લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજે અમે એક એવી પ્રેરણાત્મક વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેને જોઈને દરેક લોકોને કંઈક કરવાનું મન થઈ જાય. દરેક લોકો પોતાના જીવનમાં કઈક કરવા માંગતા હોય છે. વાત છે એક આહીર ખેડૂત યુવાનની. નવીન આહિર નામના એક યુવકે ડીવાયએસપી ની પરીક્ષા પાસ કરી છે, તેને છેલ્લા ચાર વર્ષમાં ક્લાર્ક, તલાટી અને gpsc જેવી અનેક પરીક્ષાઓમાં સફળતા મેળવી છે. નવીનને સરકારી પરીક્ષા આપવાનો ખૂબ જ રસ હતો. તેણે 2017 થી પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી.
નવીનનું મૂળ વતન સાંતલપુર તાલુકાનું વૈયા છે, અને તેના પિતાજી નું નામ પુજાભાઈ આહિર છે. તેના પિતાજી ખેતી કામ કરી રહ્યા છે નવીન ને સરકારી પરીક્ષા આપીને ક્લાસ વન ઓફિસર બનવા નું સપનું હતું. તેણે કોઈ પણ કોચિંગ ક્લાસ રાખ્યા વગર આ બધી જ પરીક્ષાઓ પાસ કરી હતી અને તેણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને એન્જિનિયરિંગ કરતાં કરતાં જ પરીક્ષાની તૈયારી પણ કરતો હતો.
નવીન અને તેના પરિવાર નું સપનું હતું કે તે ક્લાસ વન ઓફિસર બની જાય તેને ઘણી બધી પરીક્ષાઓ એક જ વર્ષમાં પાસ કરી હતી. આ આહીર પુત્ર ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. તેને ઘણીબધી નોકરી મળે તેમ હતું, પરંતુ તેણે ક્લાસ વન ઓફિસર બનવાનું સપનું ક્યારેય ભૂલ્યો ના હતો. તે રોજ સાત કલાક જેટલું વાંચન કરતો હતો. આ ઉપરાંત તેણે તલાટી, તલાટી કમ મંત્રી, ઓફિસ આસિસ્ટન્ટ, જીએસટી ઇન્સ્પેક્ટર, પીઆઇ ની પરીક્ષા પણ પાસ કરી હતી.
આ ઉપરાંત તે અત્યારે તે નોકરી કરતો હતો અને બાજુમાં ક્લાસ વન ઓફિસરની પરીક્ષા માટેની તૈયારી પણ કરતો હતો. તે ઘણી બધી પરીક્ષામાં પાસ થયો તેમ છતાં પણ તેણે પોતાનું સપનું ભૂલી ન ગયો હતો. અને પોતાની તૈયારી શરૂ રાખી હતી. અને કહેવાય છે ને કે મન હોય તો માંડવે જવાય, એવી જ રીતે તેણે પોતાના ખૂબ જ પ્રયાસ કરીને ત્રીજા પ્રયાસમાં સમગ્ર રાજ્યમાં ૧૬મા ક્રમે પાસ થયો અને ડીવાયએસપી માં પસંદગી પામ્યો સમગ્ર સમાજ અને જિલ્લો નવીન પર ગર્વ કરે છે.