જો રાજસ્થાન સરકાર આ કદમ ના ઉઠાવ્યો હોત તો આજે ભારત ઇટલી હોત,રાજસ્થાને આ રીતે બચાવ્યો દેશ….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે. આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ ,શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે. મિત્રો આમ આ રાજસ્થાન ની રાજધાની જયપુરથી લગભગ 250 કિલોમીટર દૂર એક જિલ્લો ભીલવાડા આવેલો છે.અને આ કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ અહીંયા પણ જોવા મળ્યા હતા.મળતી માહિતી મુજબ આમ તો શરૂઆતમાં એવું લાગતું હતું કે આમ આ ભારતનું ઇટલી બની જશે.પણ 18 માર્ચ સુંધી અહીંયા કોરોના સંક્રમણના કોઈ કેસ નોહતા પણ 30 માર્ચ આવતાં સુંધી તો લગભગ 26 જેટલા લોકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું હતું.અને આમ આ સરકાર સાથે સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક હલચલમાં આવી ગયું અને આમ અહીં કરફ્યુ લગાવવાનો રિપોર્ટ મોકલ્યો સરકારની પાસે પણ કરફ્યુ સિવાય બીજો કોઈ જ રસ્તો નોહતો બચ્યો.પરંતુ આમ સમય રહેતા કમ્યુનિટી ટ્રાન્સમિશન રોકવા માટે રાજસ્થાન સરકારે કેટલાક એવા તત્કાલ પગલાં ભર્યા કે આજે એની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે અને ખુદ પ્રધાનમંત્રી એ ભીલવાડા મોડલ વિશે વાત કરી.આમ લગભગ આખાય દેશમાં આ મોડલ લાગુ કરવામાં આવે તેવું બની શકે છે.આમ આવો તો ચાલો જાણીએ કોરોના સામે ભીલવાડા દેશનું મોડેલ કેવીરીતે બન્યું આમ આ રાજ્ય સરકાર સાથે સાથે સ્થાનિક વહીવટી તંત્રના પગલાંને લઈને જેને લોકોને કોરોના મહામારીથી બચાવ્યું હતું.આમ આ ભીલવાડામાં 19 માર્ચ ના રોજ એક જ હોસ્પિટલમાં બે ડોક્ટર જ કોરોના સંક્રમણનો શિકાર બન્યા હતા.અને આમ બંને ડોકટર લગભગ 6,000 જેટલા લોકોના સંપર્કમાં આવ્યા હતા.અને આની જાણ થતાં જ પછી સરકાર સાબદી થઈ ગઈ હતી અને સ્થાનિક વહીવટી તંત્રને તત્કાલ કામે લગાડ્યું.આમ આ રાજસ્થાન ના ભીલવાડા જિલ્લામાં પહેલો કોરોના કેસ મળ્યા બાદ ત્યાં તાત્કાલીક કરફ્યુ લગાવવામાં આવ્યો હતું.અને પહેલા જ દિવસે જિલ્લાની તમામ સીમાઓ સિલ કરી દેવામાં આવી હતી.આ રીતે 14 જેટલા એન્ટ્રી પોઇન્ટ પર ચેકપોસ્ટ બનાવી દેવામાં આવી હતી.જેથી કરીને શહેરમાંથી કોઈ બહાર જાય નહીં કે બહારથી કોઈ અંદર આવે નહીં.અને આમ રોડવેજ બસોનું સંચાલ પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું.પ્રાઇવેટ ગાડીઓ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો. અને એ વિસ્તારોમાંમાં જ્યાં જ્યાં કોરોના સંક્રમિત કેસો મળ્યા છે ત્યાં આવનજાવન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી.આમ કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે અને કોરોના નો ચેપ ક્યાં કોના સુંધી પહોંચ્યો છે તે જાણવા માટે સ્ક્રીનીંગ કરવું પણ આવશ્યક હતું.આમ આ સ્ક્રીનીંગ માટે 2100 જેટલી ટિમ બનાવવામાં આવી જે રોજે રોજ આમ હજારોની સંખ્યામાં સ્ક્રીનીંગ કરતી હતી.જે હજુ પણ ચાલુ જ છે.હવે સર્વે પૂરો થયા બાદ ફરીથી રીસર્વે કરવામાં આવ્યો રહ્યો છે.અને જે કોરોના ચેન બ્રેક થાય ત્યાં સુંધી ચાલુ રહેશે.આમાં લગભગ 1215 જેટલા લોકો શરદી-તાવ થી પીડિત મળ્યા હતા.ભીલવાડાની લગભગ વસ્તી 28 લાખ જેટલી છે જેમાંથી હાલમાં 24 લાખ લોકોનું સ્ક્રીનીંગ થઈ ચૂક્યું છે.અને 6 હજાર ટિમો દ્વારા 24 લાખ લોકોનું સ્ક્રીનીંગ માત્ર 9 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.આમ અહીં પહેલા કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવા વાળા લોકોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેમના ઘરની બહાર ચોકી પહેરો કરવામાં આવ્યો હતો. આમ આ ભીલવાડામાં છેલ્લા 10 દિવસમાં 333 ટકા જેટલી ઝડપે કોરોના સંક્રમણ ફેલી રહ્યું હતું પરંતુ રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રની મહેનતના કારણે આ કોરોના સંક્રમણ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.આ કોરરોના ના સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી અને તે યાદીના 600 જેટલા લોકોને કોરાંટાઇન પણ કરવામાં આવ્યા.આમ આ મોટી હોટલોને સરકારે પોતાના હસ્તક લઈ લીધી અને તેમાં આ લોકોની વ્યસ્થા કરવામાં આવી.અને આ ઉપરાંત લોકો પોતાના ઘરની બહાર ન નીકળે અને સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટસિંગનું પાલન થાય તે માટે કરફ્યુ લગાવવામાં પણ આવ્યો હતો. આમ આ લોકોને જીવન જરૂરીયાતની વસ્તુ પણ બહાર લેવા જવા માટે નીકળવા દેવામાં આવતા નોહતા. અને આ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર ભીલવાડામાં કરફ્યુ સમયગાળા દરમિયાન લોકોને અગવડ ના પડે એટલે ફળ, શાકભાજી, રાશન વગેરે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની હોમ ડિલિવરી કરી રહી હતી.અને હાલમાં પણ જિલમાં 14 દિવસના કરફ્યુ બાદ 11 દિવસનો મહા કરફ્યુ લગાવવામાં આવ્યો છે આમ હોવા છતાં .પરંતુ લોકોને જીવન જરૂરિયાતી વસ્તુઓ ઘરે બેઠા પહોંચાડવામાં આવી રહી છે.આમ આ રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યુ હતું કે રાજસ્થાન માં કોરોના વાયરસન સંક્રમણનો પ્રથમ પોઝિટિવ કેસ મળ્યો ત્યારથીજ સમાજ, નેતાઓ, રિટાયર્ડ ડોકટરો, આર્મી, રેલવે, એરફોર્સ, CRPF, CISF, દૂરદર્શન, આકાશવાણીથી વાત કરવામાં આવી અને આમ આ લડાઈ લડવાની પુરી તાકાત સાથે તૈયારી કરવામાં આવી રહી હતી.રાજસ્થાન ની વસ્તી લગભગ 7.5 કરોડ છે અને અમે અત્યાર સુંધી લગભગ 5 કરોડ કરતાં વધારે લોકોની સ્ક્રીનીંગ કરી નાખી છે.આમ લગભગ 15,000 ટેસ્ટ કરી લીધા છે.અને એક લાખ બેડ ચિહીંત કરી દેવામાં આવ્યા છે.તેમજ ડોકટર અને નર્સ માટે 25 કરોડ રૂપિયાનું ઇનસેન્ટિવ રાખવામાં આવ્યું છે.સ્વાઈન ફ્લુના સમયમાં બનાવવામાં આવેલી લેબનો અમને ફાયદો થયો. દરેક સંભાગ મુખ્યલાય પર અમારી લેબ અવશ્ય છે.અને જેની ક્ષમતા વધારી દેવામાં આવી આનાથી લોકોમાં આમ આ સરકાર પ્રત્યે અને આ રોગ સામે લડાઈ લડવાનો વિશ્વાસ જન્મ્યો હતો.આ 27 હોસ્પિટલોના 1541 કોરાંટાઇન રૂમ, જે 22 હોસ્ટેલના લગભગ 12,000 કોરાંટાઇન રૂમ બનાવવામાં આવ્યા હતા. 25 બેડની 4 હોસ્પિટલોને આઇસોલેશનમાં બદલી નાખવામાં આવી હતી.અને આજે પણ ત્યાં લગભગ 950 જેટલા લોકો કોરાંટાઇન છે. 7620 જેટલા લોકો હોમ કોરાંટાઇન છે.અને જેમના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.1.11 કરોડ પરિવારોને રાશન આપવામાં આવી રહ્યું છે.અને જેમાં ગર્ભવતી મહિલાઓ માટે અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.અમે રાજસ્થાનમાં કોઈને ભૂખ્યા નહીં રહેવા દઈએ.અને આમાં કેટલાક NGO સાથે સાથે ઘણા લોકો સાથ સહકાર આપી રહ્યા છે.આમ આ ઉલ્લેખનીય છે કે, જો રાજસ્થાન ના ભીલવાડામાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવામાં ના આવ્યો હોત તો આજે આપણો આખો દેશ ઇટલી બની ગયો હોત.અને કદાચ કેન્દ્રની મોદી સરકારે પણ આ બાબતનું સંજ્ઞાન લઈને મુખ્યમંત્રી સાથે સજેશન અને વ્યૂહરચના અંગે વાત કરી હતી આમ સમગ્ર દેશમાં જ્યાં કોરોના સંક્રમણના કેસો વધારે છે ત્યાં આમ આ મોડેલ લાગુ કરવામાં આવી શકે છે.અને આ ઉપરાંત મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા આ મોડેલ અને આમ આ લડાઈની સરાહના કરવામાં આવી છે.આમ આ ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર રાજ્યોને જ્યાં કોરોના સંક્રમણના વધારે કેસો છે ત્યાં આ મોડેલ લાગુ કરવાના આદેશ પણ આપી શકે છે.

Previous articleકોરોના વાયરસ,આ વૃદ્ધો ને પોઝીટીવ કોરોના આવતા લઈ ગયા હતા હોસ્પિટલમાં,પણ પછી જે થયું એ જાણીને તમે પણ દંગ રહી જશો….
Next articleજોવો સુસ્મિતા સેન ની ખાસ તસવીરો,પોતાનાથી 16 વર્ષ ના નાના બોયફ્રેન્ડ સાથે કર્યા રોમાન્ટિક કપલ યોગા,તસવીરો જોઈ ને જોતા રહી જશો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here