લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હિન્દુ ધર્મમાં લગ્નને 16 સંસ્કારો માંથી નું એક મુખ્ય સંસ્કાર તરીકે ગણવામાં આવે છે. સંસ્કારમાં લગ્નની દરેક વિધિઓને દરેક વ્યક્તિઓ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. લગ્નની દરેક વ્યક્તિ ખૂબ જ ઉત્સાહ અને આનંદથી પરિવાર સાથે ઉજવીને પૂરી કરવામાં આવે છે. ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે જ્યારે ફેરા ફરવામાં આવે તે પહેલા છેડાછેડી કેમ બાંધવામાં આવે છે.
છેડાછેડી બાંધવી એટલે કન્યાના ચુંદડી અથવા સાડીનો ખૂણા ની ગાંઠ વરના કપડા સાથે બાંધી દેવામાં આવે છે જેને છેડાછેડી તરીકે ઓળખવામાં આવે છે, છેડાછેડી એટલે બંને ના શરીર અને મનનું પરસ્પર એકબીજા સાથે બંધાઈ જવું એવો અર્થ માનવામાં આવે છે. છેડાછેડી બાંધવામાં આવે ત્યારબાદ આખું જીવન એકબીજા સાથે હળીમળીને સાથે રહેવા થાય છે.
અને જ્યારે છેડાછેડી બંધાઈ જાય ત્યારે બંને એકબીજા સાથે બંધાઈ જાય છે કોઈપણ સ્થિતિમાં એકબીજાનો સાથ ક્યારેય નહીં છોડવો એવો પણ એક થાય છે. આપણે જોયું છે કે છેડા બાંધવામા આવે ત્યારે તેની વચ્ચે સિક્કો, ફુલ, હળદ,ર દુર્વા અને ચોખા બાંધવામાં આવે છે, અને તેનું અલગ અલગ મહત્ત્વ આપવામાં આવે છે. આપણે ચાલો તેના વિશે જાણીએ.
છેડાચેદીમાં આ બધી વસ્તુ કેમ રાખવામાં આવે છે જેમકે પૈસા મુકવા નો અર્થ એ થાય છે કે જે કોઈ ધન સંપત્તિ આવે છે તે કોઈ એક વ્યક્તિ નથી તેમાં બંનેનો સમાન હક છે જે કાંઈ ધન સંપત્તિ આવે તે બંને લોકો એકબીજા સાથે વહેંચીને સુખેથી રહેશે.
દૂર્વા એટલે ક્યારેય નષ્ટ થતો નથી, આપણે જ્યારે દુર્વા સુકાઈ જાય ત્યારે પણ તે ક્યારે નષ્ટ થતી નથી જ્યારે આપણે તેને પાણીમાં નાખીએ છીએ તો તે ફરીથી જીવિત થઈ જાય છે. આ પ્રમાણે વર અને કન્યા એકબીજાના પ્રેમમાં પોતાના પાર્ટનરના દુઃખને પોતાનો ગણે અને સાથે રહે તેવો અર્થ થાય છે.
આ ઉપરાંત હિન્દુ ધર્મમાં હળદરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, એક એન્ટિબાયોટિક છે અને એક રોગ નાશક છે માનસિક અને શારીરિક દુઃખ દૂર કરે છે અને તેમાં ચોખા પણ રાખવામાં આવે છે અને કોઈ ધાન્ય આવે તે એકલા નહી પરંતુ પૂરા પરિવાર સાથે વહેંચીને ખાય તેવો અર્થ થાય છે, ફૂલ રાખવામાં આવે છે તેનો અર્થ થાય છે કે ફૂલની જેમ સુગંધિત પોતાનું જીવન એકબીજા સાથે પસાર કરે.