લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આમ આપણા ભારત દેશમાં ઘણા બધા ધાર્મિક સ્થળો આવેલા છે.જેને જોવા માટે લોકો દેશ વિદેશમાં થી પણ આવે છે.અહીંના મંદિર પણ અત્યંત પૌરાણિક અને ઐતિહાસિક પણ માનવામાં આવે છે.અને તેની અદભુત કથાઓ પણ છે.આપણે જો આ મંદિરોની વાત કરીએ તો અહીંના મંદિરોની મહિમા વિદેશોમાં પણ પ્રચલીત છે.જેમાં ભગવાનના મંદિર અને માતાના મંદિર જો માતાના મંદિરની વાત કરીએ તો અહીંના માતાની 52 શક્તિ પીઠો ની ચર્ચા દુનિયા ભરમાં થાય છે.મિત્રો હાલ દેવઉઠી અગિયારસ નો પર્વ આવ્યો છે ત્યારે જો તમે આ દિવસે પ્રભુ નારાયણ ના આ વિશેષ મંત્રોચ્ચારણ કરીને પૂજન કરો તો તમારા ઘરમાં અવશ્યપણે લક્ષ્મી માતા નું આગમન થશે.હાલ શુક્રવાર ના શુભ દિવસે દેવઉઠી અગિયારશ નો પર્વ આવ્યો છે.દેવઉઠી અગિયારશ કારતક માસના સુદ પક્ષમાં આવે છે. આ શુભ દિવસે પ્રભુ નારાયણ પોતાની ચાર માસની નિંદ્રામાંથી ઉઠે છે.આ ઉપરાંત આ શુભ દિવસે ચાતુર્માસ ની પણ પૂર્ણાહુતિ થાય છે.પ્રભુ નારાયણ આ દિવસે નિંદ્રામાંથી બહાર આવતા હોવાના કારણે આ દિવસની પૂજાનું ખાસ વિશેષમહત્વ હોય છે.શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, દેવઉઠી અગિયારસના દિવસે પ્રભુ નારાયણ નું પૂજન-અર્ચન કરવાથી તમારા ઘરમાં ધન, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.આ દેવઉઠી અગિયારશના શુભ દિવસે વ્રત તથા ઉપવાસનું પણ વિશેષ મહત્વ હોય છે.
આ ઉપરાંત આ શુભ અવસર પર રાત્રી જાગરણ નું પણ આયોજન કરવામાં આવે છે.દેવઉઠી અગિયારસના દિવસે પ્રભુ નારાયણ ને ધૂપ, દીવો, નૈવેધ, ફૂલ, ગંધ, ચંદન, ફળ અને અર્ધ્ય જેવી વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવે છે. પ્રભુ નારાયણ ના પૂજન દરમિયાન જો નીચે મુજબના મંત્રોચ્ચારણ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે. તો ચાલો જાણીએ કયાં છે આ વિશેષ મંત્રો.
उत्तिष्ठोत्तिष्ठ गोविंद त्यज निद्रां जगत्पते।त्वयि सुप्ते जगन्नाथ जगत् सुप्तं भवेदिदम्।।उत्तिष्ठोत्तिष्ठ वाराह दंष्ट्रोद्धृतवसुंधरे।हिरण्याक्षप्राणघातिन् त्रैलोक्ये मंगलं कुरु।।આ ઉપરોકત મંત્ર માં શંખ, ઘંટ, મૃદંગ વગેરે વસ્તુઓ નું ઉચ્ચારણ કરવામાં આવેલું છે. આ શ્લોકના ઉચ્ચારણ બાદ પ્રભુ નારાયણ ની આરતી અને સ્તુતિ કરવી. ત્યાર બાદ નીચે મુજબના મંત્રનો મંત્રોચ્ચારણ કરીને પ્રાર્થના કરવી.
इयं तु द्वादशी देव प्रबोधाय विनिर्मिता।त्वयैव सर्वलोकानां हितार्थं शेषशायिना।।इदं व्रतं मया देव कृतं प्रीत्यै तव प्रभो।न्यूनं संपूर्णतां यातु त्वत्वप्रसादाज्जनार्दन।।આ શ્લોક નું મંત્રોચ્ચારણ કરી તથા પ્રાર્થના પૂર્ણ કર્યા બાદ પ્રભુ શ્રી નારાયણ ના પ્રિય ભક્તો જેવા કે, પ્રહલાદ, નારદજી, પરશુરામ, પુન્ડરિક, વ્યાસ, અંબરીષ, શુક, શૌનક અને ભીષ્મ વગેરેનું સ્મરણ કરીને ચરણામૃત તથા પ્રસાદ નું જરુરિયાતમંદ વ્યક્તિઓ માં વિતરણ કરવું.આ ઉપરાંત આ દેવઉઠી અગિયારસના શુભ દિવસે અનેક લોકો કોઈ નવા કાર્ય નો શુભારંભ કરે છે.અમુક ધાર્મિક માન્યતા અનુસાર અષાઢ મહિનાની સુદ અગિયારસના દિવસે પ્રભુ નારાયણે અસુર શંખાસુરનો વધ કર્યો હતો.
ભીષણ યુદ્ધ થયા બાદ શંખાસુરનું મૃત્યુ થયું હતું.શંખાસુર સાથે થયેલા યુદ્ધ ના કારણે પ્રભુ નારાયણ અત્યંત થાકી ગયા હતા.પોતાનો આ થાક ઉતારવા અને આરામ કરવા માટે પ્રભુ નારાયણ ક્ષીરસાગરમાં જઈને પોઢી ગયા હતા.ક્ષીરસાગરમાં જઈને પ્રભુ નારાયણ ચાર માસના સમયગાળા સુધી પોઢી રહયા અને કારતક સુદ અગિયારસના દિવસે તેમની આ ચાર માસની નિદ્રા નો અંત આવ્યો હતો.આ પ્રસંગોપાત્ત જ કારતક સુદ અગિયારસના દિવસે મોટાભાગ ના લોકો વ્રત અને ઉપવાસ રાખે છે તેમજ આ પાવન અને શુભ દિવસ ના મહિમા ને જાળવી રાખે છે.મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.
જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.