જોવો કિંજલ દવે ની ખાસ તસવીરો, પહેલા કરતા આટલી બદલાઈ છે કિંજલ દવે,જોવો બાળપણ ની અને હાલ ની ખાસ તસવીરો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત ની ગોલ્ડન સુપરસ્ટાર્સ રાતોરાત પ્રસિદ્ધ ધનાર વન એન્ડ ઓન્લી કિંજલ દવે પોતાના મધુર અવાજ થી સૌ કોઈનું મન મોહી લીધો હતો આજે આપણે વાત કરીશું કિંજલ દવે ના કરિયર વિશે જન્મ બાદ કેવી રીતે કિંજલ દવે એ સ્ટ્રગલ કર્યું છે અને આ તમામ વાત આપણે જાણીશુ સાથે સાથે અમુક તસવીરો બતાવી છે.

જે કિંજલ દવેના પેહલાં ના અને અત્યાર ના લૂક નો ડિફ્રન્સ સાફ રીતે બતાવે છે.વાત કરીએ કિંજલ દવેની જન્મથી લઈને તો કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.તેઓ પેહલાં બનાસકાંઠા માં રહેતાં હતાં.હાલ અમદાવાદમાં રહેતા કિંજલના પિતા લલીતભાઈ એક સમયે હિરા ઘસવાનું કામ કરતાં હતા.ઘરની નબળી પરિસ્થિતિ એટલા હદે ગતિ રહી હતી કે જાણી તમે ચોકી જશો.આગળ અમે તમને એ વિશે જાણકારી આપી છે.

મિત્રો જો કિંજલ દવેના ઘરની પરિસ્થિતિ ની વાત કરીએ તો તેઓ ના ઘરમાં ઘણા કપરા દિવસો પણ આવ્યા હતાં.કિંજલના પિતાને હિરા ઘસવામાંથી જે આવક થતી તેમાંથી ઘરનું ગુજરાન ચાલતું હતું.આખો પરિવાર એક રૂમ રસોડાવાળા મકાનમાં રહેતો.ગરીબી એટલી હતી કે ઘરમાં આખા દિવસમાં 200 ગ્રામ દૂધ આવતું જેમાંથી બે વાર ચા બનતી.આવી પરિસ્થિતિમાંથી ઉભરાઈ ને આવેલી કિંજલ આજે પણ તે દિવસો ભૂલી શકતી નથી.

મિત્રો કિંજલ એક મિડલ કલાસ ફેમિલી માંથી આવે છે.જોકે ઘણી વખતે ઘરની પરિસ્થિતિ મિડલ કરતાં પણ નીચે આવી ગઇ હતી.કિંજલના પિતા હિરા ઘસવાની સાથે ગીતો લખતા.કમનસીબે હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ.પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું.પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો.અને ત્યારબાદ કિંજલ ધીરે ધીરે ગાવા નું સરૂ કર્યું અને આજે તે ગોલ્ડન સુપર સ્ટાર્સ છે.

કિંજલ દવેના ધીમા કરિયરની વાત કરીએ તો કિંજલ દવે નાનપણ માંજ સ્ટેજ પ્રોગ્રામ કરતી હતી.સ્ટેજ પોગ્રામમાં કિંજલ પિતા સાથે જતી હતી.કિંજલે પણ ધીમે ધીમે સોસાયટીઓના પ્રોગામમાં ગાવાનું શરૂ કર્યું.કિંજલને પહેલો મોટો બ્રેક બાળપણમાં જોનડિયો નામના લગ્નગીત આલ્બમમાં મળ્યો હતો.આ આલ્બમ ગુજરાતભરમાં હીટ રહ્યું હતું.ધીમે ધીમે કિંજલ દવે પોતાના અવાજના જાદૂથી છવાઈ જવા લાગી.આગળ જતાં મનુ રબારી ના સપોર્ટ ના કારણે કિંજલ દવે ગોલ્ડન સ્ટાર્સ બની ગઈ છે અને આજે દરેક લોકોના દિલમાં કિંજલ રાજ કરે છે.

વાત કરીએ કિંજલ દવે ના સોનેરી કરિયર વિશેતો વર્ષ 2017માં ચાર ચાર બંગડી વાળી ગાડી ગીત ગાયું અને કિંજલ દવે રાતોરાત દરેક ગુજરાતીઓમાં જાણીતી બની ગઈ.આ ગીતથી કિંજલ દવેની કિસ્મત જ બદલાઈ ગઈ.જોકે આ ગીત થોડા વિવાદિત રસ્તા પર પણ હતું પરંતુ વધુ વાત આ વિશે જાણવા મળી નથી.

કિંજલ દવે ના પ્રોગ્રામ વિશે ની વાત કરીએ તો મિત્રો હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે.કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે. માટે જો તમારી ઈચ્છા હોય કિંજલ દવે ને પ્રોગ્રામમાં બોલાવવા માટે તો તમારે 1 થી 2 લાખ આપવાના રેહશે.ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ ખુબજ વધી ગયો છે.કિંજલે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના અનેક દેશોમાં પોગ્રામ કર્યા છે.વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ તેઓના અવાજ એ ગરબા ઘૂમી રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે કિંજલ દવેનું ફિલ્મમાં કામ કરવાનું સપનું છે.જોકે તે હવે કોઈ સેલિબ્રિટી થી કમ નથી.કિંજલ યુટ્યૂબ અને ટિકટોક પર પણ સક્રિય છે.કિંજલને ચહેર માતાજી પર શ્રદ્ધા છે.માં ચેહર ને તે ખુબજ માને છે ત્યારે ચેહર માં ના આશીર્વાદ ઓણ તેમને ફળ્યા હોય તે સાફ સાફ દેખાય છે.

વાત કરીએ કિંજલ દવે ના પતિ ની તો કિંજલ દવેના પતિનું નામપવન જોષી છે.ગુજરાતના કરોડો લોકોની દિલમાં જગ્યા કરનાર કિંજલ એ એપ્રિલ 2018માં પવન જોશી સાથે સગાઈ કરી હતી.પવન મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે.પવનના પિતાનો બિઝનેસ બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી તે ત્યાં જ રહ્યો હતો.જોકે હવે છેલ્લા બે વર્ષથી તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે.ખાસ સગાઈ બાદ તે અમદાવાદ પાછા શિફ્ટ થયાં છે.

Previous articleજો તમારા ઘર માં પણ બરકત ના રહેતી હોય તો અને આર્થિક તંગી દૂર ના થતી હોય તો લોટ ના ડબ્બા માં રાખો આ વસ્તુ,અને પછી જોવો ચમત્કાર…
Next articleએક યુવતી ને એક યુવક સાથે સોશિયલ મીડિયા પર બંધાયા પ્રેમ સંબંધ,પણ એક દિવસ આ યુવક આ યુવતી ને હોટલ માં લઇ જઈએ ને,જાણો આગળ શું થયું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here