કર્ણનો અગ્નિસંસ્કાર ગુજરાતના સુરતમાં જ કરવામાં આવ્યો હતો, જાણો તેનું રહસ્યમય કારણ, આજે પણ ત્રણ પાનનો વડ છે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મહાભારતમાં આપણે એવા ઘણા બધા પાત્રો જોયા છે જેના પરથી આપણને ઘણું બધું શીખવું જોઈએ, આજે આપણે એક એવા જ પાત્ર વિશે વાત કરવાના છીએ જે પાત્રમાંથી આપણે ઘણું બધું શીખવા જેવું છે, તે પાત્ર છે મહાભારતના  દાનવીર કર્ણનું. આ એક એવું પાત્ર છે જે પોતાની દાતારીને લીધે જગ વિખ્યાત થઇ ગયા. કર્ણને દાન ધર્મનું પ્રતિક ગણવામાં આવે છે, તેને પોતાના કવચ અને કુંડળ પણ દાનમાં આપી દીધા.

ભગવાનને દાનમાં પોતાના પ્રાણ પણ આપી દીધા હતા. છેલ્લે પોતાના પ્રાણ ત્યાગ કરતા ત્યારે ભગવાનને ત્યાં જઈને પોતાનું નામ અમર કરી દીધો હતો. જયારે ભગવાને કર્ણ પાસે પ્રાણ માંગ્યા અને તે પ્રાણ આપવા તૈયાર થઇ ગયા. ત્યારે ભગવાને પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું ત્યારે કર્ણએ કહ્યું કે મારો મૃત્યુ થાય પછી મારા અગ્નિસંસ્કાર એવી જમીન પર જાય થાય જે જમીન કુંવારી હોય.

ભગવાનને કર્ણએ કહ્યું કે હું કુવારી માતાનું સંતાન છું, એટલે જ્યારે પણ મારું મૃત્યુ થાય પછી મારો અગ્નિસંસ્કાર પણ કુંવારી ભૂમિ પર કરવામાં આવે તે મારી આખરી ઈચ્છા છે. ત્યારે ભગવાન પણ વિચાર કરવા લાગ્યા અને કહ્યું કે પૃથ્વી પર કુવારી ભૂમિ તરીકે સુર્યપુત્રી તાપી નદીના કિનારે એક સોઈ ની અણી જેટલી જમીન છે અને તે જમીન પર ભગવાન શ્રીકૃષ્ણને અગ્નિ સંસ્કાર કર્યો.

એકવાર પાંડવોએ શંકા કરી ત્યારે ભગવાને પ્રગટ થઈને કહેવડાવ્યું કે અશ્વિની અને કુમાર એ બે મારા ભાઈઓ છે અને તાપી મારી બહેન છે, અને આમ કુવારી જમીનના પુરાવા આપવામાં આવ્યો છે. ત્યારબાદ પાંડવોએ કહ્યું કે અમને તો ખબર પડી ગઈ કે આ જમીન કુંવારી છે પણ આવનારા યુગ ને કેવી રીતે ખબર પડશે કે આ જમીન કુંવારી છે.

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે ત્યાં ત્રણ પાનનો એક વડ થશે જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની નું પ્રતિક ગણવામાં આવશે. અને જે લોકો ત્યાં માનતા રાખશે તેને દરેક મનોકામના પૂરી થશે. આ કુંવારી ભૂમિ ગુજરાતમાં સુરત શહેર છે અને જ્યાં તેમના અગ્નિસંસ્કાર થયા હતા તે અશ્વિનકુમાર સ્મશાન છે.

અત્યારે પણ ત્યાં ત્રણ પાનનો વડ છે અને જ્યાં કોઈ માનતા રાખે છે અને દરેક મનોકામના પૂરી થાય છે અને ત્યાં જે પણ લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે તેના પ્રાણ સ્વર્ગમાં જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here