ફક્ત એક અઠવાડિયું ખાશો તો કેલ્શિયમની દવા લેવાની જરૂર નહિ પડે, જિંદગીભર હાથપગના દુખાવા નહિ થાય

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

જ્યારે પણ આપણને હાડકા નો દુખાવો કે દાંતનો દુખાવો થતો હોય અને હોસ્પિટલ જતા હોઈએ છીએ ત્યારે મોટા ભાગના ડોક્ટરનું કેવું હોય છે કે કેલ્શિયમની ઉણપને કારણે સાંધાના દુખાવો થાય છે. શરીરમાં કોઈપણ જગ્યાએ દુખાવો થતાં હોય તો તેનું મુખ્ય કારણ કેલ્શિયમની ખામી છે.

મોટાભાગે 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને સાંધાના દુખાવા રહેતા હોય છે. અને ડોક્ટર કેલ્શિયમની ગોળી આપે છે. જેના કારણે હાડકા મજબૂત બને. જો નાની ઉંમરના બાળકોને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન આપવામાં આવે તો તેનો ગ્રોથ થતો અટકી જાય છે. અને હાડકાઓ નબળા પડતા જાય છે. આપણા ખોરાકમાં એવી ઘણી બધી વસ્તુ રહેલી છે કે જેના આપણે કેલ્શિયમની ઉણપને પૂરી કરી શકીએ છીએ. તો ચાલો આજે આપણે જાણીએ કે તમને ખામીને દૂર કરવા માટે કયા કયા ખોરાક લેવા જોઇએ.

દૂધ કેલ્શિયમનો સૌથી સારો સ્ત્રોત છે. ઘણા લોકોને દૂધ ફાવતું ન હોયતો તે દૂધનું સેવન કરતા નથી. જેના કારણે શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય છે. શું તમને દૂધ ભાવતું ન હોય કે ફાવતું ન હોય તો દૂધ ના બદલામાં તમે બીજી ઘણી બધી વસ્તુ છે કે તેનો ઉપયોગ તમે કેલ્શિયમ વધારવા માટે કરી શકો છો.

દહીમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ આવેલું છે. કેલ્શિયમની સાથે સાથે ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામીન બી12 જેવા અનેક તત્વો રહેલા છે. એટલા માટે જે વ્યક્તિને દૂધનું સેવન ન કરતા હોય તે લોકોએ દહીંનું સેવન કરવું જોઈએ. સંતરા નારંગી કે લીંબુ જેવા ખાટા ફળો માંથી કેલ્શિયમ વધારે મળી આવે છે. ખાટા ફળોમાં વિટામિન સીની સાથે સાથે કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તેમાં કેલરી ઓછી હોય છે એટલે સંતરાં મોસંબી કે લીંબુનું સેવન વધારવા માટે કરવામાં આવે છે.

સોયાબીન: જેટલુ કેલ્શિયમ દૂધમાં મળી આવે છે તેટલું જ કેલ્શિયમ સોયાબીનમાં મળતું આવે છે. જો તમને દૂધ ભાવતું ન હોય તો દૂધ ના બદલામાં સોયાબીનનો ઉપયોગ કરી શકો છો. જો તમે રોજ દૂધ પિતા નથી તો રોજ સોયાબીનનું સેવન કરવું. આ ઉપરાંત અઠવાડિયામાં એક વખત સોયાબીન નું શાક બનાવીને ખાવું જોઈએ.

ચીઝમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે. રોજ ચીજોનું સેવન કરવાથી પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. પરંતુ ચીજનું વધારે પડતું સેવન કરવું જોઇએ નહીં કારણ કે ચીઝ ખાવાથી ચરબી વધી શકે છે.

અંજીરને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, તેનું નિયમિત સેવન કરવાથી હાડકાંને લગતી બીમારીઓ દૂર થઈ જાય છે. અને શરીરના વિકાસમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

પાલકમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. હાડકાને મજબૂત રાખી કેલ્શિયમના સ્તરને ટકાવી રાખવા માટે પાલકનું સેવન કરવું જોઈએ. પાલકનું સેવન તેનું સૂપ બનાવીને કે તેનું ભાજી બનાવીને પણ કરી શકો છો. આમળામાં પણ ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે તે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે અને હાડકાંને મજબૂત બનાવવા નું કામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here