લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આપણને કઈ પણ પ્રોબ્લેમ થાય છે તો આપણે તરત જ દવાખાને જતા હોઈએ છીએ અને દરેક નાની-મોટી હેલ્થ પ્રોબલેમ્સમાં દવા ખાવી આરોગ્ય માટે ખૂબ જ નુકશાનદાયક હોય છે અને જેના કારણે આ નાની હેલ્થ સમસ્યા જેવી કે માથાનો દુખાવો, એસીડીટી વગેરે સમસ્યાઓ માટે દવા ખાવી સારી ગણાય છે અને દાદી-નાનીના ઘરેલુ નુસ્ખાને અપનાવવામાં આવે છે અને જેથી જ આ પ્રોબલેમથી પણ જલ્દી મુક્તિ મળી જાય છે અને કોઈ પ્રકારનું રિએક્શન પણ ન થાય અને આવામાં તમે ઘરેથી પણ આર્યુવેદીક દવા લઈ શકો છો અને દવા ખાધા વગર જ આ 10 રોગનો ઈલાજ કરી શકાય છે.તેમજ જણાવ્યું છે કે નારિયળનુ દૂધ વાળની જડમાં લગાડવાથી વાળ ખરતા ઓછા થઈ જાય છે અને વાળની જડમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરવા ઓછા થઈ જાય છે અને આ પરેશાનીથી તમારે દવાખાને જવાની જરૂર નથી.
ત્યારબાદ આદુના રસ અને લીંબાના રસને બરાબર માત્રામાં લેવાથી માથાના દુ:ખાવામાં લાભ થાય છે અને તેમજ તુલસીના પાનને પાણીમાં નાખીને ઉકાળો અને જ્યારે આ પાણી હલકુ ગરમ થઈ જાય છે ત્યારે પી લો અને પછી માથાના દુ:ખાવામાં તરત જ રાહત મળશે અને મટી જશે.
અને જો તમને ચેહરા પર પિંપલ આવી ગયા હોય તો ડરવાની જરૂર નથી કારણ કે પિંપલવાળા સ્થાન પર રાત્રે સૂતી સમયે થોડુ લીંબૂનો રસ લગાવી લો સવાર સુધી ખીલ બેસી જશે અને સારું થઈ જશે.
એસિડીટી કે પેટમાં બળતરાની સમસ્યા થઈ રહી હોય તો તમારે દવાખાને જવાની જરૂર નથી ત્યારે તમે ઠંડુ દૂધ લેવાથી તરત જ રાહત મળે છે કારણ કે દૂધમાં કેલ્શિયમ જોવા મળે છે અને જે એસિડ બનતા રોકે છે.
તેમજ શરદી અને ખાંસી થતા ફુદીનાના પાનના રસના એક એક ટીપા નાકમાં નાખવાથી ઘણો લાભ થાય છે અને આ મુજબ કાળા મરી ફુદીના અને મીઠાને મિક્સ કરી અને એક સાથે ચાવવાથી શરદીમાં ઝડપથી ફાયદો થાય છે.
નારિયળ તેલ અને લીંબૂનો રસ બરાબર માત્રામાં મિક્સ કરી અને આ વાળની જડમાં આંગળીઓના પોરોથી મસાજ કરશો તો તમારા વાળ નહી ખરે એ ચોક્ક્સની વાત છે.
ત્યારબાદ તમે ફુદીનાના 5-10 પાનને કચડીને રસ કાઢીને કાનમાં નાખશો તો આ કાનના દુખાવામાં આરામ મળે છે અને એ દુખાવો હંમેશા માટે મટી જશે.
તેમજ અજમાના પણ ઘણા ફાયદા છે અને અજમાના બીજને કાળા મીઠા સાથે ચાવવાથી અપચામાં ફાયદો થાય છે.
મોઢામાં વાસ આવવાની ફરિયાદ હોય તો ફુદીનાના સુકા પાનને વાટીને તેનુ ચૂરણ બનાવી તેને દાત પર મંજનની જેમ લગાવવુ જોઈએ જેનાથી તમને સારું લાગશે અને આવુ કરવાથી મોઢાની દુર્ગધ દૂર થાય છે અને મસૂઢા પણ મજબૂત થાય છે.
તેમજ દાંતમાં દુ:ખાવો હોય તો મીઠાના પાણીથી કોગળા કરો અને ત્યારબાદ આ દાંતના દુ:ખાવામાં આરામ મળશે અને તેમજ લવિંગના તેલનો ફુહો મુકવાથી પણ દાંતનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.