લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
જ્યારે તમે સવારે સુઈને ઉઠો તો સૌથી પહેલા તમારે પાણી પીવાનું છે.આમ તો આયુર્વેદમાં આ સુત્રમાં જે શબ્દનો ઉપયોગ થાય છે. તેનું નામ ઉષાપાન છે.ઉષાપાનનો મતલબ થાય છે.સવારે જ્યારે તમે સાડા ચાર વાગે ઉઠો છો.તે સમયને ઉષા સમય કહેવામાં આવે છે.તો તમે ઉષા કાળમા પાણી પીવો તો તેને ઉષાપાન કહેવામાં આવે છે.આમ,તો સવારે ઉઠવાનો સમય સાડા ચાર વાગે જ છે અને ઉઠીને પાણી પીવું જોઈએ.જો તમે નથી ઉઠી શકતા તો જ્યારે ઉઠો ત્યારે પાણી પીવું જોઈએ.
મતલબ એ છે કે તમારા દિવસની શરૂઆત પાણીથી કરો.ચા થી નહિ,કોફી થી નહી,દિવસ શરૂ થવો જોઈએ પાણીની સાથે.પીવાનો ઉપાય તમને આગલી પોસ્ટમાં બતાવવામાં આવ્યો હતો.પાણી હંમેશા બેસીને પીવું જોઈએ અને ધીમે ધીમે પીવું જોઈએ.જેમ ચા પીવો છો અથવા ગરમ દુધ પીવો છો તેવી રીતે જ.ધીરે ધીરે પાણી પીવું જોઈએ.અને પાછલી પોસ્ટમાં કહ્યું હતુ કે માટીના ઘડાનું પાણી પીવું જોઈએ.
હવે અમે વાત કરીએ છીએ કે સવારે ઉઠીને તમારે ક્યુ પાણી પીવું જોઈએ.હવે તમારા મનમાં એક પ્રશ્ન થશે કેટલું પાણી પીવું જોઈએ.આયુર્વેદ કહે છે કે ઓછામાં ઓછું સવા લીટર (ચાર ગ્લાસ)પાણી તમે કહેશો કે આટલું પાણી પીવાનું મારા બસમાં નથી.આ મારાથી નહિ થાય.તમે એક ગ્લાસથી શરૂઆત કરો.પહેલા એક ગ્લાસ પીવાની આદત પાડી દો.એની આદત તમને થોડી દિવસોમાં પડી જશે.આપણું આ શરીર છે તે એટલું ફ્લેકસીબલ છે કે તમે તેને જેવી આદત પાડો તેવી પડી જશે.એક ગ્લાસ શરૂ કરો થોડા દિવસો એક ગ્લાસ પીતા રહો પછી થોડા થોડા દોઢ ગ્લાસ પીવો પછી બે ગ્લાસ કરો પછી અઢી ગ્લાસ કરો.વધારતા જાઓ.અને ચાર ગ્લાસ સુધી પીવો.તમે કહેશો કે સવારે તરસ નથી લાગતી તરસ વગર કેમનું પીવાય.
જો તમે રોજ સવારે ઉઠીને જ પાણી પીવો તો તેના ત્રણ કારણ છે.પહેલું કારણ એ છે કે રાત્રે તમે સુઈ ગયા અને મોં માં જે લાડ બની,તે અંદર નહીં જાય અને આમ તેમ જમા રહેશે.ઉઠીને તમે પાણી પીવો તો જે લાડ તમારા મોં માં જમા છે તે શરીરની અંદર જતી રહેશે.અને સવારની લાડ સૌથી સારી હોય છે.તે પુરા દિવસમાં સારી માનવામાં આવે છે.
બીજો ફાયદો એ છે કે રાજીવ ભાઈએ આગલા વિડીયોમાં કહ્યું હતું કે સવારે વાયુનો પ્રકોપ હોય છે.સવારે ઉઠતા જ પાણી પીવો તો વાયુ નો પ્રકોપ ત્યાર સુધી શાંત રહેશે જ્યાં સુધી પાણી છે તો વાયુ વધારે તકલીફ નહિ કરે.અને ત્રીજો ફાયદો એ છે કે જેવું તમે પાણી પીશો આંતરડા સુધી જશે.કારણ કે વચ્ચે કોઈ રુકાવટ નથી.આ પાણી આંતરડાને સાફ કરે છે અને તમારી આંતને પણ સાફ કરશે.અને આ તમને પહેલાથી જ ખબર છે કે રોજ તમારી આંત સાફ થાય તો તમારી જીદંગીમાં કોઈ રોગ આવશે નહિ.એટલે સવારે ઉઠીને તરત પાણી પીવાની આદત બનાવો.અને તેને સખત રીતે પાલન કરો.એક ગ્લાસથી શરૂ કરવાનું છે અને ધીરે ધીરે ચાર ગ્લાસ સુધી લેવાનું છે.