તક્ષશિલા અગ્નિકાંડ ના દેવદૂત જતીન નાકરાણીની મદદે આવ્યું આખું ગુજરાત, 2 જ દિવસમાં થયો પૈસાનો વરસાદ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

24 મેં 2019 ના દિવસે સુરતના સરથાણા જકાતનાકા પાસે તક્ષશિલા ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટના બની હતી. જેમાં 22 નિર્દોષ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઘટનામાં જતીન નાકરાણી નામના યુવકે પોતાના જીવના જોખમ લઈને 14 બાળકોને બચાવ્યા હતા અને ત્યારબાદ તેને ચોથા માળેથી કૂદકો માર્યો હતો અને તેને કારણે તે કોમામાં જતા રહ્યા હતા.

હાલ આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઈ છે કારણ કે દવાખાનાના ખર્ચા વધતા ગયા અને કમાવાવાળુ કોઈ રહ્યું નહિ. તેની સારવાર કરવા માટે પરિવાર પાસે પૈસા પણ નથી થોડા દિવસ પહેલા જ બેન્ક લોન ન ભરી શકવાને કારણે ઘરને સીલ કરવાની નોટીસ આવી હતી.

અત્યારે અલગ-અલગ ફાઉન્ડેશનના આગેવાનો દ્વારા જતીન નાકરાણીના પરિવારની મદદ કરવા માટે આગળ આવ્યા છે અને તેની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી માનવ મંદિર પરિવારના એક સભ્ય દ્વારા જાહેરાત કરી કે જ્યાં સુધી તે કામ કરવાની સ્થિતિમાં નહિ આવે ત્યાં સુધી અમે દર મહિને 11111 રૂપિયાની મદદ કરશું.

આ ઉપરાંત તક્ષશિલા ક્લાસમાં અભ્યાસ કરતી પાયલ જીવણી ત્રણ મહિના પહેલા યુએસ શિફ્ટ થઇ છે. તેને 15000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ ઉપરાંત બેંકના ખાતામાં 5 લાખ જમા થયા હતા. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ વાર 5 લાખ, ડાયમંડ કરિયર ફાઉન્ડેશન દ્વારા 6 લાખ, કાઠીયાવાડી મિત્ર મંડળ દ્વારા 5 લાખ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ પણ 5 લાખની સહાય કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here