ખેડૂતો માટે સારા સમાચાર,હવે સરકારી દફતર જવાની જરૂર નથી,આ રીતે તમે પણ ઓનલાઈન જ જમીન ના વારસાઈ માં જાતે ફેરફાર કરી શકશો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઘણા લોકો જમીન વારસદારના નામે કરાવવા માટે ધક્કા ખાતા રહે છે અને વારંવાર આવા ધક્કા ખાઈને કંટાળી જતા હોય છે અને તે છતાં પણ એનું કામ થઇ શકતું નથી અને ધક્કા જ ખાવા પડે છે અને આવામાં રાજયસરકાર દ્વારા બિનખેતીની ઓનલાઇન મંજૂરી બાદ જમીનમાં વારસાઇ ફેરફાર નોંધની અરજીની મહેસુલી સેવા ઓનલાઇન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે કોઈને વારંવાર ધક્કા ના ખાવા પડે અને સરળતાથી આ કામ થઈ જાય પણ લગભગ ઘણા ખેડૂતોને કોમ્પ્યુટરનું જ્ઞાન જેના કારણે આવા લોકો પરેશાન હોય છે અને આવામાં જ ગામડાઓ માં અપૂરતી સુવિધાથી સેવાની સફળતા સામે સવાલ ઉભા થાય છે અને તેનો પણ હલ કરવામાં આવશે.ત્યારબાદ બીજી બાજુ ખેડૂતોને કોમ્પ્યુટર નું પૂરતું જ્ઞાન ન હોય એટલે એમણે સાયબર કાફે જવું પડે છે અને આ કામ કરાવવું પડે છે તેમજ કહેવામાં આવ્યું છે કે આ ધંધાર્થીઓ આ તકનો લાભ લઇ અને આવા ખેડૂતો પાસેથી અરજી કરવાના નાણાં ઉઘરાવે તો તેની જવાબદારી કોની તે સવાલ પણ ઉભો થયો છે અને આવામાં ખેડૂતો પાસેથી વધારે નાણાં લેવામાં આવે છે પણ હવે આ સરકારી દફતર માં ધક્કા ખાવાની તમારે બિલકુલ જરૂર નથી કારણ કે જમીન વારસાઇમાં આ ફેરફાર કરવાની પ્રોસેસ હવે આ રીતે ઓનલાઇન જાતે જ થઇ શકશે જેના વિશે અમે તમણે જણાવીશું.ઓનલાઇન અરજી માટે અરજદારે કરવી આ રીતે કાર્યવાહી, તમારે વારસાઇ નોંધ માટે gujarat.gov.in વેબસાઇટ પર અરજી કરવાની છે તો અરજીના પ્રકારમાં ઓનલાઇન વારસાઇ નોંધ માટેની અરજી એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે આ અરજીમાં જણાવેલી તમામ વિગતો શ્રુતિ ફોન્ટમાં ડેટા સ્વરૂપે દાખલ કરવાની હોય છે અને ત્યારબાદ Iora સાઇટ પર શ્રુતિ ફોન્ટની વિગતો દર્શાવી હોય છે.તેમજ આ થઈ ગયા બાદ સહીવાળી અરજી સાથે મૃત્યુનું પ્રમાણપત્ર અને મૃત્યુ થનાર ખાતેદારનું તલાટી રૂબરૂનું પેઢીનામું સ્કેન કરીને અપલોડ કરવાનું હોય છે અને ત્યારબાદ કહેવામાં આવે છે કે આ અરજી સબમીટ કર્યાની તારીખથી જ મહતમ 15 દિવસમાં રીયલ દસ્તાવેજો અને જે તે તાલુકાના ઇ-ધરા કેન્દ્ર ખાતે રજૂ કરવાના પડશે અને આ જરૂરી છે.ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે આ અરજી સાથે 7-12, 8-અ જેવા બીજા કોઇ જ દસ્તાવેજ અપલોડ કરવાના નથી.ત્યારબાદ જો કોઇ ચોકકસ બાબત માટે કોર્ટ નો હુકમ આવશે તો જ તેની વિગતો અપલોડ કરવાની હોય છે.તેમજ ઉપરોકત જણાવેલ તમામ વિગતો ભરીને તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ સબમીટ કરવાથી તમારી અરજી નોંધાઇ જય છે પણ આ અરજદાર ની અરજી કાચી નોંધ સ્વરૂપે લોક થઇ જાય છે તેમન કહેવામાં આવ્યું છે કે આ મૃત્યુ પામનાર તથા તેમના વારસદારોની વિગતની સ્ક્રિપ્ટ સાથે જે તે ગામના ઓનલાઇન હકકપત્ર કે કાચી નોંધનો નંબર જનરેટ થતો હોય છે.ત્યારબાદ જો તમે અરજદાર અને અરજી મુજબના હકકમાં ધરાવનાર હોય છે તે તમામના મોબાઇલ નંબરની વિગતો રજૂ કરી હશે તો આ તમામને વારસાઇની કાચી નોંધ બાબતે નિયત એસએમએસ જશે તેવું પણ જણાવ્યું છે.ઇ ધરા કેન્દ્રની કાર્યવાહી.ત્યારબાદ આ ઓનલાઇન વારસાઈ નોંધ ઓટો મ્યુટેશન રજીસ્ટરમાં દેખાશે અને તમારું કામ થઈ જશે.તેમજ ઇ-ધરા નાયબ મામલતદારે ઓટો મ્યુટેશન રજીસ્ટર પરથી મરણનું પ્રમાણપત્ર તથા પેઢીનામાની નકલની અને અરજીની પ્રિન્ટ પણ મેળવવાની રહેશે.અને તમે જે તે ખાતાની 8-અ તથા 7-12ની પ્રિન્ટ પોતાના લોગીનમાંથી મેળવવાની રહેશે તેનું ધ્યાન અવશ્ય રાખવું.ત્યારબાદ આ અરજદાર દ્વારા મૃત્યુ નું પ્રમાણપત્ર, પેઢીનામું અને અસલ અરજી રજૂ કર્રીને ઓનલાઇન રીસીવ કરવાના રહેશે અને આવુ કર્યા પછી અરજદાર ને એસએમએસ થી જાણ થઇ શકે છે.તેમજ જો અરજી સબમીટ કર્યાની તારીખથી 10 દિવસ સુધી અરજદાર દ્વારા કરવામાં આવે અને ઉપરોકત દસ્તાવેજો રજૂ કરવામાં ન આવે તો 11 માં દિવસે આ વિગત દર્શાવતો સિસ્ટમ જનરેટેડ એસએમએસ જાય તેવી વ્યવસ્થા એનઆઇસી દ્વારા કરવાની રહેશે અને જેમાં તમારે વિગતે માહિતી આપવાની હોય છે.પણ આવું કર્યા બાદ મૃત્યુ નું પ્રમાણપત્ર તથા પેઢીનામું રજૂ થાય છે અને બાદ નાયબ મામલતદાર ઇ -ધરાએ પોતાના લોગીન માં ઓનલાઇન રીસીવ કરવું જોઈએ અને ત્યારબાદ નોંધનો નિર્ણય કરનાર સક્ષમ અધિકારીને સોંપી અને પછી તે આપ્યા બદલ સહી મેળવવાની હોય છે.ત્યારબાદ આ વારસાઇ નોંધણી નો નિર્ણય નિયમ મુજબ કરવો જોઈએ અને આ તમામ જોગવાઇ તપાસીને કરવાનો રહેશે.તો હવે તમારે સરકારી દફતર માં ધક્કા ખાવાની કોઈ જરૂર નથી કારણ કે જમીન વારસાઇમાં ફેરફાર કરવાની પ્રોસેસ હવે આ રીતે ઓનલાઇન જાતે જ થઇ શકશે અને હવે તમારે વાંરવાર ધક્કા નહિ ખાવા પડે.

Previous articleજાણો ઘરે પાઉં બનાવવાની સરળ અને સારી રીત,આ રીતે ઘર ના કૂકરમાં જ બનાવો તાજા પાઉં,જાણો રીત….
Next articleબોલિવૂડ માં સૌથી લાંબી છે આ અભિનેત્રીઓ,અને એક હીરો ને તો કરવો પડ્યો હતો સ્ટુલ નો ઉપયોગ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here