શું તમે પણ કમરના દુખાવાથી પરેશાન છો? તો એકવાર ઘરેજ કરો આ આસન ઉપાય, જિંદગીભર ક્યારેય કમર નહિ દુખે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજકાલ લગભગ દર દસમાંથી આઠ લોકોને કમરના દુખાવાથી પરેશાન હોય છે. ખાસ કરીને જે લોકોનું જીવન બેઠાડુ હોય તે લોકોની કમરના દુખાવાની ફરિયાદ વધારે હોય છે. અલગ અલગ પ્રકારની જીવનશૈલી અને કામ કરવાની પદ્ધતિને કમરનો દુખાવો થવાનું મુખ્ય કારણ છે. ઓફિસ વર્ક કરતા લોકો ને કમર દુખવા નું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે કારણકે તે લોકો ને લાંબા સમય સુધી એકજ સ્થિતિમાં બેસી રહેવાનું હોય છે. આધુનિક સમયમાં કમરના દુખાવાને સ્લીપડિસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે.

એવું નથી કે મોટી ઉંમરના લોકોને જ કમરમાં દુખાવો થાય પરંતુ આજકાલ યુવાનોને પણ કમરનો દુખાવો થતો હોય છે. જે વ્યક્તિ એકજ જગ્યા પર લાંબો સમય બેસીને કામ કરતો હોય તો લોકોને કમરમાં દુખાવાનું પ્રમાણ વધારે જોવામાં આવશે. કમરના મણકા વચ્ચેની ગાદીને ઈજાગ્રસ્ત થઈ જાય તો તેના કારણે કમરનો દુખાવો થાય છે.

કમર દર્દ માટે અજમો એક સૌથી સારો ઘરેલૂ ઉપાય છે. અડધી ચમચી અજમાને તાવડીમાં નાખી ને ઠંડી થઈ જાય ત્યારે મુખવાસની જેમ ચાવીને ખાઓ ત્યારબાદ એક ગ્લાસ પાણી પીવો. એક અઠવાડિયા સુધી કરવાથી કમરના દુખાવામાંથી કાયમ માટે છુટકારો થઇ જશે.

કમરના દુખાવા માટે જાયફળ એક રામબાણ ઈલાજ ગણવામાં આવે છે. જાયફળનો ઉકાળો બનાવીને પીવાથી પણ ખુબ જ ફાયદો થાય છે. ઉકાળો બનાવવા માટે સૌપ્રથમ અને પાણીમાં પલાળી રાખો ત્યારબાદ તેને ઘસીને મિક્સ કરો અને તેને ધીમા તાપે ઉકાળો. પાંચ મિનિટ બાદ ગરમ થઈ જાય પછી તેને ઠંડુ થવા દો અને ઠંડુ થયા બાદ તેનું સેવન કરવું જોઇએ.

જે લોકોને કમરનો દુખાવો થતો હોય તે લોકોએ અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ છે કે લાંબા સમય સુધી એક જગ્યા પર ન બેસી રહો છો, તમે ઓફિસમાં કામ કરતા હોય તો દર 45 મિનિટ પરથી ઊભા થઈ જાઓ ને થોડું ચાલો. આ ઉપરાંત ભારે સામાન ઉપાડવાનું ટાળવું જોઇએ કારણ કે વધારે વજન ઉપાડવાથી સ્નાયુ પર દબાણ આવે અને કમરનો દુખાવો વધવાની સંભાવના વધી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here