જાણો હાર્ટ એટક આવ્યો છે એ તમને કેવી રીતે ખબર પડશે,જાણો એના લક્ષણો શુ છે,અને આ રીતે તમે એનાથી બચી પણ શકો છો….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

જીવન જીવવા માટે ઓક્સિજન લેવાનું કેટલું મહત્વનું છે તે તો બધાને ખબર જ છે.આ માટે હૃદય સંપૂર્ણ સ્વસ્થ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.હૃદય અન્ય અવયવો કરતા ઘણી વધારે ક્ષમતાવાળા ઓક્સિજનનો ઉપયોગ કરે છે.હૃદયમાં પ્રવેશતા તમામ ઓક્સિજનમાંથી 80 ટકા તેનો ઉપયોગ થાય છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા હૃદયની ઓક્સિજન વપરાશની ક્ષમતા અન્ય કોઈપણ અવયવો કરતા ત્રણ ગણી વધારે છે.હૃદય માં માયોકાર્ડિયમ એ એકમાત્ર એવું સ્નાયુ છે જે સતત કાર્ય કરે છે અને જીવનભર નોન-સ્ટોપ કામ કરે છે.મ્યોકાર્ડિયમને મોટા પ્રમાણમાં પોષક તત્વોની જરૂર હોય છે, આ પોષક ધમનીઓ દ્વારા પ્રાપ્ત થાય છે.જે સીધી મહાધમણીઓથી જોડાયેલ હોઈ છે.તેને કોરોનરી ધમનીઓ કહેવામાં આવે છે અને તે હૃદયની બાહ્ય સપાટીને આવરે છે અને સતત લોહીનું વહન કરે છે.હાર્ટ એટેક ધરાવતા વ્યક્તિના હાર્ટ સ્નાયુઓ અવરોધિત થાય છે અને આ તે એ સમયે થાય છે જ્યારે લોહીનું ગંઠાઇ જવાનું શરૂ થાય છે જેના કારણે હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેક પાછળના ઘણા કારણો છે, પરંતુ ઘણા લોકો તેના લક્ષણોને સમજી શકતા નથી અને ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ જાય છે.હાર્ટ એટેકનાં લક્ષણોમાં શામેલ છે.બેચેની થવી, દબાણયુક્ત લાગણી, ભારેપણું, તમારા હાથમાં દુખાવો,છાતીમાં જકડતા અથવા પીડા, અપચો, પગ દુઃખવા અને પગનો સોજો, વધારે પરસેવો થવો, પેટ ખરાબ થવું, ઉલટી થવી અથવા ચક્કર આવવા, અચાનક આંખો સામે અંધારું લાગે, કમજોરી લાગવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, અથવા ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસમાં કમી, શારીરિક કામમાં જલ્દી થાક લાગવો.કેટલાક હાર્ટ એટેક સાથે, તમને કોઈ લક્ષણો દેખાતા નથી.જે લોકોને ડાયાબિટીઝ હોય છે તેમની અંદર વધુ જોવા મળે છે. હાર્ટ એટેક એ એક ગંભીર સમસ્યા છે.ઘણી વાર તેમાં તાત્કાલિક સારવાર લીધા પછી પણ વ્યક્તિનું જીવન બચી શકતું નથી.જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખો છો તો પછી તમે હાર્ટ એટેકના લક્ષણો ઓળખી શકો છો.હાર્ટ એટેકના કારણો, ધૂમ્રપાન.ધૂમ્રપાન કરનારા લોકોને સામાન્ય લોકો કરતા વહેલો હાર્ટ એટેક આવે છે.હાઈ કોલેસ્ટરોલ.જે લોકોને કોલેસ્ટરોલની સમસ્યા હોય છે તેમને પણ હાર્ટ એટેક આવી શકે છે, એ ત્યારે થાય છે જ્યારે તમારા શરીરમાં એલડીએલ કોલેસ્ટરોલનું પ્રમાણ વધે છે.જાડાપણું.આ પણ તેના લક્ષણોનું એક કારણ છે, તમારું મેદસ્વીપણું તમારા શરીરમાં ઘણી બધી બીમારીઓનું કારણ બને છે.કસરતનો અભાવ.જ્યારે તમે તમારા રૂટિનમાં બિલકુલ કસરત ન કરતા હો ત્યારે પણ આ તમને થઈ શકે છે.આલ્કોહોલનું સેવન.જે લોકો વધારે આલ્કોહોલ લે છે તે ડાયાબિટીઝ અને કિડનીની નિષ્ફળતાથી પણ પીડાઈ શકે છે.ટેંશન.તમારા જીવનમાં ટેંશન ડાયાબિટીઝ જેવી અનેક બીમારીઓનું કારણ બને છે અને તેનાથી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થાય છે.

હાઈ બ્લડ પ્રેશર.જે લોકોને બ્લડપ્રેશરની સમસ્યા હોય છે તેમને સામાન્ય લોકો કરતા વહેલા હાર્ટ એટેક આવે છે. તેથી તેમણે તેમના બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું જોઈએ. તમારો અયોગ્ય આહાર અને અનિયમિત દિનચર્યાઓ પણ આ પાછળનું મુખ્ય કારણ છે.

હૃદયને સ્વસ્થ કેવી રીતે રાખવું.જો તમે હાર્ટ એટેકથી બચવા માંગો છો તો તમારે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો પડશે. તમારી ઘણી ખોટી આદતો તમારા હાર્ટ એટેકનું જોખમ વધારે છે.ગતિહીન જીવનશૈલી ચોક્કસપણે હાર્ટ એટેકની સંભાવનામાં વધારો કરી શકે છે. તમારે એવી ટેવ વિકસાવી જોઈએ કે જે સુનિશ્ચિત કરે છે કે તમારું હૃદય સ્વસ્થ છે કે નહીં.

ધૂમ્રપાન બંધ કરો.જો તમે ધૂમ્રપાન કરો છો તો એ ન કરો.જો તમારા ઘરના કોઈ બીજા ધૂમ્રપાન કરે છે તો તેમને ધૂમ્રપાન છોડવા માટે પ્રોત્સાહિત કરો.આપણે જાણીએ છીએ કે તે અઘરું છે.પરંતુ જો તમે હાર્ટ એટેક અથવા સ્ટ્રોકથી બચવા માંગતા હો તો તમારે આવું કરવું પડશે.

લો બ્લડ પ્રેશર.જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે મોટાભાગના લોકોને આ સમસ્યા હોય છે. હું તમને જણાવુ કે સ્ટ્રોકની રિકવરી સૌથી મુશ્કેલ છે. તમારા ડૉક્ટર દ્વારા આપવામાં આવતી દવાઓ સમયસર લો. તમારું બ્લડ પ્રેશર તમારા હૃદયને વધુ કામ કરવા માટે દબાણ કરી શકે છે, તેથી તેને નિયંત્રણમાં રાખવું મહત્વપૂર્ણ છે, સામાન્ય બ્લડ પ્રેશરનું રીડિંગ 120/80 mmHg કરતા ઓછું હોય છે.

વજન ઓછું કરવું.

જો તમારું વજન વધારે છે, તો પહેલા તેને ઓછું કરો. મેદસ્વીપણાથી તમારા હૃદયરોગનું જોખમ વધે છે. જાડાપણું તમારા બ્લડ પ્રેશરને પણ અનિયંત્રિત કરે છે, જાડાપણું તમારા હૃદયનું આરોગ્ય બગાડે છે. વજન ઓછું કરવા માટે તમારી જાતને વધુ શારીરિક પ્રવૃત્તિઓમાં સામેલ કરો. હૃદયને સ્વસ્થ રાખવા માટે તમારે ફક્ત થોડાક નાના ફેરફારોની જરૂર છે.

તણાવ ઓછો કરો.કેટલાક અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે જે વ્યક્તિઓ ટેંશન લે છે તેમને ઘણીવાર કોરોનરી હ્રદયરોગ વહેલો થતો હોય છે. જે હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમી પરિબળોને પ્રોત્સાહન આપે છે. ઉદાહરણ તરીકે, ટેનશનમાં રહેલા લોકો વધુ ખોરાક ખાઈ શકે છે, ધૂમ્રપાન કરવાનું પ્રારંભ કરે છે.

યોગ્ય ખોરાક પસંદ કરો.હાર્ટ એટેકના જોખમને ઓછું કરવા માટે, તમારે તમારા આહારમાં તંદુરસ્ત ખોરાક લેવો જોઈએ, જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ચરબી, શુગર અને મીઠાની માત્રા ઓછી લેવી. તમારા આહારમાં તાજી શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.

આલ્કોહોલનું સેવન ઓછું કરો.વધુ પડતું આલ્કોહોલ પીવાથી બ્લડ પ્રેશર વધી શકે છે, કાર્ડિયોમાયોપથી, સ્ટ્રોક, કેન્સર અને કિડની બગડે છે, તે અન્ય રોગોમાં વધારો કરી શકે છે, તે હાઈ ટ્રાઇગ્લાઇસેરાઇડ્સને પ્રોત્સાહન આપે છે અને તે તમારા ધબકારાને અનિયમિત કરી શકે છે. વધુ પડતા આલ્કોહોલનું સેવન જાડાપણું, આત્મહત્યા અને અકસ્માતોમાં યોગદાન આપે છે.

Previous articleદેવગુરુ બુહસ્પતિ કરશે મકર રાશિ માં પ્રવેશ,જાણો કઈ રાશીઓને થશે લાભ, અને કઈ રાશીઓને થશે નુકસાન..
Next articleકોવિડ-19: જાણો કોરોના પર 5 દિવસ બાદ સારા સમાચાર,અને 5 ખરાબ સમાચાર,જાણો 10 મોટી વાતો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here