જાણો શિવજી ના આ ચમત્કારી મંદિર વિશે,કે જ્યાં દિવસ મા બે જ વાર થાય છે મંદિર ના દર્શન,જાણો ક્યાં આવેલ છે આ મંદિર….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આમ તો ભારતમાં એવા અનેક પ્રાચીન અને ચમત્કારિક મંદિર છે, જે પોતાની ખાસિયતો માટે દુનિયાભરમાં વખાણવામાં આવે છે.અને તેમાંય તમે શિવજી સાથે જોડાયેલા ઘણા ચમત્કારો અને મંદિરો વિશે સાંભળ્યું જ હશે.શિવજી ના ચમત્કાર સાથે જોડાયેલ અનેક મંદિર ગુજરાતમાં છે. તેમાંનું એક મંદિર છે તે આ તો ચાલો અમે તેમના વિશે તમને કહીએ.શિવજીનું આ અનોખુ મંદિર ગુજરાતના ખભાતના અખાતના દરિયા કિનારે આવેલું છે. આ ચમત્કારિક મંદિર દિવસમાં બે વાર સવાર અને સાંજે સમુદ્રના પાણીથી ડૂબી જાય છે અને ફરી પ્રગટ થઈ જાય છે. આ મંદિરને સ્તંભેશ્વર મહાદેવ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે.

દિવસમાં બે વાર સમુદ્રમાં ગાયબ થઈ જાય છે આ મંદિર.આ મંદિર સમુદ્રની લહેરોમાં પોતાની મેળે જ ગાયબ થઈ જાય છે એટલે કે સમુદ્રનું પાણી તેની ઉપર ફરી વળે છે. અને થોડીવાર પછી પાણી તેની જાતેજ પાછું વળી જાય છે. આવું દિવસમાં ફક્ત બે વાર થાય છે.

સમુદ્ર દિવસમાં બે વાર કરે છે શિવલિંગનો અભિષેક.આ મંદિર સમુદ્રના કિનારા ઉપર આવેલું હોવાથી. સમુદ્રમાં ચોવીસ કલાકમાં બે વખત ભરતી અને ઓટ આવે છે.જેના કારણે જ્યારે ભરતી આવે ત્યારે સમુદ્રનું પાણી મંદિર માં આવીને શિવલિંગ ઉપર બે વાર અભિષેક કરે છે. અને જ્યારે ઓટ આવે ત્યારે આજ પાણી તેની જાતે પાછું વળી જાય છે.જ્યારે ભરતી આવવાની હોય ત્યારે ત્યાં કોઈને પણ જવાની અનુમતિ આપવામાં આવતી નથી.

આ મંદિર લગભગ 150 વર્ષ જૂનું પ્રાચીન છે.

સ્તંભેશ્વર મહાદેવ મંદિર લગભગ 150 વર્ષ જૂનું અને પ્રાચીન છે અને આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ ચાર ફૂટ ઊંચુ છે કહેવામાં આવે છે કે આ અનોખા મંદિરનું નિર્માણ ખુદ શિવજીના પુત્ર કાર્તિકેય દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્તિકેય દ્વારા શિવજી ના મોટા ભક્ત નો વધ થઈ જાય છે એટલે કે એક અસુરનો. ત્યારે તે ભૂલનું પ્રાયશ્ચિત અને ક્ષમા માંગવા માટે કાર્તિકેયે આ મંદિર બનાવ્યું હતું.અને આજે પણ આ ભવ્ય મંદિર હયાત છે.

આ છે કારણ.

આ મંદિર નું પાણી માં સમય જવું તે એક પ્રાકૃતિક નિયમ પ્રમાણે છે. દિવસમાં ઓછામાં ઓછું બે વાર સમુદ્ર સ્તર એટલું વધી જાય છે કે મંદિર સંપૂર્ણ રીતે સમુદ્રમાં ડૂબી જાય છે અને ત્યાર બાદ થોડીક જ કલાકોમાં સમુદ્રનું જળ સ્તર ઘટી જાય છે અને મંદિર ફરીથી નજરમાં આવવા લાગે છે. આ ઘટના રોજે સવારે અને સાંજે આમ બે વાર થાય છે. શ્રદ્ધાળુ લોકોનું કહેવું છે કે આ ઘટના સમુદ્ર દ્વારા શિવજીનો અભિષેક કરે છે એવું કહે છે. ભક્તો દૂરથી જ આ નજારાને જુએ છે.

આ મંદિરના નિર્માણ સાથે જોડાયેલી અનેક કથાઓ છે.જે આપણે જાણીએ.

આ મંદિરના નિર્માણ થી જોડાયેલી કથા શાસ્ત્રો અનુસાર સ્કંદપુરાણમાં જોવા મળે છે. શાસ્ત્રો કથાના અનુસાર રાક્ષસ તાડકાસુર કઠોર તપસ્યા ના બળથી ભગવાન શિવજી પાસેથી એ આશીર્વાદ પ્રાપ્ત કર્યો કે તેનું મૃત્યુ ત્યારે જ સંભવ છે જ્યારે શિવપુત્ર જ તેની હત્યા કરે. એના સિવાય કોઈ તેને મારી ના શકે.ભગવાન શિવે તેને વરદાન આપ્યું આશીર્વાદ મળતાની સાથે જ તાંડકાસુરે બ્રહ્માંડમાં ઉત્પાત મચાવવાનું શરૂ કરી દીધુ.અને મનુષ્ય અને દેવો હેરાન કરવાનું ચાલુ કર્યું.

તેજ દરમિયાન શિવ ના તેજ ઉત્પન્ન કાર્તિકેય નું પાલન પોષણ કૃતિકા ઓ દ્વારા થઈ રહ્યું હતું. તેના ઉત્પાતથી લોકો ને મુક્તિ અપાવવા માટે કાર્તિકેયે તારકાસુર નો વધ કર્યો પરંતુ જેવું જ તેમને જ્ઞાત થયું કે તાડકાસુર શિવજીના ભક્ત હતા તે વ્યતીત થઈ ઊઠ્યા અને ત્યારે તેમને દેવતાઓએ માર્ગદર્શન આપ્યું કે તેમણે મહીસાગર સંગમ તીર્થ ઉપર વિશ્વનંદક સ્તંભની સ્થાપના કરવી જોઈએ. આ સ્તંભ મંદિર આજે સ્તંભેશ્વર મંદિરના નામથી વિખ્યાત છે.

Previous articleવાંચો આ રોચક માહિતી કે શુ ભારત સોનભદ્રના સોનાનો ભંડાર મેળવીને દુનિયા નો બીજો સોના નો નું ઉત્પાદક કરતો બીજો દેશ બનશે,એક વાર જરૂર વાંચો..
Next articleઆ રાશિઓ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી એક સાથે થયા પ્રસન્ન,થશે ધન નો વરસાદ,ચમકી જવાનું છે કિસ્મત…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here