જીગ્નેશ દાદાની જીવન કથા, ક્યારેય ના સાંભળી હોય તેવી વાતો, શું તમે જાણો છો જીગ્નેશ દાદાની ………

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના જાણીતા કથાકાર જીગ્નેશ દાદા વિષે. જીગ્નેશ દાદા નું નામ માત્ર ગુજરાતમાં જ નહિ પણ વિશ્વના ખૂણે ખૂણે પ્રસિદ્ધ થઈ ગયું છે.  ખાસ કરીને તેના ભજનો દ્વારિકા નો નાથ, ભાઈબંધી, તાળી પાડો તો મારા રામની રે જેવા અનેક ભજન ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા છે. જીગ્નેશદાદા એ યુવાનોને પણ ભજન સાંભળવા મજબૂર કરી દીધા છે. તેની કથા સાંભળવી નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકને ખુબ જ ગમે છે.

જીગ્નેશ દાદા માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ વિશ્વના ખૂણે ખૂણે પોતાની કથા કરે છે. જીગ્નેશ દાદા નો જન્મ 25 માર્ચ 1987ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના કારીયાચડ ગામમાં સાધારણ પરિવારમાં થયો હતો. તેના માતાનું નામ જયાબેન અને પિતાનું નામ ભાઈશંકરભાઈ છે. જીગ્નેશ દાદા ના પુત્ર નું નામ હિતાર્થ છે. તેનું પૂરું નામ જીગ્નેશભાઈ ભાઈશંકરભાઈ ઠાકર છે. તેને એક ધર્મની બહેન પણ છે.

જીગ્નેશ દાદાના બાળપણમાં માતા-પિતાની પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાના પોતાનું પ્રાથમિક શિક્ષણ રાજુલા જાફરાબાદમાં પૂરું કર્યું. એરોનોટિકલ એન્જિનિયર કરતા હતા તેઓ વધુ અભ્યાસ છોડીને કથા કરવાનું શરૂ કરી દીધું. તેણે સંસ્કૃત પ્રોફેસર તરીકે પર નોકરી કરી હતી. જીગ્નેશ દાદા નાની ઉંમરે કથા કરવાનું શરૂ કરી હતી.

હાલ જીગ્નેશ દાદા સરથાણા જકાતનાકા પાસે વરાછા સુરત માં રહે છે. જીગ્નેશ દાદા ને એક પુત્ર છે ગુજરાતના જાણીતા કથાકાર જીગ્નેશ દાદા નું નામ મોખરે આવે છે. જીગ્નેશ દાદાએ 100થી વધારે કથા કરે છે અને 150થી વધારે એવોર્ડ પણ મળી ચુક્યા છે. જીગ્નેશ દાદા ઘણા બધા જીવનમાં ઉતારવા લાયક સુવિચારો પણ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here