કોઈપણ મહેનત વગર, લોખંડની વસ્તુ પર લાગેલા કાટ ફક્ત 5 મિનીટ માં ગાયબ કરો, 100 % અસરકારક

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઘણી વખત ઘરમાં લોખંડની ચીજવસ્તુઓ જેવી કે બારી બારણા, સ્ટોપર, કેનાલમાં, આગળીયામાં કાટ લાગી જતો હોય છે. તેના કારણે ઘર ની સુંદરતા ઓછી થઈ જતી હોય છે. અને કાટને સાફ કરવાથી તરત આસાનીથી દૂર પણ થતો નથી. ઘણી વખત આપણે કાટને દૂર કરવા માટે ઘણા બધા ઉપાય અજમાવતા હોઈએ છીએ. પરંતુ કાટ દૂર થવાનું નામ જ લેતું નથી. જો તમે પણ આ ચિંતાથી ઘેરાયેલા હોય તો ચિંતા કરવાની જરૂર નથી આ લેખ તમારી માટે જ છે. કારણકે અમે આજે તમને સરળતાથી લોખંડના પર જામી ગયેલા કાટને દૂર કરવાના ઉપાયો વિશે જણાવવાના છીએ.

લોખંડ પર લાગેલા કાટને દુર કરવા માટે આપણે પાવડર કે લીક્વીડની મદદથી તેની સફાઈ કરતા હોઈએ છીએ. પરંતુ જો તમે લોકો સરળતાથી દૂર કરો હોય તો તે માટે ચૂનો, મીઠું અને લીંબુ ના રસ ની મદદથી કરી શકો છો લીંબુ, મીઠું અને ચુનાને સરખી રીતે મિક્સ કરી એક પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને જ્યાં કાટ લાગ્યો હોય તેવી જગ્યા પર લગાવો. ધીમે ધીમે કાટ નરમ થઇ જશે અને કાટ દૂર થઈ જશે.

આ ઉપરાંત લોખંડને લાગેલા કાટને દૂર કરવા માટે સેન્ડ પેપરનો ઉપયોગ પણ કરી શકે છે. કાટ લાગ્યો હોય તે જગ્યા પર સેન્ડ પેપરનો મદદથી આપણે કાટને આસાનીથી દૂર કરી શકે છે. જે જગ્યાએ કાટ લાગ્યો હોય તે આ સૌપ્રથમ સ્ટેન્ડ પેપર કાટ પર બરાબર રીતે ઘસો. કાટ નીકળી જાય પછી ત્યાં રંગ કરી લેવો જોઈએ કારણ કે રંગ કરવાથી બીજી વખત તે કાટ લાગવાની સમસ્યા ઉદ્ભવી શકે નહીં.

આ ઉપરાંત બેકિંગ સોડા અને લીંબુની નો ઉપયોગ પણ કાંટા વાળી જગ્યાએ થી કાટ દૂર કરવા માટે કરવામાં આવે છે. તે માટે સૌપ્રથમ બેકિંગ સોડા અને લીંબુની એક પેસ્ટ બનાવી જુના બ્રશની મદદથી કાટ વાળી જગ્યા પર ઘસો આવું કરવાથી આસાનીથી કાટ દૂર થઈ જશે. આ ઉપરાંત વિનેગરનો ઉપયોગ પણ કાટની સમસ્યામાંથી દૂર કરવા માટે કરી શકે છે. તે માટે વિનેગરને એક સ્પ્રેમાં ભરી ત્યાં સ્પ્રે કરી એમ જ રહેવા દઈ બ્રશ ફેરવવાથી કાટ ઓટોમેટીક બહાર આવી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here