આ રીતે જાણો કેરી ખાટી છે કે મીઠી, કેરી ખરીદતી વખતે રાખો આ ધ્યાન, 100% મીઠી જ કેરી નીકળશે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે કેરીનું આગમન થતું જાય છે. આ વર્ષે કેરી ઓછી આવવાના કારણે ભાવ ખૂબ જ વધારે છે. અને આ વધારે ભાવની કેરી ખરીદીને જો ઘરે લાવીને કાપવામાં આવે અને જો ખાટી નીકળે તો ખુબ જ દુખ થાય તે સ્વાભાવિક છે.

મોટાભાગે દરેક લોકો તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓને કેસર કેરી ખૂબ જ પસંદ હોય છે. આજે અમે તમને કેટલીક એવી ટ્રિક્સ બતાવવાના છે કે જ્યારે કેરી ખરીદવા જાઓ ત્યારે મીઠું અને રસદાર કેરીનું ફળ આપણને કેવી રીતે મળે. આજે અમે કેટલીક એવી રીત બતાવશું કે કેરીને જોતા અને અડવાથી ખબર પડી જાય છે કેરી ખાટી છે કે મીઠી.

જો કેરીને અડવાથી જો થોડીક પોચી અને મુલાયમ લાગે તો સમજવું કે કેરી મીઠી છે. પરંતુ એટલી પણ નરમ ન હોવી જોઈએ કે તમે આંગળી અડાડો તો દબાઈ જાય. જો કેરી ખાડા વાળી હોય તો તેને ક્યારેય ખરીદવી નહિ. કારણકે ખાડાવાળી કેરી સડેલી હોય છે.

કેરીને સુંઘવાથી પણ ખબર પડે કે તે કેમિકલ વાળી છે કે નહિ જો કેમિકલ ની વાસ આવતી હોય તો સમજી જવું કે આ કેરી કેમિકલ અને દવા નાખીને પકવવામાં આવી છે. કેરી ના ડિટીયા પાસે કેરીને સુંઘવી. જો ડીટીયા પાસે મીઠા અનાનસ કે તરબૂચ જેવી સુગંધ આવે તો સમજી જવું કે કેરી મીઠી છે.

ગોળાકાર દેખાતી કેરી મોટાભાગે મીઠી હોય છે, પાતળી અને સપાટ કેરીખાટી હોય છે. અલગ પ્રકારની કેરીની જાણકારી જોઈએ. કારણકે અટાલ્ફો કેરી પાકી જાય તે પહેલા જ કરચલીવાળી અને પોચી થઈ જાય છે. અને ફ્રાન્સીસ કેરી પાકી જાય પછી પણ થોડા લીલા રંગની દેખાય છે જ્યારે સંપૂર્ણ વિકાસ થઈ જાય પછી જ તે સોનેરી પીળી દેખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here