લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજે લોકો પોતાના શરીરને લઈને ખૂબ કાળજી રાખતા હોય છે પરંતુ કેટલીકવાર એવા પદાર્થો અને કેમિકલ પદાર્થોના ઉપયોગથી આપણા સ્વાસ્થ્ય પર તેની અસર પડે છે.આજે દરેક કંપનીઓ પોતાની પ્રોડક્ટના વેચાણ માટે બધાથી અલગ જાહેરાતો આપતા હોય છે.જેમાં શેમ્પુ હોય છે જેમાં અમુક પ્રોડક્ટ સારી તો અમુક પ્રોડક્ટ ખરાબ હોય છે આ ખરાબ પ્રોડક્ટના ઉપયોગથી તમારા વાળ ને ખૂબ નુકશાન પહોંચાડે છે.જેમાં તમારા વાળને ખોળો પણ થઈ શકે છે.ચાલો તમને જણાવી દઈએ કે તમારા આ માથાના ખોડાને દૂર કરવા માટે શું કરવું જોઈએ.આજે આ વધતા જતા પ્રદુષણમાં મહિલાઓની સાથે સાથે પુરૂષોને પણ ખોડાની સમસ્યા થાય છે.ખોડાની સમસ્યાને દૂર કરવા માટે તમે ઘણા ઉપાયો કરી ચુક્યા છો તેમ છતા પણ કોઇ ફાયદો થતો નથી.ઘણી મહિલાઓ તો ખોડાની સમસ્યાને દૂર કરવા માટે અનેક બ્યુટી પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે.પરંતુ તેનાથી ફાયદો થવાની જગ્યાએ નુકસાન થાય છે અને મહિલાઓ આ ખોડાને દૂર કરવા બીજી ઘણી કેમિકલ પ્રોડકટનો ઉપયોગ કરે છે.આ લેખમાં અમે તમને આ ખોડાને કેવી રીતે દૂર કરી શકો છો.
રોજ રાતે વાળના મૂળમાં સરસવના તેલથી માલિશ કરવી.સવારે શિકાકાઈ પાણીમાં ઉકાળી તે પાણીથી વાળ ધોવા.ખોડાથી છૂટકારો મેળવવા માટે લીંબુને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.તેનો ઉપયોગ કરવા માટે તમે નારિયેળ તેલમાં લીંબુને બરાબર નીચવી લો હવે આ તેલથી હળવા હાથે મસાજ કરી લો.ત્યારબાદ થોડા સમય પછી તેને ધોઈ નાખો.જેથી તમારા વાળમાંથી ખોડો દૂર થઈ જશે.
ખોડાથી બચવા માટે જૈતુનના તેલમાં આદુના રસના થોડા ટીપાં મિક્સ કરી વાળના જડમાં લગાવી એક કલાક માટે રહેવા દો અને પછી શેમ્પૂથી ધોઇ લો.ટ્રી ટ્રી ઓઇલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે જે ખોડાની સમસ્યાને જડમૂળથી દૂર કરવામાં મદદ કરે છે.જો તમારે શેમ્પૂથી વાળ સાફ કરવા હોય તો આમાં શેમ્પુના બે ચાર ટીપાં ઉમેરીને વાળ ધોઈ શકો છો.આ અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર કરવાથી ખોડો દૂર થઈ જશે.
દહીંથી માથું ધોવાથી પણ ખોડામાંથી છુટકારો મેળવી શકાય છે આ માટે તમારે થોડી માત્રામાં દહીં લેવાનું અને હળવા હાથે વાળની માલિશ કરો અને એક કલાક પછી તેને ધોઈ નાખો.જો તમે આયુર્વેદ ઉપાય કરવા માંગો છો તો લીમડો મદદરૂપ સાબિત થઇ શકે છે.અડધા પાણીમાં લીમડાના પાનને ઉકાળી લો અને આખી રાત તેને પાણીમાં રાખી મૂકો.તે બાદ તેનાથી વાળને સાફ કરો અને શેમ્પુથી વાળ ધોઇ લો.અઠવાડિયામાં ત્રણ-ચાર વખત આ ઉપાય કરવાથી ખોડાની સમસ્યા ખતમ થશે.
ઈંડાના પીળા ભાગને ખાટ્ટા દહીં સાથે મિક્સ કરી વાળમાં ઓછામાં ઓછું અડધો કલાક સુધી લગાવી રાખો અને ત્યાર બાદ તમારા વાળને શેમ્પુથી ધોઈ નાખો તમારો ખોડો દૂર થઈ જશે.મેથીના સેવનથી શરીરને લગતી ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
મેથી ખાવાથી તમારા વાળના મજબૂત થાય છે જેનાથી સ્કેલ્પમાં ખોડો થતો નથી અને સાથે જ તેમા લેસિથિન નામના રસાયણ હોય છે જે વાળને મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે.મેથીનો પેક બનાવવા માટે તમે મેથીની પેસ્ટમાં બેકિંગ સોડા અને પાણી મિક્સ કરી લો.આ પેસ્ટને વાળના મૂળમાં લગાવી લો.તે બાદ વાળને ધોઇ લો.આ પ્રક્રિયા મહિનામાં ચાર વખત કરવાથી તમારા માથા માંથી બધોજ ખોડો દૂર થઈ જશે.