લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને એવામાં જ કોરોના સામે લડવા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે પણ આ સમય દરમિયાન માત્ર સામાન્ય લોકો જ નહીં પણ બોલીવુડની હસ્તીઓ પણ તેમના ઘરમાં કેદ છે અને એઓ પણ ઘરની બહાર નથી નીકળી શકતા અને આવામાં જ તેઓ હાલમાં રોજ સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરતા રહે છે.તેમજ તાજેતરમાં રવિના ટંડનનો એક વીડિયો પણ સામે આવ્યો હતો અને જેમાં તે લોકોને કોરોનાથી કેવી રીતે બચવું તે જણાવી રહી હતી અને કેવી રીતે તો ઘરમાં રહી રહ્યા છે તો આ રવિના ટંડનનો બંગલો મુંબઈના બાંદ્રા વિસ્તારમાં છે અને જ્યાં આ રવિના અહીં પતિ અનિલ થડાની અને બાળકો પુત્રી સાશા અને પુત્ર રણવીરની સાથે રહે છે તેવું જણાવ્યું છે.
બાન્દ્રા સ્થિત રવિનાના આ બંગલાનું નામ નિલયા રાખવામાં આવ્યું છે.આ લક્ઝુરિયસ બંગલો સી-ફેસિંગ છે.રવિનાનો આ બંગલાની કિંમત કરોડોમાં છે.સપનાના ઘરને સજાવવા માટે મોટાભાગની વસ્તુઓ રવિનાએ પસંદ કરી છે.તેમજ કહેવામાં આવ્યું છે કે આ પ્રકૃતિની નજીક જ જતા રવિનાએ તેના આશિયાનાને કંઈક એવી રીતે ડિઝાઇન કર્યો હતા કે તેમાં રવિનાની કલાત્મક અને વિચારસરણી તેમજ તેનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ દેખાય રહ્યો હતો.
ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે આ એક ઈન્ટરવ્યૂમાં રવિનાએ તેના ઘર વિશે જણાવ્યું છે અને તેમાં જણાવતા કહ્યું હતું કે હું મારા બંગલામાં ફ્યુઝન ઇચ્છતી હતી અને જેમાં મને કેરળમાં બનેલાં ઘરો બહુ જ ગમે છે અને તેમાંથી પ્રેરણા લઈને મેં આ ઘરની ડિઝાઈન કરાવી છે તેવું કહ્યું હતું.તેમજ જ્યારે આ રવિનના ઘરની અંદર પહોંચતા જ ચારેય તરફ હરિયાળી દેખાય છે અને સુમસાણ છે જ્યાં આઉટડોરની વાત કરીએ તો કાળો, લાલ અને ગ્રે પથ્થરોથી તેને સજાવ્યુ છે અને ત્યારબાદ અહીં એક મંદિર પણ છે અને જેમાં બેસીને પરિવારનાં લોકો પુજા પાઠ કરે છે.
પણ જ્યારે આ મંદિર બનાવતી વખતે જ વસ્તુનું પણ પુરૂ ધ્યાન રાખવામાં આવ્યુ હતું ત્યારબાદ જ્યાં આ મંદિરને એવી રીતે બનાવવામાં આવ્યુ હતું કે જ્યાં આ સૂર્યના કિરણો આખો દિવસ તેની ઉપર પડે છે અને તેમજ જ્યારે એન્ટ્રેસની પાસે જ ગણેશજીની કલાત્મક કૃતિ લગાવવામાં આવી છે તેવું પણ જણાવ્યું છે.ત્યારબાદ આ રવિના શાંતિ પ્રિય છે અને આ વાત તેનાં ઘરમાં પણ જોવા મળે છે અને જેના કારણે રવિના મુજબ જ મારા ઘરમાં જો તમે શાંત બેસશો તો થોડા જ સમયમાં તમને પક્ષીઓનાં ગીતો સંભળાશે અને તમને શાંતિ મળશે.
તેમજ આ રવીના મુજબ અહીંયા આ અહેસાસ હું હંમેશા ઈચ્છતી હતી કે જ્યારે પણ સવારે આંખ ખુલે તો ઘરની બારી ખોલતા જ સામે હરિયાળી દેખાય અને સવારમાં જ મન એકદમ શાંત વાતાવરણમાં ખોવાઇ જાય.તેમજ આ રવિના ટંડન પોતાના ડ્રોઈંગ રૂમમાં કંઈક આ અંદાજમાં જોવા મળી હતી અને એકલી હતી.જ્યારે આ રવિના ટંડને પોતાના ઘરમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું અને જેમાં પિંક તથા વ્હાઈટ આઉટફિટમાં રવિના ગોર્જિયસ લાગે છે.
રવિના ટંડનને વાંચવાનો ઘણો જ શોખ છે એટલા માટે જ તેણે પોતાના બંગલામાં એક રૂમમાં ખાસ લાઈબ્રેરી બનાવી છે અને પુસ્તકો વાંચે છે.ત્યારબાદ આ રવિનાના ઘરમાં વિક્ટોરિયન સ્ટાઈલનું ફર્નિચર પણ જોવા મળી રહ્યું છે.તેમજ રવિના ટંડન ઘરના એન્ટ્રેસ પર આવેલા ગણેશજીની મૂર્તિ આગળ દર વર્ષે દિવાળી પર રંગોળી બનાવે છે અને સુંદર રંગોળી પણ પુરી છે.