લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
દેશની સરકારી બેન્ક ઓફ બરોડા પોતાના ગ્રાહકો માટે થોડા થોડા દિવસે કઈ કઈ સુવિધા આપતી રહેતી હોય છે. જેના કારણથી ગ્રાહક લાભ ઉઠાવી શકે. અને કામ પણ ખુબ જ સરળ બની જાય. થોડા સમય પહેલા જ બેંક ઓફ બરોડાએ કોલ કરીને કોઇપણ સમસ્યા કે મૂંઝવણ હોય તો ફોન પર જ રજૂ કરવાની સુવિધા શરુ કરી હતી. અને બેંક.ઓફ.બરોડા ના મોબાઈલ નંબર પણ આપ્યા હતા, જે 24 કલાક સુધી શરુ હોય છે. જો તમારે બેલેન્સ જાણવું હોય તો 8468001111 અને મીની સ્ટેટમેન્ટ માટે 8468001112 પર ફોન કરીને જાણી શકશે.
હવે બેન્ક ઓફ બરોડાએ 7% ના દરે કાર લોન આપવાની એક ઓફર રજૂ કરી છે. અને જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ કાર, લક્ઝરી કાર, mpv, હેચબેક જેવી કાર માટે બેન્ક ઓફ બરોડા 7 ટકાના વ્યાજે 90 ટકા સુધીનું લોન લઈ શકે છે જે ગ્રાહકને લોન લેવી હોય તે વેબસાઇટ પર જઇને અરજી પણ કરી શકે છે.
આ ઉપરાંત બે કરોડ સુધી ફિક્સ્ડ ડિપોઝિટમાં વ્યાજના દરમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. 7 દિવસથી 45 દિવસમાં પાકતી હોય તે વ્યક્તિને 2.80 ટકા વ્યાજ દર આપવામાં આવી છે. અને 46 દિવસથી 180 દિવસ સુધીની FD હોય તેને 3.7ટકા વ્યાજ આપવામાં આવશે. અને 181 દિવસથી 270 દિવસમાં FD પાકતી હોય તેમને 4.30 વ્યાજ આપવામાં આવશે. 271 દિવસથી વધારે અને 365 દિવસ કરતા ઓછી હોય તેને 4.4 ટકા વ્યાજ આપે છે.
400 દિવસથી વધારે હોય તેને 5.20 ટકા વ્યાજ આપવામાં આવે છે. સિનિયર સિટીઝન ને 0.500 ઓછું વ્યાજ મળશે.