લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
બોલિવૂડને એક પછી એક અલગ અલગ ફટકો પડતો રે છે. બોલીવૂડના જગતમાં એક ખુબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ગાયક કે.કે. એટલે કે કૃષ્ણકુમાર કુનનાથનું અચાનક જ તબિયત લથડતા મૃત્યુ થયું હતું.
કોલકાતાના એક કોલેજમાં કોન્સર્ટમાં કરવા માટે ગયા હતા અને આ જ કોન્સર્ટમાં અચાનક જ તેની તબિયત બગડતાં તે પડી ગયા હતા.
ત્યારબાદ તેને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. કે કે એક ભારતીય પ્લેબેક સિંગર હતા. તેણે ગુજરાતી, બંગાળી, તમિલ, હિન્દી, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, આસામી જેવી ભાષામાં ગીતો રેકોર્ડ કર્યા છે.
31 મેં ની રાત્રે તેનો કાર્ડિયાક એરેસ્ટ છે તેનું અવસાન થયું. એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા જ્યારે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે તેના માથા પર અને ચહેરા પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. પોસ્ટ મોર્ટમ પછી જ આ વિગત સ્પષ્ટ થઈ શકશે. પોસ્ટમોર્ટમ પછી મોતનું અસલી કારણ જાણી શકાશે.
કે.કે. ના પ્રખ્યાત ગીતોમાં યાર, તડપ તડપ કે ઇસ દિલ કે, ખુદા જાને, જિંદગી દો પલ કી, જરા સા, તુ હી મેરી સબ હે, આંખો મેં તેરી અજબ સી, તુ જો મિલા, આશિયાન જેવા ગીતો ખુબજ લોકપ્રિય બન્યા હતા.