કપડા પર લાગેલા ચા અને લોહીના ડાઘાને દુર કરવાના આસન ઉપાય, કોઈ પણ ખર્ચો કરવાની જરૂર નથી

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઘણી વખત કપડા પર એવા ડાઘા પડી જાય છે કે કપડાંને ખુબ જ ઘસવા છતાં તે દુર થતા નથી. જેમ કે ગુટકા, ચા, લોહી, આઈસ્ક્રીમના, કલર અથવા તેલ ના, કાટ ના ડાઘ કપડા પર લાગી જાય છે અને ખૂબ જ મહેનત કરવા છતાં પણ તે જતા નથી. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો બતાવશું જેના દ્વારા તમે સરળતાથી કપડા પરના જીદ્દી ડાઘ દુર કરી શકશો.

જો કપડા પર ચા ઢોળાઈ જાય તો તરત જ તેના પર ટુથપેસ્ટ લગાવી દેવી અને ત્યારબાદ 20થી 25 મિનિટ પછી ધોઇ લેવું આવું કરવાથી તરત જ ડાઘ જતો રહેશે આ ઉપરાંત કપડા ઉપર બેકિંગ સોડા નાખીને અડધો કલાક પડ્યા રહેવા દેવું, ત્યાર પછી કપડાં ને સાફ કરી લેવો અને મીઠાથી પણ ડાઘ દૂર કરી શકો છો, જ્યાં ચા ઢોલાની હોય ત્યાં તરત જ મીઠું લગાવી દેવું અને ત્યારબાદ તેને એમ જ રહેવા દઈને પછી ધોઈ લેવાથી દૂર થઈ જાય છે.

ઘણી વખત તો કોઈ કામ કરતા હોય તો શાહી કપડા પર ઢોળાઈ જાય છે અને તેનો ડાઘ પડી જાય છે અને તે ખુબ જ ખરાબ લાગે છે, તેના માટે મીઠું અને ટમેટું થોડી વાર ઘસવું થોડી વાર પછી તેને હળવા હાથે સાફ કરવું એટલે તરત જ શાહીના ડાઘ દૂર થઈ જશે. આ ઉપરાંત મીઠું અને લીંબુનો ઉપયોગ પણ શાહીના ડાઘ દૂર કરવા માટે કરી શકો છો.

જો કપડા પર તેલનો ડાઘ પડ્યો હોય તો ત્યાં જ ટેલકમ પાઉડર લગાવી અડધી કલાક પડ્યો તેને બ્રશથી સાફ કરવાથી તે દૂર થઈ જાય છે. ખાસ કરીને ઉનાળામાં કપડા પર સફેદ ડાઘ પડી જાય છે અને તે કાઢવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તો તેના પર સિરકા લગાવી તેને થોડા સમય માટે પડી રહેવા દ્યો ત્યારબાદ તેને હળવા હાથે ખસવાથી ડાઘ દૂર થઈ જાય છે.

લોહીના ડાઘને દૂર કરવા ઘણા મુશ્કેલ પડે છે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન હોય છે તે માટે લોહીના ડાઘ દૂર કરવા માટે ઠંડુ પાણી એન્ઝાઈમ સ્ટેન રીમુવર નાખો, ત્યારબાદ પાંચ મિનિટ પલાળી તેને હળવા હાથે ઘસવાથી લોહીના ડાઘ દૂર થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here