લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આજ કાલ લોકોને ખૂબ સુંદર દેખાવું હોય છે.પણ કોઈને શરીર કે ચેહરા પ્રત્યે કાળજી લેવી નથી.ખાસ કરીને તેમાં સ્ત્રીઓ તેમની બીજી જિંદગીમાં પોતાનું ધ્યાન આપતી નથી.હાલ વર્તમાન સમય મા લોકો કોઈ વાત ને લઈને વધુ પડતો તણાવ અનુભવતા હોય તો તે એ છે કે તે કેવા દેખાય છે. મુખ્યત્વે આ તણાવ સ્ત્રીઓ મા વધુ પડતો જોવા મળતો હોય છે.
સ્ત્રીઓ પોતાના હાથ અને પગ ના વધારા ના વાળ ને દૂર કરવા માટે વારંવાર અમુક સમયગાળા ના અંતરે વેક્સ કરાવતા રહેતા હોય છે પરંતુ,શું તમને ખ્યાલ છે કે અમુક સ્ત્રીઓ ને ફેસ પર પણ વાળ ઊગી આવતા હોય છે.અને આ સમસ્યા તેમને ખુબજ હેરાન કરતી હોય છે.
જોકેઆ સમસ્યા માથી મુક્તિ મેળવવા માટે સ્ત્રીઓ અનેકવિધ પ્રકાર ની ટ્રીટમેન્ટ નો સહારો લેતી હોય છે પરંતુ , તેના થી જોઈએ તેવો ફરક નથી પડતો. તેથી તેઓ નિરાશ થઈ જાય છે.તો આજે આ લેખ મા અમે આ સમસ્યા ને દૂર કરવા માટે અમુક દેશી નુસ્ખાઓ લાવ્યા છીએ જે તમારી આ સમસ્યા ને જડમૂળ થી દૂર કરી શકે.જેનો ઉપયોગ તમારે અવસ્ય કરવો જોઈએ.
હળદર ની પેસ્ટ બનાવી લગાવો જુવો નીચે પ્રમાણે.
તમારા શરીર ના હડપચી ના ભાગ મા ઘણીવાર ન ગમતા વાળ ઊગી આવે છે જેમ કે દાઢી અને હોઠ પર અને તેને દૂર કરવા માટે હળદર ની પેસ્ટ એ સૌથી શ્રેષ્ઠ ઉપચાર છે. દૂધ મા એક ચમચી હળદર ઉમેરીને તેને બરાબર મિક્ષ કરીને પેસ્ટ તૈયાર કરીને આ પેસ્ટ ને ફેસ પર લગાવવી જ્યાં વાળ ઉગતા હોય ત્યાં લગાવી તેને ૧૫ મિનિટ ના સમય સુધી રહેવા દેવી ત્યાર બાદ હૂંફાળા પાણી થી ફેસ સાફ કરી લેવો. થોડા દિવસો સુધી આ પ્રયોગ અજમાવવો જેથી તમારી આ સમસ્યા જડમૂળ થી દૂર થઈ જાય.અને તમારી સમસ્યા નો અંત આવશે.
ખાંડ અને લીંબુ નું મિશ્રણ બનાવી લગાવો.
જો તમને પણ ફેસ પર ઊગી રહેલા આ વાળ ની સમસ્યા થી પીડાવ છો તો ખાંડ અને લીંબુ ને એક પાત્ર મા બરાબર મિક્સ કરી ને તેનું સ્ક્રબ બનાવીને ફેસ પર લગાવો. આ સ્ક્રબ સવેન્દંશીલ સ્કીન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ સ્ક્રબ મા રહેલી ખાંડ શુષ્ક ત્વચા ને દૂર કરે છે તથા લીંબુ અણગમતા વાળ ને જડમૂળ થી દૂર કરે.તમારે આનાથી ખૂબ ફાયદો થશે.
ટામેટાં અને ચણા ના લોટ નો મિશ્રણ લગાવો.
જો તમે ૨ ચમચી ચણા ના લોટ મા ટામેટાં નો રસ બરાબર મિક્સ કરીને આ પેસ્ટ ને તમારા ફેસ પર જ્યાં વાળ ઉગ્યા હોય ત્યાં લગાવી ને ૧૫ મિનિટ સુધી મસાજ કરો તો તમારા ફેસ પર રહેલા વાળ જડમૂળ થી દૂર થઈ જશે અને તમારા ફેસ નું સૌંદર્ય પાછું આવી જશે.અને તમે સુંદર દેખાશો.
લીંબુ અને ચણા લોટ નું મિશ્રણ લગાવો.
જો તમારા ફેસ પર પણ અમુક જગ્યાએ અણગમતા વાળ ઊગી આવતા હોય અને તે તમારા સૌંદર્ય ને બગાડી રહ્યા હોય તો તમારે ચણા ના લોટ અને લીંબુ નો રસ ઉમેરી તેને ફેસ પર લગાવો અને ૩૦ મિનિટ સુધી રહેવા દયો ત્યાર બાદ તેને સ્વચ્છ પાણી વડે સાફ કરી લ્યો એટલે આ વાળ ની સમસ્યા માથી તમને મુક્તિ મળે.અને ચેહરો ફરીથી ચમકશે.