દરેક દુઃખને દુર કરનારી રાજપરાવાળી ખોડીયાર માતાજીનો ઈતિહાસ જાણો, શેર કરો રાજપરાવાળી દરેકની ઈચ્છા પૂરી કરશે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ભારત દેશ એટલે ખૂબ જ શ્રદ્ધા નો દેશ છે, તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં તો ખૂણે ખૂણે મંદિરો આવેલા છે. એવું કહેવાય છે કે દર પાંચ કિલોમીટર એ એક મંદિર આવેલું છે. તેમાં પણ મા ખોડલ નું નામ પડતાં જ દરેક લોકો તેને ખુબજ માને છે. આ ખોડલ માતા દરેકના દુઃખને દૂર કરે છે અને બધાની મનોકામના પૂરી થાય છે. ઘણા બધા લોકોના કુળદેવી ખોડીયાર માતાજી છે. આજે આપણે ભાવનગર નજીક આવેલા રાજપરામાં બિરાજમાન ખોડીયાર માતા વિશે માહિતી મેળવીશું, તે કેવી રીતે રાજપરા માં બિરાજમાન થયા તેની વિશે જાણકારી મેળવશું.

એવું કહેવાય છે કે ભાવનગર જિલ્લાના રાજપરા માં ખોડીયાર માતાજી હાજરાહજૂર બિરાજમાન છે, ત્યાં એક પાણીનો ઝરો પણ આવેલો છે તે ધરાને તાતણીયા ધરા તરીકે ઓળખવામાં આવે છે, એટલે જ તેને તાતણીયા વાળી ખોડીયાર પણ કહેવાય છે.

ભાવનગર નો રાજવી પરિવાર ખોડીયાર માતાજીને કુળદેવી તરીકે પુજે છે, આતાભાઈ ગોહિલ રાજપરા નું મંદિર બનાવ્યું હતું. આતાભાઈ ગોહિલ ખોડીયાર માતાના ખુબજ મોટા ભક્ત હતા એટલે ખોડીયાર માતાને પોતાના રાજમહેલમાં આવીને બેસવાની વિનંતી કરી હતી અને માતાએ તેમને વિનંતી સ્વીકારી લીધી હતી.

પરંતુ માતાએ એક શરત રાખી કે હું તારા મહેલમાં જ્યારે આવું ત્યારે હું તારી પાછળ પાછળ જ આવીશ ને તારે એક પણ વખત પાછું વળીને જોવું નહીં જો તે પાછું વળીને જોયું તો હું ત્યાં જ બિરાજમાન થઈ જઈશ. આ સાંભળીને આતાભાઈ  તેમની શરત સ્વીકારી લીધી અને ઘોડાને લઈને તે આગળ ચાલતા રહ્યા.

માતાજી રાજા ની પાછળ જતા રહ્યા હતા જ્યારે ભાવનગર રાજપરા નજીક પહોંચ્યા ત્યારે માતાજીને રાજપરા નું વાતાવરણ ખુબ જ પસંદ આવ્યો અને થોડા સમય માટે ત્યાં રોકાયા અને આતાભાઈને શંકા થઇ કે માતાજી પાછળ આવતા હશે કે નહિ તે જોવા માટે રાજાએ પાછળ વળીને જોયું તો માતાજી ત્યાં જ પોતાનો રથ દીધો.

અને પોતાની શરત મુજબ પોતે રાજપરા રોકાઈ ગયા ત્યારે ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર બનાવ્યું. ત્યારબાદ 1914માં ભાવસિંહજી ગોહિલે ત્યાં સોનાનું છત્ર ચડાવ્યું. રાજવી પરિવાર ખોડીયાર માતાજી ને ખૂબ જ શ્રદ્ધાથી પૂજન કરે છે તે રાજપરા ફરવા માટે ખૂબ જ જાણીતું સ્થળ બની ગયો છે રાજપરા ખોડીયાર માતાજી હાજરાહજૂર બિરાજમાન અને માતા દરેકની ઈચ્છા પૂરી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here