લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આમ તો સ્વાસ્થ્ય જાળવવું એ આપણા માટે ખબુજ જરુરી છે. પરંતુ આપણે આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં આપણે આપણા શરીરનું ધ્યાન સારી રીતે રાખી શકતા નથી તેને લઈને આપણને પાછળથી ખુબજ પરેશાનીઓ થાય છે.અને પછી તેનો ઉપચાર આપણે બજારમાં મળતી વસ્તુઓ થી કરીએ છીએ તો પણ તેમાં કોઈ સુધારો થતો નથી.
જેથી લઈને આપણે કઈક આયુર્વેદિક અથવા ઘરેલુ ઉપચાર અવશ્ય કરવા જોઈએ. આમ આપણા રસોડામાં કારેલા પોષક તત્વથી ભરપૂર હોય છે. તેમા અનેક પ્રકારના વિટામિન્સ અને ખનિજ રહેલા હોય છે. આમ તો સ્વાદમાં કડવા હોવાથી લોકો કારેલા ખાવાથી દૂર રહે છે. પરંતુ તેના તમામ ઔષધીય ગુણ તમે ડાયેટમાં સામેલ કરી શકો છો.અને સ્વસ્થ રહી શકો છો.
આ રીતે ત્વચા અને વાળ માટે કારેલા ઘણા ફાયદાકારક છે. જો તમે કારેલા કડવા હોવાના કારણે નથી ખાઇ રહ્યા તો તેનો ફેસપેક બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ અને જોઇએ કેવી રીતે કારેલાનું ફેસ પેક બનાવી શકાય. તમારે કારેલા, લીંબુનો રસ ટામેટું ત્વચા માટે ખૂબ લાભદાયી છે. સૌ પ્રથમ એક ટામેટાનો રસ કાઢો. તેમાથી તેના બીજ અલગ કરી દો. હવે તેમા કારેલાનો રસ મિક્સ કરો.
હવે આ બન્ને રસને લીંબૂના રસમાં બરાબર મિક્સ કરી લો.તે બાદ આ મિશ્રણને ચહેરા અને ગરદન પર આખી રાત લગાવી રાખો. સવારે નવશેકા પાણીથી ચહેરા અને ગરદનને બરાબર ધોઇ લો.આમ કરવાથી ચહેરા પર ચમક આવશે અને સાથે જ ડાધ તેમજ ખીલ દુર થશે.નારંગીના છોંતરામાં ખીલ,ઓઇલ, ગંદકી અને બેક્ટેરિયા દૂર કરવાની ક્ષમતા હોય છે. કારેલાની સાથે તેનો ઉપયોગ કરવાથી ડાઘ-ધબ્બા દૂર થાય છે.
તેના માટે નારંગીના છોંતરાને બે દિવસ સુધી તડકામાં સૂકવી દો.અને કારેલાના બીજ કાઢીને તેને સંતરાના છોંતરાની સાથે બરાબર પીસી લો.આ પેસ્ટને સર્કુલર મોશનમાં ચહેરા પર લગાવો અને 10 મિનિટ સુધી મસાજ કરો.તે બાદ ગરમ પાણીથી બરાબર મોઢું ધોઇ લો.આમ કરવાથી અઠવાડિયામાં ચહેરા પરના પિમ્પલ્સ દૂર થશે.અને ચેહરો ચમકશે.આમ કાકડી અને કારેલાના ટૂકડાને બ્લેન્ડર વડે બરાબર પીસીને પેસ્ટ બનાવી લો.હવે આ માસ્કને ચહેરા અને ગરદન પર 10-15 મિનિટ સુધી લગાવી રાખો.તે બાદ પાણીથી ચહેરા અને ગરદનને બરાબર સાફ કરી લો.ગોરી ત્વચા માટે તમે આ માસ્કનો દરરોજ ઉપયોગ કરી શકો છો.આમ કરવાથી ત્વચાને લગતી સમસ્યાઓથી ઝડપથી છૂટકારો મળશે.અને તમારો ચહેરો ચમકદાર બનશે.