લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આમતો ગુજરાતના દરેક શહેરમાં અથવા તો વિસ્તારમાં એક એવું ધામ હોય છે જ્યાં તમામ વિસ્તારના લોકો અને અન્ય લોકો પણ ભક્તિનો આનંદ લેવા આવે છે.ભક્તિ અને શક્તિનું કેન્દ્ર એટેલ સોરઠ.અહીની ધરાએ શુરવીરો સાથે અનેક સંતો પણ આપ્યા.સોરઠના આવા સંતોમાં સેવાની સરવાણી વહેવડાવનાર આપાગીગાનું નામ પહેલા આવે અને આ અપાગીગાનું નામ ગુજરાતમાં કોઈ સાંભળ્યું ના હોય તેવું બનીજ ના શકે.
તેઓ એ 200 વર્ષ પહેલા સતનો આધાર એવા સતાધારમાં દિનદુખિયાના બેલી બની સેવા યજ્ઞ શરૂ કર્યો. ભુખ્યાને ભોજન આપવું દુખિયાનું જતન કરવું અને અબોલ પશુઓનું પાલન કરવું આજ સતાધારનો મુખ્ય ધર્મ છે. અને માટેજ અહીં આ તમામ ધર્મ નું ચુસ્ત પણે પાલન કરે છે. અહીં ના માત્ર આજુબાજુ ના વિસ્તાર ના પરંતુ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્ય ના લોકો પણ દર્શને આવતા જોવા મળે છે.
આગળ આપડે વાત કરીએ ગીગા બાપા ના જન્મ થી લઈને સત નો આધાર સતાધાર બનાવ સુધી ની કહાની.આપાગીગા તેમની માતાના ગર્ભમાં હતા ત્યારે સોરઠમાં ભયંકર દુકાળ પડ્યો, તેમના પિતા ઢોર ઢાખરને લઈ દેશાવર નિકળી પડ્યા, તેમની માતા ચલાલા સબંધીના ઘરે રોકાવા જતા રહ્યા. તે સમયે આપા ગીગાનું જન્મ થયો, સબંધીઓ મોઢું ફેરવું લીધું અને માતાએ પુત્ર ગીગાને લઈ ચલાલાના આપાદાના આશ્રમમાં પોતે ગીગા બાપ ને લઈને વિષામો કર્યો.
આપાદાનાએ ગીગાને પુત્રની જેમ ઉછેર્યો.અન્ય કોઈ ઉપાય હતો નય માટેજ માતા ત્યાં ના ત્યાં રહેવાનું નક્કી કરેછે ત્યાં આપાદાના ગીગા બાપ ને પોતાના સગા પુત્રની જેમ મોટા કરે છે. નાનપણ થીજ ગીગા બાપ ને ભક્તિમાં વધારે રુચિ હતી. ગીગા બાપાની ભક્તિ અને સત જોઈ આપાદાનાએ તેમને શિષ્ય બનાવી અને એક ખાસ ગુરુ મંત્ર આપ્યો.પછી આપા દાનાએ આપાગીગાને કહ્યું હવે નવી જગ્યાએ જગ્યા બાંધી લોકોની સેવા કરો.
આપાદાનાને પગે લાગી આપાગીગા 108 ગાયોને લઇને ચલાળાથી નીકળ્યા.ફરતા-ફરતા તેઓ આંબાઝર નદીના કાંઠે ઝૂંપડી બાંધીને રહ્યાં. ત્યાં પણ તેમની આપર ભક્તિ ભાવના ને ચલતે તેઓનું તેજ અનોખું લાગતું હતું. વાત કરીએ વધુ માં આગળ તો ગીગા બાપા ઇ.સ. 1800માં સતાધાર આવ્યા હતા અને લોકસેવા શરૂ કરી.તેમણે અનેક પરચા આપ્યા.અનેક લોકો જે ભગવાન માં પણ માનતા ના હતા તેવા લોકોને સાક્ષાત ભગવાન ના દર્શન કરાવ્યા હતા.
તેમની પાસે એક દૈવ્ય શક્તિ હતી જે તેમને મહાદેવ અને ગુરુ શ્રી દાન મહારાજ પાસેથી મળી હતી.તેઓ માત્ર લોકસેવા જ નહીં પરંતુ ગૌસેવા પણ કરતા હતા. તેમણે ત્યાં મહાદેવ મંદિર બનાવડાવ્યું. કોઈ પણ સમયે કોઈ પણ આવે તેને ભોજન પૂરુ પાડવામાં આવતું. સતાધારના ભંડાર કપરાકાળમાં પણ ખૂટ્યા નથી.અહીં એક ખાસ વાત એ પણ છે કે લેનાર કોણ છે તે દેનારને ખબર નથી અને દેનાર કોણ છે તે લેનારને ખબર નથી.