1 રૂપિયામાં સફેદ વાળને કાળા ભમ્મર કરવાનો ઘરેલું દેશી ઉપાય, ખરેખર આ ઉપાય અજમાવવા જેવો છે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અત્યારની જિંદગીમાં લોકો બજારૂ ખાવાનું વધારે પસંદ કરે છે. અને બજાર ખાવા પીવાના કારણે અને પ્રદૂષણને કારણે અકાળે સફેદ વાળ થવાની સમસ્યા જોવા મળે છે. આપણે ઘણી વખત જોયું હશે કે નાના બાળકો અને યુવાનોને પણ સફેદ વાળ થતા હોય છે. નાની ઉંમરમાં થતા સફેદ વાળને કાળા કરવા માટે ઘણીવાર લોકો કેમિકલનો ઉપયોગ કરતા હોય છે.

પ્રદૂષણમાં સંપર્કમાં આવતા વાળ વધારે અકાળે સફેદ થઈ જાય છે, અને વાળનો ગ્રોથ પણ વધતો ઘણી વખત અટકી જાય છે. ભાગદોડવાળી જિંદગીમાં દરેક લોકો સુંદર દેખાવા અને આ માટે ઘણા બધા કેમિકલનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે થોડા સમય માટે વાળ કાળા થઈ જાય છે પરંતુ વધારે પડતા ઉપયોગને કારણે વાળ વધારે સફેદ થઈ જાય છે. આજે અમે તમને એક એવો ઘરેલુ ઉપાય બતાવવાના છીએ જેના કારણે તમે અકાળે સફેદ વાળને કાયમ માટે ના કરી શકો છો.

સફેદ વાળને કાળા કરવા માટે સૌપ્રથમ ફટકડીનો એક ટુકડો લો. ત્યારબાદ ફટકડીના ટુકડાને સારી રીતે ખાંડણીની મદદથી સારો ભૂકો કરી લેવું જોઈએ. અને ત્યારબાદ ફટકડીમાં થોડું ગુલાબ જળ ઉમેરીને સારી રીતે એક પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં સારી રીતે લગાવી પાંચ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવું. ત્યારબાદ તેને એક કલાક સુધી રહેવા દઈને શેમ્પૂની મદદથી ધોઇ લો, ધીમે ધીમે 15 દિવસમાં સફેદ વાળ કાળા થતા હોય તેવું દેખાશે.

સામાન્ય રીતે દરેક લોકોના ઘરમાં સરળતાથી ફટકડી મળી આવે છે. ફટકડીમાં ભરપુર પ્રમાણમાં મેગ્નેશિય,મ સલ્ફેટ હોય છે. અઠવાડિયામાં ત્રણથી ચાર વખત ફટકડીનો ઉપયોગ કરવાથી સફેદ વાળ કાળા થઇ જાય છે.

આ ઉપરાંત અમે ફટકડીના તેલનો ઉપયોગ પણ સફેદ વાળને કાળા કરવા માટે કરી શકો છો. ફટકડીનું તેલ બનાવવા માટે સૌપ્રથમ ફટકડી, આમળાનું તેલ અને વિટામિન ઈ કેપ્સુલ અને ગુલાબજળને લો. ત્યાર બાદ ફટકડીને સારી રીતે ખાંડીને તેમાં ગુલાબજળ મિક્સ કરી થોડું આમળાનું તેલ નાખીને વિટામિન ઈની કેપ્સુલ ઉમેરો અને વાળના મૂળમાં સારી સારી રીતે મસાજ કરો. ત્રીસ મિનિટ બાદ વાળને શેમ્પૂની મદદથી ધોઈ નાખો અને સફેદ વાળ કાળા થતા હોય તેવો દેખાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here