લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મોટાભાગની ગૃહિણીઓનો સૌથી વધારે પ્રશ્ન હોય છે કે જ્યારે કોઈપણ વસ્તુ કુકરમાં બાફવા મૂકતા હોઈએ છીએ, ત્યારે ઘણી વખત સીટી વાગતાની સાથે કુકરમાંથી પાણી બહાર આવે છે. અને કુકર તો ગંદુ થાય જ છે પણ સાથે-સાથે ગેસ અને પ્લેટફોર્મ અને રસોડાની દીવાલ પણ ખૂબ જ બગડે છે તેને સાફ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
મોટાભાગે જ્યારે આપણે દાળ અથવા તો શાક બનાવતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત વધારે પાણી થઈ જાય તો સીટી વાગતાની સાથે જ પાણી બહાર નીકળે છે. એટલે આપણે જ્યાં કામ કરતા હોય તે મૂકીને દોડાદોડ સિટીને ચેક કરવા માટે જવું પડે છે. પરંતુ આજે અમે તમને એક એવી ટીપ્સ બતાવવાના છીએ જો તમારે પણ કુકર ઉભરાઈ ને પાણી બહાર આવતું હોય તો આ ટીપ્સ અચૂક અપનાવજો.
સૌપ્રથમ જ્યારે આપણે દાળ કે શાક બાફવા માટે મૂકતા હોઈએ છીએ ત્યારે પાણીનું યોગ્ય પ્રમાણ રાખવું જોઈએ. જો વધારે પાણી હશે તો પાણી નીકળી જશે. કુકર ના ઢાંકણને ભીનુ કરીને બંધ કરવું જોઈએ. આવું કરવાથી પણ કુકર ઉભરાશે નહિ. અને આ ઉપરાંત જો આખુ કુકર ભરેલું હોય તો તેમાં કોઈપણ સ્ટીલની નાની વસ્તુ રાખી દેવી. જેમ કે, નાની ચમચી કે ચમચો આવું કરવાથી પણ ક્યારેય ઉભરાશે નહિ.
કુકરની સાઈઝ નાની હોય પરંતુ કોઇ મહેમાન આવ્યો હોય અને જો વધારે પ્રમાણમાં રસોઈ કરવાની હોય તો આખું કુકર ભરાઈ જાય છે જેના કારણે ઉભરાવાની બીક લાગે છે તે માટે કૂકરના ઢાંકણ ને હમણાં થોડું તેલ લગાવી દેવું છે. આ ઉપરાંત જ્યારે કુકર ફીટ કરે ત્યારે કુકરની સીટી ને કાઢી ને બરાબર સાફ કરી લેવી. જો તેમાં કોઈ કચરો ભરાઇ ગયો હોય તો ઉભરાવાની બીક લાગે છે. આ ઉપરાંત જો કુકર ની રીંગ ઢીલી થઈ ગઈ હોય તો પણ કુકરમાંથી પાણી નીકળવાની સમસ્યા થઈ શકે છે.