લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
સોની ટીવીનો ખૂબ જ પ્રખ્યાત શો ‘ધ કપિલ શર્મા શો’ લગભગ દરેક લોકોને ખૂબ જ પસંદ આવે છે. કપિલ શર્મા શો લોકોને ખૂબ જ મનોરંજન પૂરું પાડે છે. આ શોમાં મોટાભાગે ફિલ્મોના સિતારાઓ પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવતા હોય છે. અને પોતાના દર્શકોને હસાવતા હોય છે. લગભગ નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક લોકોને આ શો ખુબ જ પસંદ આવે છે.
કપિલ શર્મા શો દર્શકોને મનોરંજન પૂરું પાડે છે, કારણ કે તે ખૂબ જ એન્ટરટેનમેન્ટ કરાવે છે જેનાથી કોઈ પણ માણસ ટેન્શન મૂકી ને હળવો ફૂલ જેવો થઈ જાય છે. કપિલ શર્મા શો શનિવાર અને રવિવારે સોની ટીવી પર આવે છે, અને દરેક લોકો તેને ખૂબ જ રાહ જોઈ રહ્યા હોય છે. તેના દર્શકો માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. કપિલ શર્મા શો ટૂંક સમયમાં બંધ થવાના સમાચાર સામે આવી રહ્યા છે.
થોડા સમય પહેલા જ કપિલ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ને કહ્યું હતું કે હું 11 જૂન થી ૩ જુલાઇ સુધી યુએસ કેનેડાના પ્રવાસ પર જાઉં છું. પરંતુ તેણે શો બંધ થવા વિશે કોઇપણ વાત કરી નથી. તેની પોસ્ટ પરથી એવું લાગી રહ્યું છે કે કપિલ શર્મા શો થોડાક સમય સુધી બંધ રહેશે અને ત્યારબાદ ફરીથી શરૂ થઈ જશે.
લોકડાઉનમા પણ ઓડિયન્સ વગર દરેક લોકોને એન્ટરટેઇન્ટમેન્ટ કરાવતો હતો. કપિલ શર્મા શો ના દર્શકોને દુઃખી થવાની કોઈ જરૂર નથી કારણ કે આ થોડા સમય માટે જ શો બંધ થશે અને થોડા સમય પછી ફરીથી શરૂ થશે. કારણકે યુએસના પ્રવાસ દરમ્યાન એપિસોડનું શૂટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ પડી જાય છે.