લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આપડે અહીં એવા ઘણા શાસ્ત્રો જેના મુજબ તમે કોઈપણ વ્યક્તિને તેમના કોઈપણ અંગ દ્વારા તેનું વ્યક્તિત્વ અને ભવિષ્ય જાણી શકીએ છે.આપણે ત્યાં એવા અનેક પુરાતન શાસ્ત્રો છે જેના દ્વારા આપણે વ્યક્તિ તથા તેના આવનાર ભવિષ્ય વિશે માહિતી મેળવી શકીએ. આ શાસ્ત્રો મા નું એક શાસ્ત્ર છે સમુદ્રશાસ્ત્ર. આ શાસ્ત્ર મા વ્યક્તિત્વ અંગે ના અમુક નિશ્ચિત માપદંડ નક્કી કરવામા આવ્યા છે. વ્યક્તિ ના નેત્રો તેના વ્યક્તિત્વ નો દર્પણ કહેવાય છે.
એવી પણ અનેક માન્યતાઓ છે કે કયારેય પણ બે લોકો ના નેત્રો નો રંગ એકસમાન હોતો નથી. તેમાં થોડાં ઘણાં બદલાવ તો હોય જ છે.અને ઘણા લોકોના નેત્રોનો રંગ અલગ અલગ હોય છે.નેત્રો ના રંગ પર થી વ્યક્તિ ના સ્વભાવ ની વિશેષ અને છૂપી વાતો વિશે માહિતી મેળવી શકાય છે. આ વાત તમે અનેકવાર સાંભળી હશે કે ભુરા રંગવાળા નેત્રો ધરાવતી વ્યક્તિ લુચ્ચી હોય છે અને તે પોતાનું ધાર્યું કરે છે. તો આજે આપણે આ લેખ મા જાણીશું
વ્યક્તિ ના નેત્ર ના રંગ, આકાર તથા તેના વ્યક્તિત્વ વિશે. જે વ્યક્તિઓ ના બંને નેત્રો નજીક-નજીક હોય તેવા વ્યક્તિ વિશ્વાસ ને કાબિલ નથી હોતા.આવી વ્યક્તિ ખૂબ જ ચતુર અને બુદ્ધિમાન હોય છે અને પોતાની વાત અન્ય વ્યક્તિ ને ઠસાવવા ની ક્ષમતા ધરાવતી હોય છે તે લોકો જે કરે એ જ ખરું.જે વ્યક્તિ ના નેત્રો પહોળા તેમ જ વધુ પડતાં ખુલ્લા દેખાતા હોય તેઓ બીકણ સ્વભાવ ધરાવતા હોય છે.તેઓ ખુબજ ડરપોક હોય છે.
જે વ્યક્તિ ના નેત્રો સાધારણ રીતે સાંકડા હોય તે લુચ્ચા સ્વભાવ ના હોય છે. આવી વ્યક્તિઓ કોઈપણ કામ માટે કોઈ ની સાથે દગો કરવાનું વધુ પ્રિય હોય છે. જેમના નેત્રો એકદમ ગોળ દેખાતા હોય તે વધુ પડતું લાગણીશીલ સ્વભાવ ધરાવતા હોય છે.તેઓ મા સંશોધનવૃત્તિ વધુ પડતી હોય છે.જેઓ લોકોના સ્વભાવમાં કઈ ને કઈ જોતા રહે છે.જે વ્યક્તિ ના નેત્રો માંજરા હોય છે એટલે કે બિલાડી ના નેત્રો જેવા હોય છે તેઓ વધુ પડતાં બુદ્ધિશાળી અને તુરંત જ બીજા ની વાત મા આવી જનાર વ્યક્તિ હોય છે.તેઓ લોકોની વાત જલ્દી માની જાય છે.
આવા પ્રકાર ના નેત્રો ધરાવતી વ્યક્તિ મુખ્યત્વે આકર્ષક ચહેરાવાળી હોય છે. જેના નેત્રો ભૂરા હોય છે તેઓ અગમ્યવાદ ને માનનારી હોય છે અને એ રચનાત્મક સ્વભાવ ધરાવતી હોય છે તેઓ ઘણું વિચારીને કોઈપણ પગલું ભરે છે.જે માણસના નેત્રની કીકી નો ભાગ સાવ કાળો દેખાતો હોય તથા ડોળા નો ભાગ તદન સફેદ હોય તે વધુ પડતી પ્રેમવૃત્તિ ધરાવતા હોય છે. આ પ્રકાર ની વ્યક્તિઓ વધુ પડતી લાગણીશીલ સ્વભાવ અને સંબંધ નિભાવીનારી હોય છે. તેઓ મોહક ચેહરા વાળી હોય છે.જેની આંખો લાંબી હોવા છતાં ખૂબ જ સાંકડી રહેતી હોય તો તેઓ અન્ય વ્યક્તિ ને લાલચ આપી તેઓ પાસે થી સહજ રીતે પોતાનું કાર્ય કઢાવી લેતા હોય છે.અને આસનથી પોતાનું કામ કઢાવી લે છે.
જે વ્યક્તિ ની આંખ ના ખૂણાઓ અત્યંત અણીદાર હોય જેની આખોઅણી દાર દેખાતી હોય તો તેઓ પ્રસંગ ને તુરંત સમજનારા તેમજ તેમની પાસે આવતાં કાર્યો ને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરનારી હોય છે.તેઓ પોતાનું કામ ખુબ નિષ્ઠાથી કરે છે. આ ઉપરાંત જે વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે વાર્તાલાપ કરતી વખતે નજર ની સમક્ષ ના જુએ તો તેમનો વિશ્વાસ વધુ પડતો કરવો જોઈએ નહીં.આવા લોકો દગાબાજ હોય છે. આ પ્રકાર ના લોકો થી બને તેટલું અંતર બનાવી રાખવું.જેથી તે તમને કોઈપણ પ્રકાર ની હાનિ ના પહોંચાડી શકે.