લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
અભિનેત્રી પ્રિયંકા ચોપડા પોતાની ફેશન સેન્સ અને શાનદાર અભિનય માટે હેડલાઇન્સ બની છે. હાલમાં જ 144 કરોડ રૂપિયામાં એક જગ્યા ખરીદી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનાસે 2,000 ચોરસ ફુટની જગ્યા ખરીદી છે. જ્યાર થી પ્રિયંકાએ આ જગ્યા ખરીદ્યું ત્યારથી તે ચર્ચામાં છે. ખાલી પ્રિયંકા જ નહીં બોલિવુડના ઘણા સેલેબ્સ લક્ઝરી ઘરોમાં રહે છે. અમે તમને જણાવીએ બોલિવુડ સેલેબ્સના લક્ઝરી ઘરોની કિંમત.
શાહરૂખ ખાનનું ઘર મન્નતનું નામ કોણે નથી સાંભળ્યું. તેમના ચાહકો તેના ઘરની આજુબાજુ છે. શાહરૂખના ઘરની કિંમત લગભગ 200 કરોડ છેઅમિતાભ બચ્ચનનું ઘર જલ્સાની બહાર ગમે ત્યારે ચાહકોની ભીડ જોવા મળશે. રિપોર્ટ અનુસાર અભિનેતાના ઘરની કિંમત લગભગ 160 કરોડ છે.
શાહિદ કપુરે તેના સી ફેન્સીગ મકાન માટે 56 કરોડ ખર્ચ કર્યા છે. તેનું ઘર વર્લિમાં છે. આ વર્ષે ડિસેમ્બર મહિનામાં શાહિદના આ મકાનમાં જવાના સમાચાર છે.
જ્હોન અબ્રાહમનું ઘરનું નામ વીલા ઇન ધ સ્કાય છે. 4000 ચોરસ ફુટમાં ફેલાયેલો આ મકાન બાંદ્રામાં આવેલું છે. આ લક્ઝરી હાઉસની કિંમત 75 કરોડ છે.
સલમાન ખાન તેમના આખા પરિવાર સાથે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. તેની કિંમત 60 કરોડ છે.
અભિનેતા અનિલ કપુરનો બંગલો જુહુમાં છે. આ મકાનમાં તે પત્ની સુનિતા કપુર, પુત્રી રિયા કપુર અને પુત્ર હર્ષવર્ધન સાથે રહે છે. અનિલના ઘરની કિંમત આશરે 25 થી 30 કરોડ રૂપિયા છે.
સૈફ અલી ખાન ફોર્ચ્યુન હાઇટ્સમાં રહે છે. સૈફે આ બિલ્ડિંગમાં 4 એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા છે. એક એપાર્ટમેન્ટની કિંમત લગભગ 12 કરોડ છે. સૈફના રહેઠાણની કુલ કિંમત 48 કરોડ છે.
રણબીર કપુરે 2016 માં એક નવું મકાન ખરીદ્યું હતું. ઘરનું નામ વાસ્તુ છે. રણબીરનું ઘર શાહરૂખની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કર્યુ છે. રિપોર્ટ અનુસાર રણબીરના ઘરની કિંમત 35 કરોડ રૂપિયા છે.