હતા એવું કહેવાય છે કે તેઓએ 1951માં આશ્રમની સ્થાપના કરી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી ત્યાં ખૂબ જ લોકો આવે છે અને જાય છે.
1959માં અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું હતું અને અહીંયા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ પછી આ મંદિરમાં આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેની ખાસ નોંધ રાખવામાં આવે છે અને આ મંદિરનું પ્રવેશદ્વાર વિશાળ છે આટલુ જ નહીં પણ અહીંયા બન્ને બાજુ કાચ છે અને જ્યારે શિવ અને પાર્વતીની પ્રતિમા મૂકવામાં આવી હતી ત્યારે અહીંયા સમય ગયે ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા હતા અને કહેવામાં આવે છે કે તેઓએ 1977માં દેહત્યાગ કર્યો હતો અને પીછી અહીંયા બગદાણામાં બે ધર્મશાળા પણ ખોલવામાં આવી હતી અને જે ખૂબ જ મોટી છે.
જેમાં જોવા જોઈએ તો 100 રૂમ છે અને રહેવાની કોઈ પણ જાતની ફી નથી બીજી વાત એ છે કે ભોજનાલય 24 કલાક ધમધમે છે અને બગદાણા આશ્રમ મહુવાથી 32 કિમી દૂર આવેલ છે અને ભાવનગરથી જોઈએ તો 78 કિમી થાય છે અહીંયા જવા માટે તમે કોઈપણ સાધનમાં પહોંચી શકો છો અને આ ઉપરાંત ગુજરાતનાં અન્ય મોટાં શહેરો ભાવનગર. રાજકોટમાંથી સીધી બસ મળી શકે છે અને રાજકોટથી જનાર આટકોટ. બાબરા અને પાલિતાણા વાયાથી અહીં જાય છે.