આ એક ઉપાય કરવાનું શરુ કરી દો. કેલ્શિયમ ના ટીકડા લેવાની જરૂર નથી, હાથ પગના દુખાવા થશે નહિ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજકાલ બજારમાં ખાને પીને કારણે નાની ઉંમરમાં જ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થતી હોય છે. ઘણી વખત નાની ઉંમરમાં સાંધાનો દુખાવો અને દાંત નો દુખાવો થતો હોય છે. આ બધી સમસ્યા થવા પાછળનું કારણ કેલ્શિયમની ઊણપ હોઈ શકે છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ થવાને કારણે ઘણા ગંભીર રોગો થવાની શકયતા પણ વધી જાય છે. હાડકા માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી હોય છે શરીરનું 90 ટકા જેટલુ કેલ્શિયમ હાડકાં અને દાંત મા રહેલું હોય છે.

જો કેલ્શિયમની કમી સર્જાય તો હાડકાં અને દાંત નો દુખાવો થવાની સમસ્યા ઊભી થઈ છે. જ્યારે શરીરમાં કેલ્શિયમની ઊણપ સર્જાય ત્યારે હાડકાના દુખાવા, સાંધાના અને કમરનો દુખાવો થવાનું શરૂ થઇ જાય છે. આ ઉપરાંત અનિદ્રા થવાની સમસ્યા પણ ઉદ્ભવે છે. આજે અમે તમને એક દેશી ઉપચાર બતાવવાના છે જેના દ્વારા તમે કેલ્શિયમની કમી પૂરી કરી શકો છો. અને કોઈપણ દવા લેવાની જરૂર પડતી નથી.

 

તલ અને જીરું આ બંને કેલ્શિયમનો બહુ મોટો સ્ત્રોત કહેવામાં આવે છે. તલ અને જીરાનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની કમી પૂરી પાડી શકાય છે. કેલ્શિયમની ઉણપને દુર કરવા માટે અંજીર અને બદામ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. રોજ સાંજે પાણીમાં પલાળી સવારે પલાળેલાં અંજીર અને બદામનું સેવન કરવામાં આવે તો શરીરમાં ઊણપ ક્યારેય થતી નથી. આ ઉપરાંત દૂધમાંથી બનતી બનાવટો છે જેવીકે પનીર, દહીં, છાશ, ચીજ, મલાઈ, માખણ વગેરેનું સેવન કરવામાં આવે તો પણ કેલ્શિયમની ખામી કયારેય સર્જાતી નથી.

તલમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે એટલે જ આપણે જ્યારે કોઈના ઘરે મહેમાન તરીકે જતા હોય છે ત્યારે તે આપણને મુખવાસમાં તલ આપતા હોય છે. જેના દ્વારા આપણને ક્યારે કેલ્શિયમની ઉણપ ન સર્જાય. આ ઉપરાંત તલ આપણે ઘણી વખત તલની ચીકી બનાવતા હોય છે કે તેમાં વધારે પડતું કેલ્શિયમ મળી રહે છે.

મખના પણ કેલ્શિયમનો સ્ત્રોત ગણવામાં આવે છે. કમળના બીજને મખના તરીકે ઓળખવામાં આવે છે. મખના માં કેલ્શિયમ સિવાય વિટામિન્સ, ખનિજ, પોષક અને ફોસ્ફોરસ જેવા તત્વો રહેલા હોય છે. જે શરીરને ખૂબ જ પોષણ આપે છે. અને જીવલેણ રોગ માં પણ મખના ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here