લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજે જોવા જઈએ તો ઘણા લોકો તમાકુ નું સેવન ખૂબ વધારે પ્રમાણ માં કરતા હોય છે પણ એમની એ જાણકારી નથી હોતી કે તમાકુ એમના સરીર ને કેટલું નુકસાન થાય છે.તમને જાણી ને હેરાની થશે કે આખા વિશ્વમાં દર વર્ષે આશરે 30 લાખ લોકોનું મુત્યુ તમાકુ ના સેવન થી થાય છે.આજે જોવા જઈએ તો દરેક લોકો સિગારેટ,બીડી પાન મસાલા જેવી ઘણી વસ્તુઓ ના સંપર્ક માં ખૂબ ઝડપથી આવી રહ્યા છે.પણ એમની જોડે એ માહિતી નથી કે આવી વસ્તુઓથી એ એમનું જીવન ટૂંકાવી રહ્યા છે.
આજે લોકો તમાકુ ખાઈ તો રહ્યા છે પણ હકીકત કઈ ઓર છે વ્યક્તિ તમાકુ ને નથી ખાઈ રહ્યો પણ તમાકુ વ્યક્તિ ને ખાઈ રહી છે.અને આજે જોવા જઈએ તો તમાકુ નો શિકાર ઘણા લોકો થઈ રહ્યા છે અને એમને જાણકારી હોવા છતાં પણ એ તમાકુ ને છોડી નથી શકતા.કારણે એ એક એવો નશો છે જે સરળતાથી છૂટી સકતો નથી.પણ આજે અમે તમને થોડા એવા ઉપયો જણાવીશું જેનાથી તમે તમાકુ થી બચી શકો છો.તમાકું સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક સાબિત થઇ શકે છે.
વિશ્વમાં મુખ કેન્સરના સૌથી વધારે કિસ્સાઓ ભારતમાં છે અને તેનુ કારણ છે તમાકુ.ભારતમાં પુરુષોના કેન્સરમાં તમાકુનો ફાળો 56.4 ટકા અને સ્ત્રીઓના કેન્સરમાં 44.9 ટકા છે.90 ટકા કરતા વધારે ફેફસાના કેન્સર અને ફેફસાના અન્ય રોગો ધૂમ્રપાનને કારણે થાય છે.
આ દરેક લોકો જાણે છે તેને ખાવાથી ન માત્ર કેન્સર પરંતુ અન્ય કેટલીક ગંભીર બીમારીઐ પણ શરીરના અંગોનો નુકસાન કરીને મોતના ઘાટ ઉતારી શકે છે. જો તમે કે તમારા પરિવારમાં કોઇપણ સદસ્ય તમાકુનું સેવન કરે છે. તો આ આદતને છોડવી ખૂબ જરૂરી છે. જાણો તેના ઘરેલું ઉપાય.અને આ ઉપાયો કરવાથી તમે તમાકુ નું સેવન કરવાનું પણ છોડી દેશો.તો હવે જાણીએ આ ઉપાયો વિસે.
જો તમે તમાકુ છોડવા માંગો છો તો તમે તમારી જાતે જ પહેલા નક્કી કરો કે મારે તમાકુ નું સેવન હવે નથી કરવું તમાકુ છોડવા માટે મન મક્કમ હોવું ખૂબ જ જરૂરી છે. જો મન મક્કમ હશે તો તમાકુ છોડવું અત્યંત સરળ બની જશે.તમાકુ ખાવાની આદત ધીમે-ધીમે છોડો એકદમ બંધ ન કરો. કારણકે લોહીમાં નિકોટીનના સ્તરને ક્રમશ: જ ઓછું કરવું જોઇએ.જો તમે એક જ દિવસ માં કહેશો કે મારે તમાકુ નું સેવન હવે નથી કરવું તો એ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
તમે જે રીતે વિચારી રહ્યા છો કે હું હવે થી તમાકુ નું સેવન નહીં કરો તો એ તમારા માટે સારું નથી કારણે કે તમાકુ જો આદત બની ગઈ હોય તો આદતથી એકદમ પીછો છોડાવો સરળ નથી હોતો. આથી એક દમ છોડવાને બદલે નક્કી કરો કે કોઈ ચોક્કસ દિવસથી તમે તમાકુનું સેવન સદંતર બંધ કરી દેશો. અને તે દરમ્યાન મનને તમાકુ છોડવા માટે મક્કમ કરો.તમારે વરિયાળી સાથે મિશ્રીના દાણા મિક્સ કરીને ધીમે ધીમે ચૂસવા જોઇએ. નરમ થવા પર ચાવીને ખાઇ જાઓ. સતત આ ઉપાય કરવાથી થોડાક સમય બાદ તમને તમાકુની આદત છુટી જશે.
નિયમિત વ્યાયામ કરવાથી તમાકુના વ્યસન માંથી મુક્તિ મળે છે. ચાલવા જવું, નિયમિત દોડવું, સાઇકલ ચલાવવી વગેરે જેવી રોજીંદી ક્રિયા તમાકુના સેવનની લત ઓછી કરે છે ખૂબ જ પાણી પીવો પાણી તમાકુ છોડાવવા માટે ઘણું જ મદદરૂપ થઈ શકે છે. જ્યારે પણ તમાકુનું સેવન કરવાનું મન થાય ત્યારે પુષ્કળ પાણી પીવાની આદત પાડો. ધીમે ધીમે તમાકુની તલબ ઓછી થશે.
અજમો સાફ કરીને લીંબુના રસ તેમજ સંચળને બે દિવસ પલાળીને રાખો.તેને છાંયડામાં સુકવીને રાખી લો તેને મોંમાં રાખી મૂકવાથી તમને તમાકુની જરૂરત પડતી નથી અને તેની આદત છુટી જાય છે.તમાકું સુંઘવાની આદત છોડવા માટે ગરમીમાં કેવડો,ગુલાબ ખસ સબિતના અત્તરના પૂમડા કાનમાં લગાવી લો.શિયાળામાં તમાકુ ખાવાની ઇચ્છા થવા પર હિનાની સુંગંધી વાળા પૂમડા સુંઘો.
ધૂમ્રપાન છોડ્યા પછીના પ્રથમ ત્રણ મહિના ખૂબ જ તકલીફ પડશે. પરંતુ ત્રણ મહિના પછી પણ બની શકે ત્યાં સુધી ધૂમ્રપાન કરનારાઓથી અને એવા સંજોગોથી દૂર રહો જેથી તમને ફરીથી શરૂ કરવાનું મન ન થાય.નાની હરડેને લીંબુના રસમાં તેમજ સિંધા મીઠામાં ઘોલ કરીને બે ત્રણ દિવસ સુધી ફુલવા દો. તેને નીકાળીને છાંયડામાં સુકવીને શીશીમાં ભરી લો અને તેને ચૂસતા રહો. નરમ થવા પર ચાવીને ખાઇ લો.જો તમે પણ તમાકુ નું સેવન બંધ કરી દો છો તો મને કેન્સર અને હ્રદય રોગ થવાના જોખમો ઘટશે.તમારા હ્રદય પરનો તણાવ ઘટશે.અને તમે એક સારી જીવન પસાર કરશો.