સાંધાના દુખાવા, કબજિયાત, તાવ,એસીડીટી, અસ્થમાનો જડમૂળમાંથી ઈલાજ, જાણી લ્યો સેવન કરવાની રીત

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં કેરડાનું અથાણું બનાવવામાં આવે છે. ઘણા લોકો તેને કેવડા તરીકે પણ ઓળખે છે. કેવડા ગોળાકાર ફળ છે, અને તે સ્વાદમાં કડવા હોય છે. કેરડા સુકા પ્રદેશમાં થતા હોય છે. તેને ખાટા-મીઠા બનાવવા માટે પાણીમાં હળદર અને મીઠું નાખી થોડા દિવસ સુધી ડુબાડી રાખવાથી તે સ્વાદમાં ખાટામીઠા થઈ જાય છે અને ત્યારબાદ તેનું અથાણા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

અથાણા ઉપરાંત કેરડા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં કેરડાના અનેક ફાયદાઓ ગણાવવામાં આવ્યા છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ, કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ, આયરન હોય છે. કેરડા સાંધાના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત વાયુક્ષમક છે.

કેરડાનું સેવન કરવાથી હૃદય મજબૂત બને છે. અને મેમરી પાવર વધે છે. જો કેરડાના અથાણાનો નિયમિત સેવન કરવામાં આવે તો સાંધાનો દુખાવો અને કમરના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો દાંતનો દુખાવો થતો હોય તો કેરડાના ફૂલને ચાવવાથી પણ ફાયદો થાય છે આ ઉપરાંત મોઢાની દુર્ગંધને દૂર કરે છે.

કેરડા મોટાભાગે ચૈત્ર અને વૈશાખ મહિનામાં જોવા મળે છે. તે ઝાડા, કબજિયાત, એસિડિટી, અપચો, ગેસ અને પેટને લગતી સમસ્યા અને ડાયાબિટીસ, ઉધરસમાં ફાયદાકારક માનવામાં આવે છે. જો કોઈ ઝેરી પ્રાણી કરડ્યું હોય તો તેના ઝેરને દૂર કરવા માટે કેરડાના મૂળ ફાયદાકારક માનવામાં આવે છે. તે માટે મૂળને ખાંડીને જ્યાં ઝેરી પ્રાણી કરડ્યું હોય ત્યાં લગાવવાથી ઝેર તરત જ દૂર થાય છે.

કેરડાનું અથાણું બનાવવા માટે તેને ખાટી છાશમાં પલાળી રાખો. ખાટી છાશમા એક ચમચી મીઠું અને થોડી હળદર નાખી એને પંદર દિવસ સુધી ડૂબાડી રાખો આવું કરવાથી કેરડામાં રહેલી કડવાશ દૂર થઈ જાય છે. 15 દિવસ પલળી જાય પછી તેમાંથી બધું જ પાણી અને છાશ નીકળી જાય પછી તેને એક કોટનના કપડામાં સરસ રીતે સૂકવવા મૂકી દો.

હવે ત્યાર બાદ એક ચમચી રાઈના કુરિયા અધકચરા વાટી તેમાં હળદર હિંગ અને ચપટીક મીઠું મિક્સ કરવું. ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરી ગરમ થઈ જાય પછી થોડું ઠંડું પડવા દેવું અને થોડું નવશેકું હોય ત્યારે હિંગ અને હળદર ઉપર રેડી દેવી. ત્યારબાદ આ મસાલા ને સારી રીતે મિક્સ કરી દેવું અને તેના ઉપર થોડી લીંબુ નીચોવી અને સુકાયેલા કેરડા ભેળવીને એક એર ટાઈટ ડબ્બામાં ભરી દેવું જોઇએ. અથાણા નો ઉપયોગ તમે બાર મહિના સુધી કરી શકો છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here