દવાખાને ગયા વગર, છાતી અને ગળામાં જામેલા કફને એક દિવસમાં દૂર કરવા અપનાવો આ ઘરેલુ નુસખો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

વાતાવરણના ફેરફારને કારણે મોટાભાગના લોકોને શરદી અને ઉધરસની પ્રવાહ નું પ્રમાણ વધી જાય છે. શરદી ઉધરસ ગમે તે ઋતુમાં થાય છે. ઘણી વખત હવામાનને અનુરૂપ આપણે ખાણીપીણી ન લેવાના કારણે શરદી અને ઉધરસ થઈ જાય છે. અને તેના લીધે છાતી અને ગળામાં કફ જામી જાય છે. અને છાતીમાં કફ જમા થવાના કારણે ઘણી વાર શ્વાસ સંબંધી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. આજે આપણે જાણીશું કે છાતી અને ગળામાં જામેલા કફને દવાખાને વગર કેવી રીતે બહાર કાઢી શકાય.

છાતીમાં જામેલા કફને દૂર કરવા માટે આદુ ખૂબ જ કારગર ઉપાય માનવામાં આવે છે. આદું અને લીલી હળદરને નીચા કરીને પીવામાં આવે તો કફમાં રાહત મળે છે. અને જામેલો કફ બહાર નીકળી જાય છે. આ ઉપરાંત એક ગ્લાસ ગરમ પાણી કરી તેમાં થોડું મીઠું નાખીને તેના કોગળા કરવાથી પણ ગળામાંથી રહેલો કફ બહાર નીકળી જાય છે.

લીલી અને સૂકી દ્રાક્ષ પણ કફ માટે બહુ ફાયદાકારક માનવામાં આવે છે. દ્રાક્ષમાં એક્સપેક્ટરેન્ટ નામનું તત્વ હોય છે જે ફેફસા અને ગળામાં જામેલા કફની સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. કફને દૂર કરવા માટે બે ચમચી દ્રાક્ષનો રસ લઇ તેમાં બે ચમચી મધ મિક્સ કરી રોજ દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી અઠવાડિયા સુધી સેવન કરવાથી બધું જ કફ નીકળી જશે.

કફ માટે જાણીતો ઉપાય હળદર છે શરીરમાં જામેલા કફને દૂર કરવા માટે હળદર ખૂબ જ કારગર ઉપાય માનવામાં આવે છે. હળદર એ એક એન્ટીસેપ્ટિક છે તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી કાળા મરીનો પાવડર, એક ચમચી મધ તેને સરખી રીતે મિક્સ કરી રોજ સેવન કરવાથી છાતી અને ગળામાં જામેલો કફ આસાની થી નીકળી જાય છે.

આપણા વડદાદા શરદી થાય ત્યારે ડુંગળી ખાવાની સલાહ આપતા હતા તેની પાછળ પણ એક બહુ જ મોટું કારણ રહેલું છે. કારણ કે, ડુંગળીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ તેમજ અનેક પોષક તત્વો રહેલા હોય છે જે કફની સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એક ડુંગળી લઈ તેનો રસ કાઢી તેમાં એક લીંબૂનો રસ મિક્સ કરી તેને થોડું ગરમ કરો ત્યારબાદ ગેસ બંધ કરીને એક ચમચી મધ નાખો, આ મિશ્રણને દિવસમાં ત્રણ વખત આપવામાં આવે તો ગળામાં અને છાતીમાં રહેલો કફ નીકળી જશે.

ગાજરમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે, તે માટે ગાજર કફને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગાજર છાતીમાં અને ગળામાં જામેલા કફને દૂર કરવા માટે ઉપયોગમાં આવે છે. ૪થી ૫ ગાજર લઈ તેનો જ્યૂસ કાઢીને તેમાં બે-ત્રણ ચમચી મધ મિક્સ કરી પીવાથી કફ દૂર થાય છે. નીલગીરી ના તેલનો ઉપયોગ પણ કફ દૂર કરવા માટે થાય છે, નીલગીરીના તેલને વરાળ સાથે વાફ લેવાથી જામી ગયેલો કફ ધીમે ધીમે દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here