ખૂબ સહેલી છે રીત, ઘરે બનાવો બજાર જેવી અમદાવાદીઓની ફેવરિટ ફૂલવડી

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ખૂબ સહેલી છે રીત, ઘરે બનાવો બજાર જેવી અમદાવાદીઓની ફેવરિટ ફૂલવડી

ફૂલવડી અમદાવાદની ફેવરિટ:

અમદાવાદમાં આવ્યા હોવ અને ફૂલવડી ન ખાધી હોય તેવું તો ન જ બને. આ ટ્રેડિશનલ ગુજરાતી વાનગી નાસ્તા માટે અમદાવાદીઓની ફેવરિટ છે. જમવા સાથે કે પણછી ચા-કોફી સાથે ફૂલવડીનો સ્વાદ માણી શકાય છે.

તમારા સ્કુલે જતા બાળકોને લંચબોક્સમાં રોજ શું આપવું એ ચિંતા હોય તો આ ટ્રેડિશનલ ગુજરાતી નાસ્તો આપી શકાય. બજારના તૈયાર પેકેટ કરતા ઘરે પણ બનાવી શકશો અને હેલ્ધી પણ રહેશે.

સામગ્રી:

  • 250 ગ્રામ – કરકરો ચણાનો લોટ
  • 100 ગ્રામ – ખાટું દહીં
  • 1/2 ચમચી – સો઼ડા
  • 10 – કારામળી
  • 1 ચમચી – ધાણાં
  • 2 ચમચી – લાલ મરચું પાઉડર
  • 1 ચમચી – ગરમ મસાલો
  • 1 ચમચી – તલ
  • 50 ગ્રામ – ખાંડ
  • 50 ગ્રામ – સોજી
  • 1/2 ચમચી – લીંબુના ફૂલ
  • 1/2 ચમચી – હળદર
  • 4 ચમચી -મોણ માટે તેલ
  • તરવા માટે તેલ
  • સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત:

સૌ પ્રથમ ચણાના લોટમાં તેલ અને દહીં નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ અંદર ધાણા, ખાંડ, મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, હીંગ, સોડા અને મરી નાખી લોટને એક કલાક માટે ઢાંકીને મૂકી દો.

કલાક બાદ તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે ખીરામાં એક ચમચો ગરમ તેલ નાખો અને મિક્સ કરી લો.

ત્યારબાદ કઢાઇ પર ઝારો મૂકી લોટ ઘસીને ફૂલવડી પાડો. હવે તેને મધ્યમ તાપે લાલ થાય ત્યાં સુધી તળી લો.  પછી ઝારાથી તેલ નીતારી એક પ્લેટમાં કાઢી લો. તૈયાર છે ટેસ્ટી ફૂલવડી

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

આપણા સૌનું ઓફિશિયલ પેજ લાઈક અને ફોલો કરી નિયમિત અપડેટ મેળવતા રહો.

Previous articleજાણો પિતૃઓને મોક્ષ અપાવતી મોક્ષદા એકાદશીની વ્રત કથા અને તેનું મહત્વ
Next articleલાલ પાંવભાજી નહીં ઘરે બનાવો ગ્રીન પાંવભાજી, સ્વાદ દાઢે વળગી જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here